________________
૫૦૦
પ્રશમરતિ વિવેચન સહિત શાસ્ અને ત્રે એ બે ધાતુન શાસ્ત્ર શબ્દ બને છે. શાસ્ત્ર હકમ કરીને પ્રાણીનું પાલન-રક્ષણ કરે છે. એને હુકમ પ્રાણને દુર્ગતિમાં પડવાથી બચાવી લે છે, પણ હુકમને માનવે જ જોઈએ, સત્ય તરીકે સ્વીકારવો જોઈએ.
સર્વશબ્દવિ--પ્રાકૃત સંસ્કૃત શબ્દના જાણકારે. આવા તે માત્ર પૂર્વધર મુનિ જ હોય, કારણ કે એના રાગદ્વેષ ઘણા ઘટી ગયા છે, તેઓ જાતે નિઃસ્પૃહી છે અને કયા શબ્દને કઈ રીતે ઉપયોગ કરે, તેના જાણનાર છે, તેમાં ઘણા આગળ વધેલા છે. તેઓ શબ્દશાસ્ત્ર અને વ્યાકરણને પાર પામેલા છે, પારંગત છે, ખૂબ વિચારક છે. તેઓએ શાસ્ત્ર” શબ્દને આ અર્થ કરે છે. (૧૮૬) “શાસ્ત્ર શબ્દનો અર્થ
यस्माद्रागद्वेषोद्धतचित्तान् समनुशास्ति सद्धर्मे ।
संत्रायते च दुःखाच्छास्त्रमिति निरुच्यते तस्मात् ॥१८७॥ અર્થરાગદ્વેષથી જેમનાં મન સુબ્ધ થયેલાં છે એવા પ્રાણીઓને દબાવી ફેસલાવી સદ્ધર્મમાં લાવી મૂકે છે અને દુઃખમાંથી પ્રાણીઓને બચાવ કરે છે, માટે તેને શાસ્ત્ર કહેવામાં આવે છે. (૧૮૭).
વિવરણ–-હવે “શાસ્ત્ર' શબ્દનું જે વ્યુત્પતિસ્થાન મુકરર કર્યું તેને કેવી રીતે લગાડવું અને તે કેમ લાગે છે તે આ ગાથામાં કુટ કરે છે. આ “શાસ્ત્ર’ શબ્દને અર્થ વિચારીને તેને તે અર્થમાં અનુસરો.
રાગદ્વેષ ––આ પ્રાણીને રાગદ્વેષ કેવી રીતે હેરાન કરે છે, સંસારમાં રખડાવે છે તે આપણે પૂર્વે વિષયકષાયના પ્રકરણમાં જોઈ ગયા છીએ. રાગ એટલે સંસાર કે સગાઓ પ્રતિ પ્રેમ, આકર્ષણ અને તેમના તરફ પ્રીતિ અને તેનાથી ઊલટો તે દ્વેષ, અપ્રીતિ. આ રાગદ્વેષ પ્રાણીને સંસારમાં ખૂબ મૂંઝવે છે તે વાત અગાઉ વિચારાઈ ગઈ છે.
ઉદ્ધત—બેશરમ, બેઅદબ, હલાવેલ. આ રાગદ્વેષથી મન હાલે ચાલે છે, ઊંચું નીચું થાય છે, લાજ શરમ વગરનું થઈ જાય છે, એને નાનામોટાને સંબંધ રહેતું નથી. રાગદ્વેષ પ્રાણને બેશરમ બનાવી અનેક જાતના નાચ કરાવે છે. એ પ્રાણીની લાજ મર્યાદા મૂકાવી દે છે. આ પ્રાણીઓને શાસ્ત્ર ફરમાવે છે કે તેમણે તેવા ન થવું જોઈએ. આટલું અનુશાસન કરીને તેમને વિશુદ્ધ ધર્મમાં સ્થાપન કરે છે, તેમને ઠેકાણે લઈ આવે છે અને તેમની સર્વ ઉદ્ધતાઈને સરખી કરે છે, આનું નામ જ અનુશાસન.
સદ્ધર્મ-સારા સાચા ધર્મમાગે લઈ આવે છે, એને અતિ બેશરમ રાગદ્વેષને માર્ગ મૂકાવી પ્રાણીને સદ્ધર્મ તરફ દોરવણી આપે છે. આથી રાગદ્વેષથી ભરેલા ચિત્તને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org