________________
કયા અને વિષય
રાગદ્વેષ–રાગ અને દ્વેષ તેના બીજા શબ્દો છે. રાગથી માન અને માયા થાય છે, દ્વેષથી ક્રોધ અને લેભ થાય છે. અથવા લેભ રાગજન્ય પણ હોય છે અને શ્રેષજન્ય પણ હોય છે. આવી રીતે મમકાર અને અહંકાર રાગદ્વેષના ઘરના હોઈ, બન્નેને રાગ-દ્વેષ તરીકે ઓળખવામાં આવે તે તેમાં પણ વાંધો નથી. એમને બરાબર ઓળખી તમારું કામ નીભાવે અને એમની સાથે વર્તન કરે, તેમાં તમારું હિત હોવાથી આ વાત સ્પષ્ટ કરી છે. તમે રાગદ્વેષને ઓળખે અથવા મમકાર અને અહંકારને ઓળખી એમની સાથે કામ પાડે તે તમારું જ ઈષ્ટ છે. તેથી તમને આ વાત કહેવામાં આવી છે, તે તમારા હિતને માટે જ છે. ઉપર કહ્યું તેમ, એ દુર્ગતિના હેતુભૂત છે. આવી દુર્ગતિમાં તમે જઈ ન પડે, એ માટે એનું બરાબર ઓળખાણ કરી લેવાની જરૂર છે. આવતા લેકમાં ક્રોધ-માનને રાગના ઘરના કહેશે અને માયા તથા લેભને દ્વેષના ઘરના કહેશે, તે અપેક્ષિત વચન છે. આપણે તે વિચારીએ. (૩૧) કષા રાગ-દ્વેષને વિસ્તાર છે– - माया लोभकषायश्चेत्येतद्रागसंज्ञितं द्वन्द्वम ।
ધ પુન રુતિ સમનિટિ રૂર અથ–માયા અને લેભ નામના કષાયે તે રાગની સંજ્ઞા પામેલ બેને સમૂહ છે અને ક્રોધ અને માન નામના કષાને ઠેષ નામની સંજ્ઞા આપવામાં આવેલ છે. (૩૨). - વિવેચન–આ ગ્રંથમાં માયા અને લેભને રાગસંજ્ઞા આપવામાં આવી છે, એટલે વાંચનારે જ્યાં રાગની વાત હોય ત્યાં માયા અને લેભને સમજી લેવાં, એટલે જ્યાં જ્યાં રાગનું વર્ણન આવે, ત્યાં માયા અને લેભ તેના સહકારી ભાવે છે, એમ સમજી લેવું. રાગના ઘરનાં માયા અને લેભ હોય, એ વાતમાં કેટલાક વાંચનારને શંકા આવશે, કારણ કે આપણે અગાઉ લેભને તે રાગના ઘરનો બતાવ્યો છે, પણ માયાને દ્વેષના ઘરની બતાવી છે. સંજ્ઞા એટલે સૂત્ર છે, સંજ્ઞા ગમે તે રીતની નક્કી કરવામાં આવે, તે આ ગ્રંથપૂરતું જ સમજવું. રાગના ઘરને લેભ હોય, તે તે સમજાય તેવું છે, કારણ લેભ એ પૈસા કે વસ્તુ તરફ આકર્ષણ બતાવે છે. અને તેને રાગથી ઉત્પન્ન થનાર ગણવે, તેમાં કઈ જાતની શંકાને સ્થાન નથી. એટલી સ્પષ્ટતા માયાને અંગે નથી. પણ આ ગ્રંથ પૂરતી વાત હેય તે, સંજ્ઞા તરીકે માયા અને લેભ રાગમાંથી જન્મ પામે છે, એ રીતે ગ્રંથકાર (ઉમાસ્વાતિજી) કહે છે, તે કબૂલ કરવું. ક્રોધ અને માન નામના કષા છે, તે શ્રેષના ઘરનાં છે, તેથી તેને વૈષ એવી સંજ્ઞા આપી છે. બાકી ક્રોધ અથવા અભિમાન ના ઘરનાં હોઈ શકે, એમ કલ્પી શકાય છે. પણ આ ગ્રંથમાં જ્યાં શ્રેષનું વર્ણન આવે ત્યાં અંતર્ગત ક્રોધ અને માનનું વર્ણન સમજી લેવું. એવી અત્ર સંજ્ઞા બાંધવામાં આવે છે, એમાં સંદેહ કે સવાલ-જવાબ હેય નહિ; કારણ કે ગ્રંથકારે આ વાત વ્યાખ્યા તરીકે મૂકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org