________________
પ્રશમરતિ વિવેચન સહિત તે ઋદ્ધિને કરડે કે દશ હજારે ગુણવામાં આવે તે પણ ઘરબાર વગરના મુનિની અદ્ધિથી અડધી પણ ન થાય અને હજારમે ભાગે પણ ન થાય. (૨૫૭)
વિવેચન-આવા પ્રકારના ધ્યાતા સુનિની આંતરસંપત્તિની કિંમત અહીં લગભગ બતાવે છે. તેથી તે ત્રાદ્ધિ કેટલી પ્રાપ્ત કરવા ગ્ય છે તેને બરાબર ખ્યાલ થશે.
સુરવર–દેવતાની વૃદ્ધિ કરતાં ઇંદ્રની અદ્ધિ ઘણી વધારે હોય છે. તેને તે આ વખત ભેગવિલાસમાં નૃત્ય અને નાટકે જોવામાં પસાર થાય છે. સુરવર એટલે ઇંદ્રની અદ્ધિ સાથે ઘરબાર વિનાના મુનિ ધ્યાતાની ત્રાદ્ધિને ગ્રંથí સરખાવે છે. ઈંદ્રની અદ્ધિ પલામાં એક બાજુએ રાખી તળવામાં આવે અને બીજી બાજુએ પલ્લામાં સાધુ–ધ્યાતાની અદ્ધિ તળવામાં આવે તે, સાધુની ઋદ્ધિનું પલ્લું ઘણું નમે છે.
વિસ્મયનીયા–આશ્ચર્ય ઉપજાવે તેવી. સુવરની અદ્ધિને જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આપણે તે ખરેખર આશ્ચર્યમાં પડી જઈએ છીએ. આપણા શેઠિયાઓ પાસે કરોડ રૂપિયા હોય તેથી વધારે સામાન્ય દેવતા પાસે હોય છે, અને મહર્તિક દેવતા પાસે તેથી પણ વધારે હોય છે, અને ઇદ્ર પાસે તે તેથી પણ વધારે હોય છે. એટલી મોટી એ ઋદ્ધિ હોય કે આપણે તે તેનું વર્ણન વાંચીને આભા બની જઈએ અને મુખમાંથી અહો ! એવું આશ્ચર્ય નીકળી પડે. આ ઇંદ્રોની ત્રાદ્ધિને અણગાર સાધુની અદ્ધિ સાથે સરખાવીએ તે ઈદ્રની ત્રાદ્ધિ હજારમા ભાગની પણ નથી અને અડધી પણ થતી નથી. એટલી કિંમતી ઝદ્ધિ આત્મદષ્ટિવાળા સાધુની હોય છે. - આનંદની કિંમત રૂપિયા આના પાઈથી ન થાય, એ તે આનંદ માણનાર જ જાણે. સાધુ-મુનિ-ધ્યાતા આત્માનંદમાં મસ્ત રહે છે અને તેમની તે મોટી અદ્ધિ છે, તે મોટા ઈંદ્રની સ્થૂળ ઋદ્ધિ કરતાં હજારે ગણી છે. જે આનંદ મુનિને થાય છે તેની કિંમત ઇંદ્રના સુખથી પણ વધારે છે.
આ સર્વ સુખ અને તેને પ્રકાર તે તેને મળે? ક્યારે મળે?. એ જોતાં સુખને તોળવાનું સાધારણ ધારણ મૂકી દેવું જોઈએ. એ તે ઘણી ઊંચી હદની વાત છે અને અનુભવથી જ જણાય તેવું છે. બાકી તે સમજાવવા માટે આ પ્રયાસ ગ્રંથકર્તાએ કર્યો છે
અને આપણે તેને અનુસરીએ છીએ. - આ તુલનામાં કે તેલમાં જરાપણુ અતિશયોક્તિ નથી કે પુસ્તકિયાડા નથી. જેમણે
એ સુખ જાણ્યું છે, જેયું છે, અનુભવ્યું છે તેમનું આ વચન છે અને તેઓ ગમે તેવું જૂઠું બોલવા કે જૂહું સમજાવવાને મનથી પણ પ્રયાસ કે સંકલ્પ ન કરે.
નાધતિ સહસ્રભાગ-હજારમાં ભાગથી અરધી જેટલી પણ ન થાય. એટલે દેવના ઈદ્રના સર્વ સગવડે સરવાળો કરવામાં આવે છે તે સુખ સુનિના સુખના હજારમા ભાગથી અડધું પણ ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org