________________
શૈલેશીકરણ છેલ્લે સમયે એ કેવળી શું કરે છે?—
અને સાથે રહ્યાતીતાન વિનિત્ય રવિશ7
क्षपयति युगपत्कृत्स्नं वेद्यायुर्नामगोत्रगणम् ॥२८६॥ અર્થ– છેલ્લે સમયે અસંખ્ય કર્મને અંશેને દૂર કરીને વેદનીય, આયુષ્ય, નામ કર્મ અને ત્રિકર્મોને એક સાથે સંપૂર્ણપણે ખપાવે છે. (૨૮)
વિવેચન--આ ગનિરોધ કરનાર આ જીવનને છેલ્લે સમયે શું કરે તે આ ગાથામાં વિસ્તાથી જણાવે છે.
સંખ્યાનીત--અસંખ્ય કર્મો. છેલ્લે સત્તામાં રહેલ તેર કમેં જે ખ્યાશી કર્મોમાંથી બાકી રહેલા હોય છે તેમને તે સંખ્યા વગરનાં હોય તે પણ ખપાવી નાખે છે. એ તેર પ્રકારનાં કર્મોની સત્તાગત પ્રકૃતિ નીચે પ્રમાણે છે
મનુષ્યત્રિક એટલે મનુષ્યગતિ, મનુષ્ય આયુષ્ય અને મનુષ્ય આનુપૂવી. આ મનુષ્યત્રિક એટલે ત્રણ થયાં. તેમ જ ત્રસૂનામકર્મ, બાદર નામકર્મ અને પર્યાપ્તનામકર્મ એ ત્રસાત્રિક ' કહેવાય છે. મનુષ્યપણું, ત્રયપણું, બાદરપણું એ સર્વ દૂર થાય છે અને જે પર્યાપ્તિ પૂરી પામવી એ એક વખત પુણ્યગ કહેવાતું હતું તે પણ ક્ષય પામી જાય છે. આ ત્રસારિક મળીને છ પ્રકૃતિ થઈ. તથા યશકીર્તિ, આદેય અને સૌભાગ્ય નામકર્મ, તીર્થકરમકમ, ઉચ્ચગેત્ર, પંચંદ્રિયજાતિ, અશાતા અથવા શાતા વેદનીય જે હોય તેમને પણ ખપાવી દે છે. આ તેર ઉત્તર પ્રકૃતિને અંગે જે અસંખ્ય કર્માણ હેય તેમને ક્ષય કરી નાખે છે. છેવટે એનું પંચેંદ્રિયપણું પણ જાય છે અને તેર ઉત્તર પ્રકૃતિને અંગે ચારે કર્મો જાય છે. આ ચારે અઘાતી કર્મો સમજવાં. (બીજે કર્મગ્રંથ, ગાથા ૩૪). આ કમશે છેક છેલ્લા સમય સુધી સત્તામાં તે રહે છે અને તેમને પ્રાણી નાશ કરે છે, પરિણામે તે સત્તામાંથી પણ જાય છે.
યુગપત–એકી સાથે. આ કર્મા શે ગમે તેટલી મોટી સંખ્યામાં હોય તે છેલ્લી ઘડીએ છેલ્લે સમયે ખપાવે છે. જ્યારે તદ્દન કર્મ વગરને પ્રાણ થાય, જ્યારે બંધ ન ન થાય, અને સત્તામાં બાંધેલ કર્મો હોય તે પણ જાય ત્યાર પછી તે મુક્ત થઈ શકે છે.
વેદ્ય-આયુ-નામ-શેર–આ ચાર અઘાતી કર્મોદનીય, આયુષ્ય, નામકર્મ અને શેત્રકમ જ બાકી રહે છે. સત્તામાંથી તેમની તેર પ્રકૃતિ છેલ્લે સમયે જાય છે. આવી રીતે સર્વ કર્મોને ક્ષય કરી પ્રાણી મુક્તિ પામે છે. તેનું સ્વરૂપ આવતા પ્રકરણમાં વધારે વિગતવાર આપણે જોઈશું. (૨૮૬)સર્વ ભાવને અવ થતો ત્યાગ
सर्वमतियोग्यसंसारमूलकरणानि सर्वभाषामि । औदारिकतैजसकार्मणानि सर्वात्मना त्यक्त्वा ॥२८७॥ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org