________________
પ્રશમ પ્રશમરસમાં રત થયેલા પ્રાણીને અભિમાન પણ ગાળી કે ઘસી શકતું નથી. આ એક વાત થઈ.
મદન–કામદેવ, વિષયતૃષ્ણ. દેવાંગના પણ એને લલચાવી શક્તી નથી અને તે દૂધપાક કે ફરસાણના રસમાં પણ પડતું નથી. કામદેવની કોઈપણ ક્રિયા એવા પ્રશમસુખમાં લદબદ થયેલા પ્રાણીને નબળે પાડી કે લલચાવી શકતી નથી. એ તે કામદેવથી પણ અજેય છે. આ બીજી વાત થઈ.
મોહ– સર્વ પૌગલિક વસ્તુનું આકર્ષણ. સર્વ કર્મોને રાજા મેહ છે. મેહને રાગદ્વેષ જેવા તે છેકરા છે, પ્રશમરસના રસિયાને એ નબળો પડવા પ્રયાસ કરે, પણ એ તે તેની સાથે પણ ટક્કર ઝીલી અજેય રહે છે.
મત્સર–અસૂયા. પ્રાણીને તે કોઈ સારે થયે તેને મત્સર થાય છે. તેને પાડીને પિતાના જે કેમ કરે તેનાં અનેક કારસ્તાને તે કરે છે અને આગળ વધનારને આગળ જવા દેતું નથી. પણ આ પ્રશમરસને રસિયે તે જરાપણુ મત્સર કરતું નથી. મત્સર એને નરમ પાડી શકતું નથી. એ તે બીજાની પંચાત કરવાને વખત પણ કાઢતે નથી. અને તેમાં સમય બરબાદ કરતા નથી. એ મત્સરથી પણ અજેય જ રહે છે.
રેષ-ક્રોધ. કેઈના ઉપર એ ચિતે પણ નથી. ક્રોધ ઘણે એની આગળ ધડાકા કરે, પણ એ ક્રોધ જ કરતું નથી. તેથી અંતે આક્રોશ કે ધમાલથી દૂર જ રહે છે. જેને પરવૃત્તાંત પર પણ પ્રેમ નથી તેને બીજાની સાથે શું લેવું દેવું? એ પારકા ઉપર કદી રેષ કરેત જ નથી. તેથી રેષ એના ઉપર જીત મેળવી શકો જે નથી.
વિષાદ–શક. કોઈ એનું સગું મરણ પામે કે એની કોઈ ચીજ ખવાઈ જાય કે એવી કોઈપણ સાંસારિક બાબત હોય તે તેના મન પર અસર કરતી નથી. આવા શેકરહિત પ્રાણી પાસે વિષાદ પણ હારી જાય છે અને કાંઈ અસર નીપજાવી શકતું નથી.
અઘગ–ષ ધાતુમાંથી આ શબ્દ નીકળે છે. વૃષ્ય એટલે અભિભૂત થનાર, હારી જનાર. અવૃષ્ય એટલે અજેય. જેને મદ, મદન અને મેહ જેવા કે મત્સર, રોષ, વિષાદ જેવા પ્રબળ શત્રુ પણ મારી હઠાવતા નથી તે બહાદૂર અજેય પ્રાણી. અવૃષ્ય એટલે અજેય, જે કઈથી પણ જીતી શકાય નહિ તે અજેય લડવૈયે.
અવ્યાબાધ-પ્રશમ-શાંતિનાં બાધા-પીડા વગરનાં સુખ મેળવવાની જેને ઈચ્છા છે, જે ગમે તેવા સંગોમાં પણ શાંતિની ઝંખના કરે છે અને ખૂબ જેસથી ઇરછતાં આખરે તેને જે મેળવે છે તે પ્રાણીની આ વાત છે. જે અવ્યાબાધ સુખ મેળવવા પાછળ પડ્યા છે તે તેને માટે થતી કોઈ પ્રકારની પીડાને ગણકારતા નથી. આ પ્રશમસુખ મેળવવા મથનારની મુખમુદ્રા અને ભવ્યતા જુદા જ પ્રકારની હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org