________________
૭૦૬
પ્રશમરતિ વિવેચન સહિત એ દષ્ટિએ ગૃહસ્થને ઉદ્દેશીને લખાયેલું આ પ્રકરણ ખૂબ વિચારવા જેવું છે.
અને એક વાત તે જરૂર વિચારવા જેવી છે. નવયુગના પ્રાણીએ લક્ષપૂર્વક પ્રાચીન મતને જરૂર અપનાવે. એમાં કોઈ જાતની અલ્પતા કે નાનપ માનવી નહિ. વરસે સુધી આપણા વડીલે જે વાત કરી ગયા છે, તેમાં ઘણી સમજણનું તત્વ છે. સૌહાર્દથી તે સમજવા અને તેને અનુસરવા ઈચ્છા રાખવી. આ નવયુગ ધર્મને અનુસરવામાં નાનપ માને છે. તેને આ સર્વ ક્રિયા હંબગ લાગે છે. તેને સાધુઓ હંબગ લાગે છે, તેને અનુષ્ઠાન હબગ લાગે છે, તેને પ્રાચીને સર્વ અધા મૂરખા લાગે છે. તેને જૂની કેઈપણ વાત રુચતી નથી, પણ જ્યારે કાળને સપાટો લાગે છે ત્યારે સર્વ કરી જાય છે અને પછી સાન સૂધ ઠેકાણે આવે છે. તેઓએ જાણવું જોઈએ કે અહીં તે ઘણું જૂના સમયના અનુભવો એકઠા થયા છે અને દુનિયા દેડી દેડીને થાકશે ત્યારે તેને આધારે તે અહીં જ છે, તેને આશ્રય પણ અહીં જ છે. એમા વગર કેઈને વિસ્તાર થાય તેમ નથી અને અનેક વર્ષના અનુભવ પછી અત્ર જે વચન સંગ્રહ્યાં છે તેને જ અંતે આધાર છે અને ત્યાં જ પ્રાણીનું નિર્વાપણ છે. એ અનુભવને લાભ લેવા પ્રયત્ન કરો અને તેને નિર્માલ્ય કે હંબગ માનવાની ઉતાવળ ન કરવી. આ જમાનામાં એક બીજી વાત પણ બને છે. આ યુગના માણસને ગમે તેટલું મળે તેમાં સંતોષ નથી. એ કદી હાશ કરીને બેસતું નથી અને કામમાંથી ફારેગ થવું તેને તે પ્રમાદ– આળસ માને છે. આ અતિ વિચિત્ર વ્યાધિ છે. એ તે યંત્ર માફક આખા જીવનમાં કામની પાછળ પડે છે અને એક કામ પૂરું ન થાય ત્યાં બીજાં દશ કામ ઊભાં થાય ત્યારે રાષ્ટ્ર થાય છે. પ્રાયઃ એ કામથી ફારેગ થવાને અવકાશ જ આવવા દેતું નથી, તક જ મળવા દેતું નથી અને પરિણામે નિવૃત્તિમાં શું સુખ છે તેને તેને કયાસ થતું નથી.
આવા મનુષ્યને આ ગ્રંથમાં દાખલ કરેલ વિષે બહુ લાભકારક છે, કારણ કે તે એને વિચારવા પ્રેરે છે. નવયુગ ખૂબ વિચારક છે, ધર્મ તરફ પ્રેમ નજરથી જેનાર છે.
જેઓ ગ્રસ્થ હોય અને આ વર્ગમાં તેઓ જેવા હોવા જોઈએ એમ કહે છે તેવા હોય તે તેઓ નવ ભવે કે વહેલામડા મુક્તિ જરૂર પામે. તેમણે ગભરાવાનું નથી, તેઓની ઈષ્ટ સંપત્તિ જરા મેડી મોડી તેઓને મળવાની છે અને હેમચંદ્રાચાર્ય આંબલીના ઝાડનાં પાંદડાંથી ડર્યા નહિ, પણ મેડ મેડે પિતાને નિસ્તાર થશે એમ વિચાર કર્યો તેમ તેમણે પણ પિતાને માટે ધારી આનંદ પામ અને પિતાની ફરજ ચીવટ રાખીને બજાવ્યા કરવી. આપણે તેવા ગૃહસ્થ કેવા હોય તે અત્ર જોઈએ.
ચારિત્રની વાત ઉત્તમ છે. તેઓને (ચારિત્રવાનને) ઘણે સીધે રસ્તે છે, પણ આપણે ગૃહસ્થ, જેવા અત્ર વર્ણવ્યા છે તેવા, હેઈએ તે આપણે પણ રસ્તે છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org