________________
તત્ત્વ
* પર
ઉત્પાદવિગમનિત્યત્વ—ઉત્પત્તિ, વિનાશ અને નિત્ય (ધ્રુવતા) એ સની વ્યાખ્યા છે. અમુક વસ્તુ-પદાર્થ છે, તેની ત્રણ સ્થિતિ હોય છે. તે ઉપજે છે, નાશ પામે છે અને તેમાં નિત્યત્વ હોય છે. ઉમાસ્વાતિ તવાર્થાધિગમમાં કહે છે (૫-૨૯) કે ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત સત્ જે ઉત્પાદ, વ્યય અને દ્રૌવ્ય એ ત્રણેથી યુકત અર્થાત્ તદાત્મક છે તે સત્ કહેવાય. “સના સ્વરૂપ વિશે ભિન્ન ભિન્ન દશનેનાં ભિન્ન ભિન્ન મત છે. કઈ દર્શન (વેદાન્ત, ઔપનિષદ, શાંકરમત) સંપૂર્ણ સત્ પદાર્થને (બ્રહ્મને) કેવળ ધ્રુવ (નિત્ય) જ માને છે. કોઈ દર્શન (બૌદ્ધ) સપદાર્થને નિરન્વય ક્ષણિક માને છે. કોઈ દર્શન (સાંખ્ય) ચેતનતત્ત્વરૂપ અને તે કેવળ ધ્રુવ (કૂટસ્થનિત્ય) અને પ્રકૃતિતત્વરૂપ સને પરિણામિનિત્ય (નિત્યનિત્ય) માને છે. કોઈ દર્શન (વૈશેષિક) અનેક સત્ પદાર્થોમાંથી પરમાણુ, કાળ, આત્મા આદિ કેટલાંક સત્તને કૂટસ્થનિત્ય અને ઘર, વશ્વ આદિ કેટલાંક સને માત્ર ઉત્પાદવ્યયશીલ (અનિત્ય) માને છે. પરંતુ જૈનદર્શનનું સના સ્વરૂપ સંબંધનું મંતવ્ય ઉક્ત બધા મતેથી ભિન્ન છે અને સદર સૂત્રમાં બતાવ્યું છે.”
જૈન દર્શનનું માનવું એ છે કે જે સત–વસ્તુ છે તે ફક્ત પૂર્ણરૂપે કૂટસ્થ નિત્ય અથવા ફક્ત નિરવ વિનાશી અથવા એને અમુક ભાગ કૂટસ્થનિત્ય અને અમુક ભાગ પરિણમિનિત્ય અથવા એને કઈ ભાગ તે ફક્ત નિત્ય અને કેઈ ભાગ તે માત્ર અનિત્ય એમ હોઈ શકતું નથી. એના મત પ્રમાણે ચેતન અથવા જડ, મૂર્ત અથવા અમૂર્ત, સૂક્ષ્મ અથવા સ્થળ બધી સત્ કહેવાતી વસ્તુઓ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રૂપે ત્રિરૂપ છે.”
પ્રત્યેક વસ્તુમાં બે અંશ છે. એક અંશ એવો છે કે જે ત્રણ કાળમાં શાશ્વત છે અને બીજો અંશ સદા અશાશ્વત છે. શાશ્વત અંશના કારણથી પ્રત્યેક વસ્તુ ધ્રૌવ્યાત્મક, (સ્થિર) અને અશાશ્વત અંશના કારણથી ઉત્પાદવ્યયાત્મક (અસ્થિર) કહેવાય છે. આ બે અંશેમાંથી કઈ એક બાજુએ દષ્ટિ જવાથી અને બીજી બાજુએ ન જવાથી વસ્તુ ફક્ત સ્થિરરૂપ અથવા ફક્ત અસ્થિરરૂપ માલૂમ પડે છે. પરંતુ બંને અંશેની બાજુએ દષ્ટિ આપવાથી વસ્તુનું પૂર્ણ અને યથાર્થ સ્વરૂપ માલુમ પડે છે. એથી બંને દૃષ્ટિઓને અનુસારે જ આ સૂત્રમાં સત્-વસ્તુનું સ્વરૂપ પ્રતિપાદિત કર્યું છે.” આ પ્રમાણે પંડિત સુખલાલ સદર સૂત્ર ઉપર સૂચક વ્યાખ્યા કરે છે, તે અત્ર દાખલ કરી છે. . - તે જ પંડિત સુખલાલ જેઓ પ્રજ્ઞાચક્ષુ છે તે પછીના સૂત્ર(પ.૩૦)માં જણાવે છે કે (નિત્યની વ્યાખ્યા પર વિવેચન કરતાં) “બધાં તમાં વ્યાપકરૂપે પરિણામિનિત્યત્વ વાદને સ્વીકાર કરવા માટે મુખ્ય સાધક પ્રમાણ અનુભવ છે. સૂકમ દષ્ટિથી જોતાં કોઈ એવું તત્વ અનુભવમાં નથી આવતું કે જે અપરિણામિ હોય, અથવા માત્ર પરિણામરૂપ હોય. બાહ્ય આત્યંતર બધી વસ્તુઓ પરિણમિનિત્ય માલૂમ પડે છે, જે બધી વસ્તુઓ ક્ષણિક માત્ર હોય તે પ્રત્યેક ક્ષણમાં નવી નવી વસ્તુ ઉત્પન્ન થવા તથા નષ્ટ થવાને લીધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org