SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કષા અને વિષય માન–માનના આ લેખક (ઉમાસ્વાતિ મહારાજ) આ વિભાગ પાડશે અને તે દરેક પર દષ્ટાંત આપશે. નીચેનું સ્વાધ્યાય [સઝાય વાંચવા-વિચારવાલાયક છે. માન પતે લે અને બહારથી લે અને આ જમાનામાં તે તે Self-respect (સ્વમાન) ના નામથી ઓળખાય છે. એને વતી લેવા જોઈએ. આઠ મદને સ્વાધ્યાય (સક્ઝાય) કવિશ્રી માનવિજયજી છે, તે પ્રથમ સમજી લે મદ આઠ મહામુનિ વારીએ, જે દુર્ગતિના દાતારે રે, શ્રી વિર જિણેસર ઉપદીશે, ભાખે સહમ ગણધારે છે. મદર ૧ હાં જ જાતિનો મદ પટેલે કહ્યો, પૂવે હરિકેશીએ કીધું રે; ચંડાળતણે કુળ ઉપન્ય, તપથી સડી કારજ સી રે. મદ૦ ૨ હાં જ કુળમદ બીજે દાખીઓ, મરિચી ભવે કીધે પ્રાણ રે, કડાકોડી સાગર ભવમાં ભ, મ મ કરે કોઈ ઈમ મન જાણી રે. મદ૦ ૩ હાં જ બળમદથી દુઃખ પામીઆ, શ્રેણિક વસુભૂતિ છે રે; ભોગવ્યાં દુઃખ નરક્તણું, મુખ પાડતા નિત રાડે રે. મદo 8 હાં જ સનસ્કુમાર નરેસરુ, સુર આગળ રૂપ વખાણ્યું રે, જેમ જેમ કાયા બગડી ગઈ, મદ ચેથાનું એ ટાણું રે. મદ૦ ૫ હાં છ મુનિવર સંયમ પાળતાં, તપને મદ મનમાં આ રે; થયા કુરગડુ રૂષિરાજીઆ, પામ્યા તપને અંતરાયે રે. મદ૦ ૬ હાં જ દેશ દશારણને ધણું, રાય દશાર્ણભદ્ર અભિમાની રે; ઇંદ્રની બુદ્ધિ. દેખી બુઝિયે, સંસાર તજી થયે જ્ઞાની રે. મદ૦ ૭ હાં જ સ્થૂલિભદ્ર વિદ્યાને કર્યો, મદ સાતમે જે દુખદાઈ રે, શ્રુતપૂરણ અર્થ ન પામીઆ, જુઓ માનતણ અધિકાઈ છે. મદ૦ ૮ રાય સુભૂમ પખંડને ધણી, લેભને મદ કી અપાર રે, હય ગય રથ સબ સાગર ગળ્યું, ગયે સાતમી નરક મોઝાર રે. મદ૦ ૯ ઈમ તન, ધન, ધન, રાજ્યને, મ ધરે મનમાં અહંકારે રે, એ અસ્થિર અસત્ય સવી કારમું, વિલસે ક્ષણમાં બહુ વારે રે. મદ૦ ૧૦ મદ આઠ નિવારે વ્રત ધરી, પાળે સંયમ સુખકારી રે, કહે માનવિજય તે પામશે, અવિચળ પદવી નરનારી છે. મદ૦ ૧૧ આ સ્વાધ્યાય અહીં જરા લાંબે થયા છે, પણ આખા સઝાયને હેતુસર દાખલા કરેલ છે. એના દાખલા આઠે મદના વિચારવા પેશ્ય છે. યથાસ્થાન તેનું નિરૂપણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy