SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૦ પ્રશમરતિ વિવેચન સહિત " ક્ષમાયુક્ત રહી પૃથ્વીકાયના આરભ કરે નહિ.” હવે આ વાકયમાંથી ખીજુ બધું કાયમ રાખી ‘ ક્ષમાયુક્ત ' શબ્દને બદલે ‘ માવયુક્ત' એ શબ્દ મૂકવાથી ખીજો ભેદ શીલાંગના થાય. તેવી રીતે આ વયુક્ત' શબ્દો મૂકવાથી ત્રીજો શીલાંગને ભેદ થાય. આવી રીતે દશ યતિધર્મના ભેદને બતાવવામાં આવ્યા છે, તેના દશ વાકયા કરી દશ શીલાંગા કરવા. આ દશ વાકયો લખી રાખવાં. એ સર્વ પૃથ્વીકાયના આરંભને અંગે થયા. એ દશ વાકયોને પ્રથમથી વારાફરતાં લઈ પૃથ્વીકાયના આરંભ કરે નહુિ' એટલા વાકયને સ્થાને અનુક્રમે ‘અકાયના આરંભ કરે નહિ', ‘ તેઉકાયને આરંભ કરે નહિ', એવા દેશ પ્રકારના આરભને બદલતાં સેા શલાંગ થાય. એવી રીતે સેા વાકયો લખાયાં. તે સર્વ શ્રોત્રે દ્રિયનો સંવરને અંગે થયા. અને સ્થાને અનુક્રમે ત્યારપછી સ્પર્શ, રસ, ઘ્રાણુ અને ચક્ષુના સંવરની હકીકત લખવાથી પાંચસેા શીલાંગે થાય. આ સર્વ આહાર સંજ્ઞા રહિત ને અંગે ભેદો ગણ્યા છે. તે પાંચસો વાકય સાથે ત્યારપછી ભયસંજ્ઞા અને મૈથુનસંજ્ઞા રહિત હાવાની હકીકત લખવાથી મેહુજાર લેક થાય. આ બે હજાર વાકય અનુક્રમે લખી જવાં. આ સર્વ ભેદ ‘ મને કરીને ’ થયા, તેને ‘ વચને કરી’ અને ‘કાયાએ કરી ’ એમ લખવાથી છ હજાર (૬૦૦૦) ભેદ થાય. એ છ હજાર ભેદમાં ‘ કરે નહિ' એમ જણાવેલ છે. તેની સાથે બીજા ‘કરાવે નહિ' અને ‘અનુમેદના કરે નહુિ ' એવા છ છ તુજાર ભેદ લખવાથી અઢાર હજાર શીલાંગા થાય છે. આવી રીતે ૧૮૦૦૦ શીલાંગલેઢ થાય છે. આ અઢાર હજાર ભેદ બીજી પણ બહુ રીતે ગણી શકાય છે. : કહેવાની મતલબ એ છે કે સદ્દનના આ શીલાંગેા વારવાર વિચારવા, ધારવા, ગણવા અને તેની સામે નજર રાખી મુનિધર્મમાં વ્યાવૃત રહેવું. મુનિજીવન માટે તે એ પ્રાણરૂપ ભારે અગત્ય ધરાવે છે, અને જુદા જુદા આકારમાં વિચારણા માગે છે. આ રીતે વિચારીને તેના અમલ કરવા, એકલા એના જાપથી કાંઇ વળે તેમ નથી. જે વસ્તુ પ્રાણીએ છેવટે હુ'મેશને માટે મેળવવાની છે તે આ શીલાંગના અમલ ઉપર આધાર રાખે છે. આ શીલાંગને અંગેના ટાંચણેા જનતાના હિત માટે અહીં દાખલ કર્યો છે. તેમને સમજીને જે આદરશે તે સુખી થઇ અંતે માક્ષલક્ષ્મીને મેળવશે. (૨૪૫) શીલાંગસેવનનુ ફળ— शीलार्णवस्य पारं गत्वा संविग्नसुगममार्गस्य । धर्मध्यानमुपगतो वैराग्यं प्राप्नुयाद्येोग्यम् ॥ २४६ ॥ અસંવિગ્ન અને સુગમ માગ છે જેના એવા શીલરૂપ સમુદ્રના પાર પામીને જે મુનિ ધર્મધ્યાનને પ્રાપ્ત થાય છે તે મુનિ ખરા (યાગ્ય) વૈરાગ્યને પામે. (૨૪૬) વિવેચન—આ ગાથામાં શીલાંગની આરાધનાનું ફળ બતાવી આ નાનું પણ અતિ મહત્ત્વનું શીલાંગ પ્રકરણ પૂર્ણ કરશે. આપણે તેનાં ફળ-લાભને જોઈ જઈએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy