________________
૭૯
ઉપસ હાર
ધમ કથા--આ ગ્રંથ ધર્મકથા જેવા છે. આપણે તે સાંભળવા વૈગ્ય છે. તે સાંભળતા કે વાંચતા હાર્ટએ ત્યારે ધર્મકથા જેવા રસ આપે છે તેવા મધુર રસ આપે છે. તેને ધર્મકથા શા માટે કહી તેનાં કારણેા જણાવે છે. જો કે એને ધર્મકથા સાહિત્યમાં સમાવેશ ન થાય, પણ ધર્મકથા જેવા રસ ઉત્પન્ન કરે તેવા રસ ઉત્પન્ન કરે છે અને વળી તે ધર્મની કથા એટલે વાર્તા તેા છે જ એટલે તેને ધર્મકથા ગણ્યા છે.
પદિકા-કોડી. બાળકોને રમવાની કેડી હાય છે, તેના જેવા એ છે, અર્થાત્ તે કોડીની જેમ સરસ રસ ઉત્પન્ન કરે છે.
કોડી સાથે આ પ્રશમતિ ગ્રંથને સરખાવવામાં કર્તાએ ભારે વિચક્ષણુપણું બતાવ્યુ છે, તે ગ્રંથના અભ્યાસ કર્ય` ખબર પડે તેમ છે.
જરત્--જેમ દરિયામાં માછલાં તથા મગર, વ્હેલ વગેરે અનેક પદાર્થો હાય, તેમાંથી જૂની કોડી આ ખેચી લીધી છે.
ઉધૃતા--ખેચી આણેલ છે. મેટા દરિયામાં તે અનેક ચીજો છે તેમાંથી આ કોડી ખેંચી માણી છે. તેથી તેની સાથે રમવું, સારી રીતે રમવું અને તેને સારા ઉપયાગ કરવા.
ભકત્યા——સમતારસની પ્રીતિથી આટલું શાસ્ત્રનું રહસ્ય ખેંચી કાઢયું છે. આમાં કર્તાના સ્વાર્થ કોઈ પ્રકારના નથી, માત્ર તેણે તે ભક્તિપૂર્વક અથવા ભક્તિ ખાતર જ આ કામ કર્યું છે. વિશાળ શાસ્ત્રસમુદ્ર પાસે તે પ્રશમરતિ ગ્રંથ એક કોડી માત્ર છે. પણ તેને ભક્તિથી ખેંચેલ છે, પ્રેમપૂર્વક ઉપકારક બુદ્ધિએ ભક્તિથી શેાધીને કાઢેલ ખરો માલ છે, અ છે, સત્ત્વ છે, સાર છે. તે અર્થાંમાં તેને સાંભળવે કે વાંચવે.
શ્રૃત્વા--વાંચવા કે સાંભળવા. આ બન્ને ભાવ આ શબ્દના નીકળે છે.
આના સમાવેશ તે દ્રવ્યાનુયોગના ગ્રંથામાં થાય, પણ જેમ ધર્મકથાને માણુસા તેમાં રસ લઈ વાંચે છે, તેમ આ સારભૂત રહસ્યભૂત ગ્રંથને માણસાએ વાંચવા કે સાંભળવેા. (૩૧૧) દોષ તજવા અને ગુણ ગ્રહણ કરવા-
सद्भिर्गुणदोषज्ञेदेषानुत्सृज्य गुणलवा ग्राह्याः ।
सर्वात्मना च सतत ं प्रशमसुखायैव यतितव्यम् ॥ ३१२॥
અથ-ગુણુ અને દોષને જાણનારા સજ્જન પુરૂષોએ દોષને છેડી દઈને જરા માત્ર પણ ગુણુ હાય તે પકડી લેવે। અને સર્વ પ્રાણીઓએ હુમેશા સમતા(પ્રથમ)નાં સુખ મેળવવા માટે જ પ્રયત્ન કરવા. (૩૧૨)
વિવેચન—ગ્રંથકાર અત્યારે જેવી રીતે સામાન્ય ક્ષમાયાચના ઉપાધાતમાં કરે છે તેવું આ સામાન્ય વચન છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org