________________
તરવે
પce ભેદ--આવી રીતે જીવોના અનેક પ્રકાર પડે છે. તે તેના લક્ષણથી જાણવા. ઉપર જણાવ્યું તેમ સંસારી જીવના એકથી માંડીને ૫૬૩ સુધી પ્રકારે ગણવામાં આવ્યા છે. આ પ્રકારોમાંથી છેડા પ્રકાર નીચે ગણવશે. આવી રીતે અનેક પ્રકારો ગણ શકાય છે. એમાં સવ સંસારી ને સમાવેશ થાય છે.
યાદ રાખવું કે આ પ્રથમ જીવતત્ત્વની વાત ચાલે છે અને નિંદા કુથળી કે લેકકથામાં વખત કાઢવાને બદલે આ તત્ત્વચિંતનમાં સમય પસાર કરવો તે હિતાવહ છે. તેથી આપણે તત્વ એ શું ચીજ છે તેને વિચાર કરવાને અંગે પ્રથમ તત્ત્વને એનાં અનેક દૃષ્ટિબિંદુએથી વિચારીએ છીએ. (૧૯૦) બે, ત્રણ, ચાર પ્રકારના છ--
द्विविधाश्चराचराख्यास्त्रिविधाः स्त्रीपुंनपुंसका ज्ञेयाः।
नारकतिर्यग्मानुषदेवाश्च चतुर्विधाः प्रोक्ताः ॥१९१॥ અર્થ-ચર (ત્રસ) અને અચર (સ્થાવર) એ નામના બે પ્રકારના છે જાણવા અને સ્ત્રી, પુરુષ અને નપુંસક એમ ત્રણ પ્રકારના જીવ જાણવા તેમ જ નારકે, તિર્યંચા, મનુષ્ય અને દેવો એમ જીવોને ચાર પ્રકારના બતાવવામાં આવ્યા છે. (૧૯૧) - વિવેચન--હવે ઉપર જે બે, ત્રણ અને ચાર પ્રકારના. સંસારી જીવો કહ્યા તે ભેદ કેવી રીતે પડે છે તેની વિગત સમજાવે છે. - દ્વિવિધા--સર્વ સંસારી જીવો બે પ્રકારના હોય છે. આ બે પ્રકારમાં સર્વ સંસારી જીવોને સમાવેશ થઈ જાય છે. તે બે પ્રકારે નીચે પ્રમાણે છે.
ચર–વસ, હાલે ચાલે તેવા, તડકેથી છાંયે જઈ શકે તેવા. આવા ત્રસ જીવેને બે, ત્રણ, ચાર કે પાંચ ઇંદ્રિયે હોય છે. એ ઉપરાંત તેઉકાય અને વાઉકાયના એકેન્દ્રિય
ગતિત્રસ કહેવાય છે. તેઓ હાલચાલે તેવા હોય છે. આ અચર–સ્થાવર. એક સ્થાનકે રહે તેવા સ્થાવરે. તે એ કે દ્વિયે જ છે. તેમાં પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિમાં રહેનારા સર્વ સ્થાવર એકેદ્રિયનો સમાવેશ થાય છે. એ ચર અને અચર અથવા ત્રસ અને સ્થાવર જેમાં સર્વ સંસારી જીવને સમાવેશ થાય છે. એની વિશેષ વિગત જીવવિચારમાંથી મળે છે.
ત્રિવિધ–હવે સર્વ સંસારી જીવના ત્રણ પ્રકાર-ભેદો પડે છે, તેની વિગત જણાવે છે. આ ત્રણ પ્રકારના માં પણ સર્વ સંસારી જીવોને સમાવેશ થઈ જાય છે. તે પ્રકારે નીચે પ્રમાણે છે.
સ્ત્રી–જે વેદેદયથી પુરૂષને ભોગવવાની વૃત્તિ થયા કરે તે સ્ત્રીવેદોદયવાળા પુરુષભેગી જીવો સમજવા. કેટલાક જીવને સ્ત્રીવેદને ઉદય હોય છે. મોક્ષમાં ગયા પછી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org