________________
પ્રકરણ ૮ સુ : કથા
સારી કથાઓ ચાર પ્રકારની છેઃ આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદિની અને નિવેદિની. આ ચારે કથા તે ગ્રંથકર્તા ચિતરશે. તે ઉપરાંત દેશકથા, રાજકથા, ભેાજનકથા અને સ્ત્રીકથા એ ચારે અનથ દંડ છે, નકામી કથા છે. આજકાલ ન્યુસપેપર – છાપાં વાંચવામાં લોકો એટલા બધા સમય કાઢે છે કે એને દેશકથાના વિભાગમાં મૂકી શકાય. સવારે ઊઠીએ ત્યાં છાપું, તે સાંજ સુધી પૂરું કર્યુ” ન કર્યુ ત્યાં તે સાંજનાં છાપાં આવે છે અને આપણી કાંઈ લેવાદેવા ન હોય તે છતાં આપણે છાપાં વાંચવામાં વખત કાઢીએ છીએ. એ અનર્થદર્દીની નકામી વાત છે. ખબર ખાતર છાપું અલપઝલપ વાંચી જવું એ જુદી વાત છે અને તે ખાતર અગત્યના કે ઘણા સમય કાઢવા તે જુદી વાત છે. અમુક સમય તે સમાચાર જાણવા ખાતર કાઢવા જોઈએ, પણ તેને મર્યાદા છે. આખા વખત છાપાં કાઢીને પસાર કરવા તે ઉચિત નથી, અમુક સ્થળે અમુક મીનીસ્ટ્રી આવી, તેમાં અમુક માણુસા આવ્યા, રાજ્યની અમુક નીતિ શી તેની વાતા કરવી તે પણ દેશથામાં આવે છે. એ તા લાકો નવરા પડે એટલે રાજ્યની વાત કરે અને રેશનીંગના આ યુગમાં સરકારની તે નીતિ પર પાતાના અભિપ્રાય આપવા લાગી જાય. જે વાતનું પેાતાને કાંઈ લાગે વળગે નહિ, જેની અસર કાંઇપણ થાય નડુિ તે વાત કરી તે જીભના ઊભરા કાઢે. આવી જાતની અને પ્રકારની દેશકથા કરવા યેાગ્ય નથી. એમાં સમય ગેરરીતે પસાર થાય છે અને કોઈ જાતના લાભ થતા નથી. તેથી આવા પ્રકારની દેશકથા કરવી નહિ.
તેવી જ રીતે હૈદ્રાબાદ જોડાયું કે નહિ અને કાશ્મીરના પ્રશ્ન કે બીજા કોઈ દેશી રાજના અથવા બંધારણના પ્રશ્ન એ સર્વ રાજકથામાં આવે છે. આપણે કોઈ જવાબદાર સ્થાને હાદ્દો ધરાવતા હોઈએ અને આપણી વાતાની કાંઈ અસર થાય તેવું હાય તા જુદી વાત છે. પણ નકામાં ગપ્પાં મારવા કે જીભને છૂટી મૂકવી એમાં ન તે રાજ્યનું સારુ થાય, ન તે પોતે કાંઈ અસર કરી શકે. આ અર્થ વગરની કથાએ કરીને વખત કાઢવા જેવું નથી. આપણા વખત ઘણા ઉપયેગી છે અને આપણે ઘણાં અગત્યનાં કામેા કરવાનાં છે એ ધ્યાનમાં રાખી આવા પ્રકારની નકામી વાતı ન કરવી, ન ફેલાવવી. એ દેશકથા અથવા રાજકથાના વિભાગમાં આવે છે અને તે અનથ છે.
દેશકથા જેવી જ નકામી ભેાજનકથા છે. કલાણાએ જમણુ કર્યું, તેમાં મણે મણમણુ ઘી પાયું અને અમુકે અઢી શેર પાયું અને અમુક માણસે તે શાક સુરતથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org