SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૨ પ્રશમરતિ વિવેચન સહિત તરસ્ય અને ઉપશમ ફરતે આંટા મારતે દેખાય છે. એને સમતારસમાં પડવાની તૃષા લાગે છે અને એ તરસ જ્યારે એને એ પ્રશમરસ સાંપડે ત્યારે જ છીપાય છે. મતલબ કે એ શાંતિની ઝંખના કરે છે અને શાંતિ મળે ત્યારે જ રાજી થાય છે. - નિત્ય-દરરોજ. એના મનમાં એવી તે તરસ લાગે છે કે ક્યારે આ પ્રશમરસ હું પિઉં અને મારી તરસ છીપાવું. હંમેશ આવી એની શાંતિ મેળવવાની તલસના હોય છે. - તુષિત –તરસ્ય. એક માણસને પાણીની તૃષા લાગે ત્યારે તેને તે ઝંખ્યા કરે છે. પાણીની તરસ પાણી પીએ ત્યારે જ શાંત થાય છે. એટલે એને પ્રશમરસની તરસ પણ પ્રશમરસ મળે જ શાંત થાય છે. જિન–આ ગૃહસ્થ તીર્થંકરદેવને નમવા હંમેશાં ઈચ્છા રાખે છે. સાચા દેવને દેવ તરીકે ઓળખી, જાણી, પીછાની તેની સેવા કેમ કરું તેના તરફ તે ગૃહસ્થ આસક્ત હોય છે. જેમ અફીણીઓ અફીણ વગર રહી શકતું નથી, તેમ તેને તીર્થપતિની સેવા કરવાની આસકિત લાગેલી હોય છે. પિતાને ઈષ્ટ વસ્તુ મળે ત્યારે તેને આનંદ થાય છે. ગુરુ–જેવી એની તીર્થપતિની સેવા કરવામાં આસક્તિ હોય છે તેવી જ સાચા ગુરુની સેવા કરવાની એની આસકિત હોય છે. સાધુ–સપુરુષ, સારા માણસની વંદના કરવાની એની તાલાવેલી પણ એટલી જ મજબૂત હોય છે. તે સાધુપુરુષને શેધવા તલપાપડ થઈ રહે છે અને મળે ત્યારે એને મહાઆનંદ થાય છે. સં ખના–ધ કરવાની ઈચ્છા. અથવા સંલેખના એ શરીર-ઉપકરણ-કષાયના સંકોચરૂપ છે. એટલે, પોતાના શરીરનું અને ઉપકરણનું અને કષાયનું છું કેમ કરવું એ ત્રણે બાબતમાં એની ખૂબ હોંશ હોય છે. આ લેકમાં ધર્મનાં ફળને ઈચ્છવા તે ઈલેકશંસ, પરલેકે દેવદેવેંદ્રની પદવીને વાંછવી તે પરકાશસ, સુખ મળે જીવિતને ઈચ્છવું તે જીવિતાશંસ, દુઃખ પડશે મરણ ઈચછવું તે મરણશંસ અને ચાલુ સામાન્ય વખતે કામગની આશંસા કરવી તે કામગાશંસ. આ પાંચે આકાંક્ષાને ત્યાગ તે સંખના. કલે–પાંચે આશંસાને ત્યાગ જુદે જુદે વખતે થાય છે. આપણે ગુડસ્થ વખત જાળવીને કામ કરે છે. વદન–એ તીર્થકરને, ગુરુમહારાજને અને સાધુઓને નમસ્કાર-વંદન કરવા માટે ખૂબ જ આસકત હોય છે. - ચોગ–મન, વચન, કાયાને વ્યાપારથી. એટલે, “એ સંલેખન કરવા હંમેશા તૈયાર હોય છે, તેનાં વિશેષણે બે છે. કાલે–જે સમયે ઉચિત હોય તે સમયે સંલેખના કરે અને બીજુ તે મન વચન કાયાના વ્યાપારથી કરે. આ ગૃહસ્થ હોય. આ સંલેખના કેવી રીતે કરે તેની વાત બે વિશેષણથી કહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy