________________
હોય, એ વેધ પાડે ત્યારે એની મુખમુદ્રા અવલકી હોય અને એ ઘર બાંધે ત્યારે એણે માનેલું સ્થાયીપણું જાણ્યું હોય તે સુજ્ઞ માણસને વિચારમાં નાખી દે છે. એ તે જાણે કદી કરવાનું નથી અને અહીં બાંધેલ ઘર કે વસાવેલ ઉપસ્કર સાથે લઈ જવાનું હોય એવી માયાથી વતે છે. એ માથું ઓળે તે એને ચહેરે જેવાલાયક થઈ પડે અને એ કાચમાં ચેનચાળા કરે ત્યારે એ ઘેલે છે એવું સુજ્ઞ માણસને લાગે. આ નવત એને દુનિયા દારીનું ભાન કરાવે છે અને આખરે તર્કથી વિચાર કરતાં જણાય છે કે તે જ પદાર્થો છે અને તે જીવનના સારરૂપ પદાર્થો છે અને તેમાં સર્વને સમાવેશ થાય છે. દુનિયામાં કે જીવનમાં એ સિવાય અન્ય કઈ પદાર્થ નથી, એમ લાગ્યા વગર રહે તેમ નથી. એનું કારણ એ કે આ સર્વ પદાર્થો ઉપસ્કરે, ઠામવાસણે કે ફરનીચર, ગાડી, હાર, બંગલા એ સર્વ પૌગલિક છે અને પુદ્ગળના સર્વ ધર્મ એમાં છે, તે ઉપરાંત કેઈ પણ પદાર્થ જીવતે કે મરેલે અહીં નથી. આવી વિશાળ દૃષ્ટિએ જોતાં આ નવતત્વમય આખું, જીવન છે અને આખી દુનિયા છે.
આ નવ તને એવી યુક્તિપૂર્વક ગોઠવવામાં આવ્યાં છે કે તે સિવાયની કેઈપણ વસ્તુ કે શક્તિ બાકાત રહે જ નહિ. આ નવ તત્વમાં સર્વ વસ્તુઓને સમાવેશ થઈ જાય છે. વૈશેષિકના પદાર્થોને પણ સમાવેશ આ નવ કે સાત તત્વમાં અંતે તમે જ કરી શકશે. એવી જ રીતે, અન્ય દર્શનેએ કહેલ પદાર્થોની કે નૈયાયિકાએ કહેલ પદાર્થોની હકીક્ત સમજવી. જે પદાર્થ હોય તેને સમાવેશ અત્ર બતાવેલ તત્વમાં થઈ જાય છે. '
તેટલા માટે આ તને જૈન પદ્ધતિના કેન્દ્ર તરીકે સમજવાં અને તેમાં જરા પણ શંકા ન કરવી. જીવાદિક નવ પદાર્થને જે જાણે તેને સમ્યકત્વ હય, નવ તવને સહવામાં આવે તે જરૂર જીવના આ સંસારના ફેરા મટી જાય અને એ જરૂર મોક્ષ પ્રાપ્ત કરે. આ મોક્ષ એવું સ્થાન છે કે જ્યાંથી પાછું આવીને જન્મમરણની કડાકૂટમાં પડવાનું નથી. એના આંટાફેરા સર્વ મટી જાય છે અને એ પોતાના ઈચ્છિત સ્થાનકે ગમન કરી શકે છે. આવા મોક્ષને પ્રાપ્ત કરવાને સર્વને ઉદ્દેશ હોવો જોઈએ અને તે આ તત્વજ્ઞાનનું અનિવાર્ય પરિણામ છે એટલું જાણું લઈ તત્ત્વશ્રદ્ધા મજબૂત કરવી, કારણ કે અંતે એ વસ્તુ જ સાથે આવનાર છે અને વાડી, વજીફા, બંગલા, ઘર, દુકાન – એ સર્વ અહી વહેલામડા મૂકી જવાના છે. પિતાનાં સારાં કે ખરાબ કામોની અસર સાથે આવશે અને પછી તે દિવસે વિચાર કે પશ્ચાત્તાપ થશે તે નકામે છે, માટે તંદુરસ્તી વખતે તેનું જ્ઞાન કરી લેવું સારું છે અને લાભદાયી છે. આ સમ્યકત્વનું પરિણામ પણ આપણે વિચારીએ.
સમ્યક્ત્વ એટલે શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ પર શ્રદ્ધા. એના પરિણામે સંસાર પરિમિત થઈ જાય છે અને અધપુગળપરાવર્તના વધારેમાં વધારે કાળમાં તે પ્રાણુ અવશ્ય મુક્તિસ્થાને જાય છે. જાણીને સમજીને કઈ પણ ક્રિયા કરવી તેની વાત જ જુદી છે. જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org