SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત અથાખ્યાત-એ નામનું પાંચમું ચારિત્ર. આ ચારિત્ર બે પ્રકારનું છે છાસ્થિક અને કેવલિક. છાદુમસ્થિક ચારિત્ર ઉપશમવાળાને અગિયારમે ગુણઠાણે હોય અને ક્ષેપક શ્રેણી માંડનારને બારમે ગુણકાણે હેય. કેવળીને તેરમે તથા ચૌદમે ગુણસ્થાનકે જે ચારિત્ર હોય તે કેવલિક વિભાગનું યથાખ્યાત ચારિત્ર જાણવું. જે ઊંચામાં ઊંચું ચારિત્ર કહ્યું છે તેનું નામ યથાખ્યાત ચારિત્ર છે. આ તે મોક્ષની નજીકમાં થાર્ય તે બહુ ઊંચા પ્રકારના ચારિત્રની વાત છે. તીર્થકતતુલ્ય---એને તે કેવળીને હોય તેના જેવું ચારિત્ર હોય. આ ઊંચી હદની વાત છે. પણ આપણો ધ્યાતા આ હોય. વળી એ ધ્યાતા કે હોય તેનું બાકીનું વિવેચન આવતી ગાથામાં પૂર્ણ કરે છે. (૨૫૮) ધ્યાયકનું બાકીનું છેલ્લું વર્ણન-- शुक्लध्यानाद्यद्वयमवाप्य कर्माष्टकप्रणेतारम् । संसारमूलबीजं मूलादुन्मूलयति मोहम् ॥२५९॥ અથ–પ્રથમના બે શુક્લધ્યાનને પ્રાપ્ત કરીને, તે આઠે કર્મને પ્રેરનાર અને સંસારરૂપ વૃક્ષનું મૂળ બી થઈ પડેલા મેહને મૂળથી ઉખેડી નાખે છે. (૨૫૯) વિવરણ--આ ગાથામાં ધ્યાતાનું વર્ણન બાકીનું પૂરું કરે છે અને તેની સાથે ધર્મધ્યાનનું પ્રકરણ પણ પૂરું થાય છે. શુકલધ્યાન--ચોથા પ્રકારના ધ્યાનનું નામ શુધ્યાન કહેવાય. તે શુક્લધ્યાનના પણ ચાર ભેદ છે. આપણે તત્વના નવમાં પ્રકરણમાં (ગાથા ૧૮૯-૨૨૧)તેને અંગે વિચારી ગયા છીએ. આધદ્વયમ--એના પ્રથમ બે પ્રકારે છદ્મસ્થ અવસ્થામાં લાભે છે. એ બે પ્રકાર જરા વિસ્તારથી જોઈ જઈએ. પ્રત્યેક દ્રવ્યને વિશે ઉત્પાદાદિ પર્યાયના ભેદપણનું ચિંતન કરવું, શબ્દથી શબ્દાંતરે તથા અર્થથી અર્થતરે અને દ્રવ્યથી દ્રવ્યાંતરે સંક્રમણ કરવું તથા એક પેગથી બીજા યેગને વિશે એટલે મનથી વચનગને વિશે, વચનગથી કાયયેગને વિશે સંક્રમણ કરવું ઇત્યાદિક તે પહેલું પૃથફવિતર્ક સવિચાર શુક્લધ્યાન. એ ધ્યાન ભાંગિક કૃત પાઠીને ત્રણે ગ છતાં થાય છે. આ ધ્યાનના પ્રકારને સવિતર્ક અને સવિચાર કહેવાનું કારણ એ છે કે અહીં એક પછી એક વિતર્કો-મૃતોપદેશનાં અવલંબને હોય અને એક પર્યાયથી બીજા પર્યાય પર વિચારણા ચાલ્યા કરે છે, પર્યાયભેદે શબ્દસંક્રમણ પણ થયા કરે છે. આવી રીતે વસ્તુતત્ત્વ પર વિચારણે સ્થિર કરવાથી અને એક પર્યાયથી બીજા પર્યાય પર અને એક ગથી બીજા વેગ પર ગમન કરવાથી પ્રાણ પૃથફત્વવિચારણું સ્થિર કરે છે અને પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy