SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૬ પ્રશમરતિ વિવેચન સહિત અથ–પ્રથમ ચારિત્રનું નામ સામાયિક ચારિત્ર, બીજુ છેદો પસ્થાપન ચારિત્ર, ત્રીજું પરિહારવિશુદ્ધિ ચારિત્ર, ચોથું સૂમસં૫રાય અને પાંચમા ચારિત્રના પ્રકારનું નામ યથાખ્યાત છે, એમ ચારિત્રના પાંચ પ્રકાર છે. (૨૨૮) વિરોચન—આ ગાથામાં ચારિત્રનાં નામો માત્ર જણાવ્યાં છે. તે જાણવા સાથે સામાન્ય ખ્યાલ માટે તેનું વિવેચનમાં સંક્ષેપથી વર્ણન કરવામાં આવે છે. આ ચારિત્રને વિષય પણ ખાસ અગત્યને હેઈ સમજવા જેવો છે, આપણે તે સમજવા યત્ન કરીએ. જ આ પાંચ પ્રકારના ચારિત્રનું સ્વરૂપ પાંચમા તત્ત્વનું સ્વરૂપ વિચારતાં પૃ. ૫૬માં લિમાં આવ્યું છે. વિશેષ જણાવતાં નીચેની હકીકત નવ તત્વના બાળાવધ પરથી - સાત વિક–સમ એટલે સમતા. તેને આય જેમાં થાય તે સામાયિક. સમ એટલે પણ થાય. તેને લાભ જ્યાં થાય તે સામાયિક. સાવઘગના ત્યાગરૂપ વાત વાયેબના સેવનરૂપ સામાયિક કહેવાય. તે શ્રાવકને દેશવિરતિરૂપ અને સાધુને સર્વ વિદ્યવિસતિરૂપ. પ્રથમ અને છેલ્લા તીર્થકરના સમયમાં, સર્વવિરતિ સામાયિક દંડક ઉચ્ચાર કર્યા પછી ઉઠામણુ કર્યા સુધી જે રહે તે ઈત્વરિક એટલે સ્વર્ઘકાલભાવી સામાયિક કહેવાય અને વચલા બાવીશ જિનેના સમયમાં તથા મહાવિદેહમાં યાવત્રુથિક એટલે સાયિક ઉચર્યા પછી નિરતિચાર જ પાળે છે, તેથી તેને ઉઠામણુ નહિ હોવાને લીધે હલવાવ લ રહે છે, માટે તેને યાત્મયિક ચારિત્ર કહેવાય સ્થાપન-પૂર્વોક્ત સર્વવિરતિ ચારિત્રને છેદાદિ વિશેષપણે વિશેષીએ ત્યારે શાખા નાના પ્રકારપણું ભજે, તે વારે છેદપસ્થાપન ચારિત્ર થાય. છેદ એટલે પર્યાયને છેદ કરે અને ઉપસ્થાપના એટલે ગણાધિપે આપેલ પંચમહાવ્રત રૂપપણું, જે મહાવ્રતને વિશે હોય તેને છેદો પસ્થાપન કહેવાય, એટલે અહીં નવા પર્યાયનું સ્થાપન તથા પંચમહાવ્રતને ઉચ્ચાર હોય છે. પરિહારવિશુદ્ધિપરિહારતવિશેષ, તેણે કરી વિશુદ્ધિ એટલે કર્મની નિજા જે ચારિત્રમાં હોય તે આ પ્રકાર છે. ગચ્છમાંથી ચાર વિશુદ્ધ ચારિત્રીઓ નીકળી પડે, ચાર જણે તેના અનુચારી બને, નવમે વાચનાચાર્ય થાય. આ નવ પરિહાર લઈ ગચ્છની બહાર નીકળે, ચાર તપ કરે, ચાર તેના અનુચારી થાય અને એક વાચનાચાર્ય થાય. ચાર પરિહારક છ માસ તપ કરે, બહુ આકરે તપ કરે, છ માસ પછી તપ કરનાર વૈયાવચીયા થાય અને વૈયાવચ્ચ કરનાર તપ કરે. પછી છ એ છ બાર માસ થયા પછી વાચનાચાર્ય તપ કરે, તે વખતે તે આઠમાંને એક ગુરુ થાય. એ રીતે અઢાર માસ સુધી વારાફરતી તપસ્યા કરે પછી જિનકલ્પ આદરે અથવા ગચ્છમાં પણ આવે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy