________________
પ્રથમ
હોય છે. જેમ કોઈને ઘરેણાં પહેરાવ્યાં હોય ને શોભે તેમ અનેક ગુણગણુ એટલે ગુણના સમૂહથી એ દીપી નીકળે છે. પ્રશમની વ્યાખ્યા ચાલે છે. તેના વર્ણનમાં પ્રશમગુણના વખાણ કર્યા છે. તે જરા વિચારવા ગ્ય લાગે છે. પણ સાધુસંતને તે ઘરેણાતુલ્ય છે એટલે જ એને ભાવ છે.
સર્વઆદિત્ય–અનેક સૂર્યો છે, આ જંબુદ્વીપમાં પણ બે ચંદ્ર અને બે સૂર્ય છે. અઢીદ્વીપમાં દશ સૂર્યો છે. આવા અનેક સૂર્યના તેજથી પણ એનું તેજ વધી જાય છે. સાધુ પિતાના ગુણોથી સૂર્યના તેજથી પણ વધારે ઝળકે છે. એ એને ભાવાર્થ છે.
આ ગાથાને ભાવ એ છે કે તેની બાબતમાં સર્વ સૂર્યના તેજ કરતાં આ પ્રશમરસમાં ડૂબેલ વ્યક્તિનું તેજ ઘણું વધારે હોય છે, મતલબ સર્વ તેજસ્વી સૂર્યો પણ એની પાસે નિર્માલ્ય લાગે છે. નિરભિલાષ હય, શરીરની દરકાર વગરના હોય તેવા ગરીબબાપતા-બિચારા લાગે એમ ધરાય, એ પ્રકારની શંકાને દૂર કરવા કહે છે કે પ્રશમરસમાં નિમગ્ન પ્રાણીનું તેજ સર્વ સૂર્યના તેજ કરતાં પણ વધારે થાય છે. (૨૪૨). પ્રશમગુણની મહત્તા–
सम्यग्दृष्टिानी विरतितपोबलयुतोऽप्यनुपशान्तः ।
त न लभते गुण यत् प्रशमगुणमुपाश्रितो लभते ॥२४३॥ અર્થ–-સાધુ સમ્યગદશી હોય, સમ્યજ્ઞાની હેય, વિરતિ ધરાવતું હોય, તપના બળવાળો હોય પણ જે તેણે કોધ વગેરે કષાને જીત્યા ન હોય તે પ્રશમગુણમાં મગ્ન રહેલાને આધ્યાત્મિક શાંતિને જેટલું લાભ થાય છે તેટલે લાભ તેને થતું નથી. (૨૪૩)
- વિવેચન-–આ લેકમાં પ્રશમગુણની મહત્તા દર્શાવી છે. સર્વ સાધના તેનાથી જ ખરી ફળવતી બને છે. તેના વિના સાધના ઝાંખી પડે છે અને ખરે લાભ કરતી નથી. માટે ક્રોધ વગેરે કષાયે જીતી પ્રશમગુણ કેળવા જોઈએ. (૨૪૩)
આ રીતે આ પ્રશમનું નાનું પ્રકરણ આઠ શ્લોકમાં પૂરું થાય છે. આ આખા પ્રકરણમાં ગ્રંથકર્તાએ પ્રશમસુખમગ્ન જીવ કે હોય તેનું વર્ણન કરી પ્રશમની વ્યાખ્યા તે પરથી તારવવાનું વાંચનાર પર છેડ્યું છે. ટીકાકારે તે ચરણાધિકાર અહીં જ પૂર્ણ કર્યો છે. તેઓના મત મુજબ પ્રશમ નામનું પ્રકરણ જુદું પાડવાનું નથી. આપણે તે સગવડ જોઈએ છે. પ્રશમનું પ્રકરણ જુદું પાડવું સગવડ ભરેલું છે. અને પ્રશમની વાત શી કરવી ! અહીં બાળપણમાં વાંચેલ એક વાર્તા યાદ આવે છે.
ભેજરાજાએ ધનપાળ પંડિતને મોકલ્યા કે પૂજા કરી આવે. પૂજાને સામાન રાજાએ આપે. તે પ્રથમ રાધાકૃષ્ણના મંદિરમાં ગયા અને તુરત જ પદો કરી પાછા ફર્યા. પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org