________________
પપ૦
પ્રશમરતિ વિવેચન સહિત આ કાળમાં આ વસ્તુ પ્રવર્તે છે, પેલી વસ્તુ પ્રવર્તતી નથી એ સર્વ કાળદ્રવ્ય મુકરર કરે છે.
પરત્વ-અપરત્વ-પચાસ વર્ષથી પચીશ વર્ષ અપર (ઓછા, કનિષ્ઠ) છે. પચાસ આગળ છે, વધારે છે. પચીસ વર્ષથી પચાશ વર્ષ પર (વધારે, જયેષ્ઠ) છે. વસ્તુમાં મોટાનાનાપણું થાય તે કાળથી થાય છે.
આ વ્યાખ્યા પ્રમાણે કાળદ્રવ્યનું કાર્ય હાનિ-વૃદ્ધિ રૂપ, હોવાપણું અને ગુરુલઘુપણું એ છે. વસ્તુ કાળક્રમે શીવિશીણ થઈ જાય તે પણ કાળનું કાર્ય છે. યુવાન માણસ બુદ્દો થાય તે પણ કાળનું કાર્ય છે અને વસ્તુ તરીકે વસ્તુ હોવી એ કાળથી જ સિદ્ધ થાય છે, તેમ જ વસ્તુમાં ગુરુલઘુપણું પણ કાળથી જ થાય છે.
એક સડી ગયેલા કપડાને ફાડી નાંખતી વખતે એક ધાગેથી બીજે ધાગે હાથ પહોંચે તેમાં તે અસંખ્યાત સમય થાય છે. આંખના એક પલકારામાં અસંખ્યાત સમય થાય છે. કમળના પાંદડાને ઉપર ઉપર ગોઠવેલાં હોય ને હાથમાં ભાલું લઈ તે પાંદડાને વાંધીએ ત્યારે એક પાંદડેથી બીજે પાંદડે ભાલું જાય તેમાં પણ અસંખ્યાત સમય થાય છે. આવું કાળનું સ્વરૂપ છે.
હવે આપણે છઠ્ઠા અને છેલ્લા છવદ્રવ્યની વ્યાખ્યા કરીએ. જીવને ઓળખવા માટે ચાર ચીજો બતાવી છે.
સમ્યકત્વ–શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ પર શુદ્ધ શ્રદ્ધા, તેમાં કોઈ જાતની શંકા ન થાય તેવી વિશુદ્ધ શ્રદ્ધા તે સમ્યક્ત્વ.
જ્ઞાન–જાણવું તે, વસ્તુનું સ્વરૂપ વિશેષ પ્રકારે જાણવું તે જ્ઞાન. સમ્યક્ત્વ એટલે શુદ્ધ દર્શન અર્થાત્ શુદ્ધ શ્રદ્ધા. એ પ્રથમ દર્શનને ગુણ છે અને એ પ્રાણુન-જીવના અનાદિ અસલ લક્ષણને એક ભાગ છે.
ચારિત્ર–ચર્યા. એના સામાયિકાદિ પાંચ પ્રકાર છે. એ પણ જીવને અનાદિ અસલ ગુણ છે. નિજ સ્વરૂપમાં રમણ કરવું તે ચારિત્ર છે. વ્યવહારથી કિયાનિધિરૂપ ગમે તે એક ચારિત્ર અને તેથી વધારે ચારિત્ર જીવમાં હોય છે. આ ત્રીજું જીવનું લક્ષણ છે.
વીર્ય––આ જીવનું અસલ ચોથું લક્ષણ છે. વીર્ય એટલે શક્તિ. એના કરણ અને લબ્ધિરૂપ બે પ્રકાર છે. કોઈપણ પ્રકારની શક્તિ હોય તે જીવ છે. જીવ તે ગમે તેવા શસ્ત્રની અંદર પણ પિસી નીકળી શકે છે. એ ઇંદ્રના વજની પણ આરપાર જાય આવે. આ ચાર નૈસર્ગિક ગુણ જેને હોય તેને જીવ કહેવામાં આવે છે.
અહીં છ દ્રવ્ય સંબંધી હકીકત પૂર્ણ થતાં તત્વવિભાગ પૈકી જીવ તત્વ અને અજીવ તત્વ પૂરા થાય છે. જેઓ સાત તત્વ માને છે તેઓ કહે છે કે સુખ આપે તેવા અનુ
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org