SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ પ્રથમતિ વિવેચન સહિત પાંચ ભાવવાળા હોય છે, તે પાંચ ભાવાનાં નામ ઉપર મૂળ ગાથામાં જણાવ્યાં. એક સાન્નિપાતિક ભાવ છઠ્ઠો આવતી ગાથામાં કહેશે. જુદી જુદી સ્થિતિમાં વવું તે ભાવ. પારિણામિક ભાવ—દ્રવ્યના જે એક પરિણામ દ્રવ્યના અસ્તિત્વથી જ પોતાની જાતે જ ઉત્પન્ન થયા કરે છે તે પારિણામિક ભાવ. અથવા કોઈપણ દ્રવ્યનું જે સ્વાભાવિક સ્વરૂપપરિણમન તે જ પારિણામિક ભાવ કહેવાય છે. ઔદિયક ભાવ ઉદયથી પેદા થાય તે ઔયિક ભાવ, ઉદય એક પ્રકારની આત્માની કલુષિતતા છે. મેલ મળવાથી પાણીમાં આવતી મલિનતાની પેઠે તે કર્મના વિપાકઅનુભવથી ઉત્પન્ન થાય છે. ડાળાયેલાં મેલાં પાણી જેવી રીતે મલિન દેખાય છે તેવા જ આ ઔચિકભાવ છે એમ જાણવું. ઔપામિક—ર્મના ઉપશમથી પેદા થાય તે ભાવ ઔપશમિક ભાવ કહેવાય છે. ઉપશમ એક પ્રકારની આત્મશુદ્ધિ છે. કચરા નીચે બેસી જવાથી પાણીમાં આવતી સ્વચ્છતાની પેઠે સત્તાગત કર્મના ઉદય તદ્દન રોકાઈ જતાં તે ઉત્પન્ન થાય છે. આમાં કચરો કે મેલમાત્ર બેસી જાય છે, પણ મેલથી એ મલિન તે હાય છે. ક્ષાયિકભાવ-કર્મના ક્ષયથી પેદા થાય તે ક્ષાયિકભાવ છે. ક્ષય એ આત્માની એક એવી પરમ વિશુદ્ધિ છે, જે સર્વથા કચરા કાઢી નાખવાથી જળમાં આવતી સ્વચ્છતાની જેમ કર્મના સંબંધ અત્યંત છૂટી જતાં પ્રગટ થાય છે. ક્ષયાપશમજ-ક્ષય અને ઉપશમથી પેદા થાય એ ક્ષાપશમિક ભાવ છે. ક્ષયાપશમ એક પ્રકારની આત્માની શુદ્ધિ છે કે જે કર્મના ઉદયમાં નહિ આવેલ અંશના ઉપશમથી અને ઉદયમાં આવેલ અંશના ક્ષયથી પ્રગટ થાય છે. ધેાવાને લીધે માદક શક્તિ કાંઇક નાશ પામવાથી અને કાંઇક રહી જવાથી કાદરાઓની વિશુદ્ધિની જેમ એ વિશુદ્ધિ નિશ્ચિત હાય છે. આવી રીતે આ ગાથામાં પાંચ પ્રકારના ભાવાની વ્યાખ્યા કરી. એ સર્વ ભાવે સર્વાં જીવાને લાગુ પડતા નથી. ઓછામાં ઓછા એ ભાવેામાં જીવ વતતા હાય છે. એકથી વધારે ભાવેશમાં વર્તે છે. એટલા માટે એકથી વધારે ભાવના સન્નિપાત થાય, સાથે વતે તેને સાન્નિપાતિક ભાવ કહે છે. તે હુવે પછીની ગાથામાં કહેશે. સાંખ્યદર્શન આત્માને ફૂટસ્થનિત્ય માને છે, અને એમાં કોઇ જાતને પિરણામ માનતા નથી. જ્ઞાન, સુખ, દુ:ખાદિ પરિણામને તેએ પ્રકૃતિના જ માને છે. વૈશેષિક અને નૈયાયિક દર્શીને જ્ઞાન આદિને આત્માનેા ગુણુ માને છે ખરા, પણ તે આત્માને એકાંત નિત્ય – અપરિણામી માને છે. નવીન મીમાંસકોને મત વૈશેષિક અને નૈયાયિક જેવા જ છે. બૌદ્ધદર્શીન પ્રમાણે આત્મા એકાંતક્ષણિક અર્થાત્ નિરન્વય પરિણામને પ્રવાહુમાત્ર છે. ભિન્ન ભિન્ન ક્ષણામાં એછાવધતા થતા સુખદુઃખના અને ભિન્ન ભિન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy