________________
૬૧૬
પ્રશમરતિ વિવેચન સહિત થાય, શત્રુ કે સામા વર્ગ જેને આપણે ન મળવા માગીએ તે જ સામે મળી જાય. આમ અનિષ્ટસંગના અનેક પ્રસંગે છે, તે બધા અહીં વર્ણવવા માટે સ્થાન નથી. એમાં પિતાની પસંદગીની વાત છે, પિતાને ન ગમે તે અનિષ્ટ, પછી તે માણસ હોય કે વસ્તુ હોય. જે અનિષ્ટ વાત સાંભળવાથી, જાણવાથી કે દેખવાથી ખેદ થાય તે અનિષ્ટસંગમાં આવે છે અને તે પ્રથમ પ્રકારનું આ ધ્યાન છે. આ અનિષ્ટસંગ ખરાબ નથી, પણ જે અનેક પ્રકારના વિચારને એ સ્થાન આપે છે અથવા પ્રાણને વિચાર કરત-નકામાં પરિણામ વગરના આહટદેહટ કરતે કરી મૂકે છે તે પ્રથમ પ્રકારનું દુર્ગાને છે.
બીજા પ્રકારના આર્તધ્યાનમાં ઈષ્ટવિયેગ આવે છે. આપણી વહાલી પત્ની કે એકના એક પુત્રને વિયેગ, તેને લઈને થતી દુર્ગાનપરંપરા આ બીજા વિભાગના આર્તધ્યાનમાં આવે છે. તે વ્યક્તિની પેઠે વસ્તુને પણ લાગે છે. અને પિતાને વડાલી ચીજ જતી વખતે કે તે કોઈ જગ્યા પર મૂકાઈ જાય ત્યારે જે અનેક વિચારપરંપરા ચલાવે છે તે આ બીજા પ્રકારના ઈષ્ટવિયેગ નામના આત્તધ્યાનમાં બીજે સ્થાને આવે છે. આ અનિષ્ટતા કે ઈષ્ટતા મેહજન્ય છે, પણ જે વિચારપરંપરાને તે ઉત્પન્ન કરે છે તે વિચારને અંગે તેને
ખ્યાલ કરવા યોગ્ય છે. જનતાને મોટો ભાગ આ બન્નેમાંથી એક પ્રકારના આર્તધ્યાનમાં પિતાને સમય ગાળો જોવામાં આવશે. એમાં અંતે પિતાનું કાંઈ ચાલતું નથી, પણ અર્થ કે પરિણામ વગરના વિચાર કરવા તે જ દુર્થાન છે. તેથી આ આર્તધ્યાનના પ્રકારને સમજી રાખવા અને તેને માટે આપણે પ્રયાસ ન હોવું જોઈએ, એ ઉપદેશ સર્વ જગાએ આપવામાં આવ્યું છે. આવી રીતે અનિષ્ટસંગ અને ઈષ્ટવિયેગ એ પહેલા અને બીજા પ્રકારના આર્તધ્યાન છે.
ત્રીજા પ્રકારના આર્તધ્યાનમાં રેગચિંતા થાય છે. પિતાને ટી. બી. થશે કે કેન્સર થશે એની અગાઉથી ચિંતા કરવી અને તેને માટે દુર્બાન કરવું તે સર્વ આવા ત્રીજા પ્રકારના આર્તધ્યાનમાં સમાય છે. અનેક રાજગની આગાહી કરવી, પ્લેગ-કોલેરાની આગાહી કરવી અને તેને માટે ચિંતા કરવી તે સર્વ રેગચિંતામાં આવે છે. ચેપીરોગ ચાલતા હોય ત્યારે રખેને તે પિતાને થઈ જશે અને થશે તે શું થશે તેવી ચિંતા કરવી તે સર્વને આમાં સમાવેશ થાય છે. આ પ્રકારનું દુર્થાન પ્રાણીને થાય ત્યારે તેનું જોર ખૂબ હેય છે. પિતાનું ભવિષ્યમાં શું થશે તે વિચારણું તે અગ્રશૌચ નામનો આધ્યાનને
પ્રકાર છે. એમાં માણસ કાં તે રાજ્ય મેળવવા વલખાં મારે છે, કાં તે કઈ પ્રધાનવટું લેવા પ્રયત્ન કરે છે, અને છોકરે જુદે રહેશે તે તે મને કાંઈ આપશે કે નહિ, હું કેવી રીતે મારું ભરણપોષણ કરીશ, આવી ઘણી કલ્પિત મુશ્કેલીઓ ઊભી કરી મન સાથે અનેક દુર્બાન કરે છે. કોઈ પ્રેમ, રાગ, દ્વેષને અંગે અમુક વ્યક્તિને મેળવવા પાસાં ગોઠવે છે અને તે પાસામાં પિતે ફાવશે કે નહિ તેની વિચારણા કરે છે. તેવી જ રીતે વસ્તપ્રાપ્તિ માટે આગળથી અનેક પલટાઓ ગોઠવી તે મળશે ત્યારે પિતે કે માણશે એવા વિચારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org