SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમ ૫૮૯ સુજસ વચન એ પ્રમાણ રે.” આવાં ટકશાળી વચનોને મર્મ આપણે દિલમાં ઉતારવો એ સર્વ રીતે આપણું ભવિષ્યના લાભને અંગે જરૂરી છે, આપણું આગામી હિતમાં છે અને આખા આગમનું રહસ્ય પૂરું પાડનાર મુદ્દામ બાબત છે. એમાં આગામી કાળે લાભ થાય છે. તે ઉપરાંત વર્તમાન કાળે પ્રશમને અનુભવ થાય છે ત્યારે તેટલે વખત પણ મનઃપ્રસાદ થાય છે, અને તેટલે વખત શાંતિનું સામ્રાજ્ય અને વાતાવરણ પ્રસરી રહે છે અને ચિત્ત અવ્યાબાધ શાંતિને અનુભવ કરે છે. આ કાંઈ વર્તમાનકાળને જે તે લાભ નથી. મન શાંતિ અનુભવે એટલે આપણી દશા જ ફરી હોય એમ લાગે છે. આપણું આજુબાજુ શાંતિ અને આપણું મનને પણ નિરાંત. તીર્થસ્થાનમાં કે અન્યત્ર એક પ્રભુપ્રતિમાના દર્શન કરે ત્યારે પ્રાણુ જે અભિનવ આનંદ અનુભવે છે તે આ પ્રશમરસના આનંદની વાત છે. તમે કેઈપણ મહાન સત્ય જાણે કે ગણિતને કેયડે સિદ્ધ કરે તે વખતે જે આનંદ અનુભવાય છે તેથી ઘણે વધારે આનંદ આ પ્રશમરસની પ્રાપ્તિમાં અંતર અનુભવે છે. તમે તે કહી બતાવો કે નહિ તે તે ભાષાવર્ગણાના પુગળ પર આધાર રાખે છે, પણ તમારે અનુભવ આ વખતે તમને ભારે સુખને અને અનનુભૂત આનંદને અનુભવ કરાવશે. એ પ્રશમસુખને મસ્ત આનંદ છે અને એને અંદર જ મનમાં અનુભવાય છે. એ મૂંગાએ સાકર ખાધા જે રંગ છે. તે તેનું વર્ણન બીજાને આપી શકે નહિ, પણ તે અનુભવથી જ સમજાય છે. આ પ્રશમસુખને અંગે ગ્રંથકર્તાએ છેડા લેક લખ્યા છે. તેનું મેં જુદું પ્રકરણ પાડયું છે. અને તે સમજવા યોગ્ય છે. • ગ્રંથકારને તે અંગે શું કહેવાનું છે તે હવે આપણે જોઈએ અને એમને સમજવા યત્ન કરીએ. સમજણપૂર્વકનું અનુસરણ એ અજબ વસ્તુ છે અને આ જીવનને લહાવે છે. એને ઝીલવા પ્રયત્ન કરીએ. પ્રશમસુખના અભિલાષીએ स्वगुणाभ्यासरतमतेः परवृत्तान्तान्धमूकबधिरस्य । मदमदनमोहमत्सररोषविषादेरघृष्यस्य ॥ २३५॥ प्रशमाव्याबाधसुखाभिकांक्षिणः सुस्थितस्य सद्धर्मे । तस्य किमौपम्यं स्यात् सदेवमनुजेऽपि लोकेऽस्मिन् ॥२३६॥ અથ—જેના બુદ્ધિ પિતાના (આત્મિક) ગુણ પ્રાપ્ત કરવામાં લાગી ગઈ છે, જે પારકાના અહેવાલે અને વાતેને અંગે આંધળા, મૂંગા, અને બહેરા જેવો થઈ ગયેલ છે. જે અહંકાર, કામવાસના, મેહ, રેષ અને વિષાદથી લેવાઈ ગયે નથી, કઈ પ્રકારની બાધા-પીડા ન કરનાર પ્રશમના સુખની અપેક્ષા-ઇચ્છા જે રાખે છે, અને જે સદાચારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy