________________
સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્ર
પહદે પ્રમાણ-સર્વમાન્ય સત્ય. પ્રત્યક્ષ વગેરે અનેક પ્રમાણે છે. પ્રમાણુથી આત્મા છે તેવી ખાતરી થાય છે અને તર્ક પૂર્વક આત્માનું જ્ઞાન થાય છે. તેથી પ્રમાણુ દ્વારા પણ આત્માને ઓળખે. જૈન શાસ્ત્રકાર સર્વ દષ્ટિબિંદુઓ સ્વીકારે છે અને તેમનું જ્ઞાન કરવા આગ્રહ સેવે છે એ બહુ સુંદર વાત છે. જૈન ધર્મ અને તત્વજ્ઞાનની આ વિશાળતા ધ્યાનમાં રાખવા યોગ્ય છે.
માગે –આ સિવાય બીજા ગમે તે માગે આત્માને ઓળખવે, સમજવો અને અવધારે.
અનુગચં–જાણ, સમજ. આત્મિક જ્ઞાન ગમે તે ભાગે મેળવવું અને સત્ય જ્ઞાન હોય તેને હૃદયમાં ઊતારવું એ ખાસ જરૂરી વિષય છે. આવી રીતે આત્માનું જ્ઞાન કરવાની મહત્તા આ ગાથાથી બતાવી. (૨૨૯) રત્નત્રય મોક્ષસાધક છે–
सम्यक्त्वज्ञानचारित्रसंपदः साधनानि मोक्षस्य । ,
तास्वेकतराभावेऽपि मोक्षमार्गोऽप्यसिद्धिकरः ॥२३०॥ અર્થ–સમકિત, જ્ઞાન અને ચારિત્રની સંપત્તિ એ મોક્ષ મેળવવાનાં ત્રણ સાધન છે. તેમાંથી એકને પણ અભાવ હોય તે મોક્ષમાર્ગ સિદ્ધ થઈ શકતો નથી. (૨૩૦)
વિવેચન—આ ગાથામાં કહે છે કે સમ્યકત્વ (શુદ્ધ શ્રદ્ધાન), જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષ અપાવનાર સાધને છે, પણ તે ત્રણમાંથી એકને પણ અભાવ હોય તે મોક્ષ મળી શકતું નથી. ત્રણે મળીને મિક્ષ અપાવે છે. હાઈડ્રોજન, સફર અને ઓકસીજન મળે ત્યારે સલ્ફયુરિક એસિડ (H,SO) થાય છે. તેમાં હાઈડ્રોજન કે સફર કે ઓકસીજન ન હોય તે સલફયુરિક એસિડ ન થાય અથવા હરડ, બેડાં ને આમળાં પૈકી એક પણ ન હોય તે ત્રિફલા ચૂરણ ન થાય, તેમ ત્રણેની જરૂર છે. ત્રણ મળે ત્યારે મોક્ષસાધન પૂરું થાય છે.
સમ્યક્ત્વ–સમકિત. શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ ઉપર શુદ્ધ શ્રદ્ધા. સાધનાનિ–મોક્ષને ઉત્પન્ન કરનાર છે. તે ત્રણે હોય ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય છે. અભાવ–તે ત્રણમાંથી કઈ એકની પણ ગેરહાજરી હોય કે તે ન હોય તે.
અસિદ્ધિકર-એક્ષપ્રાપ્તિને અકર્તા થાય છે. જેમ હરડા બેડાં આંબળા આ ત્રણે અમુક પ્રમાણમાં હોય તે વ્યાધિને નાશ કરે છે, તેમ આ ત્રણે મળેલ હોય ત્યારે જ સંસારવ્યાધિને નાશ થાય છે.'
આ ત્રણ સાધને પૈકી સમ્યમ્ દર્શન કે જ્ઞાન હોય, પણ ચારિત્ર પ્રાપ્તિ ન હોય તે મોક્ષ પ્રાપ્તિનું તે જનક થઈ શકતું નથી, કારણ કે નિયમ એ છે કે ચારિત્ર હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org