________________
યતિધર્મ
૪૭૩ અનશન–ન ખાવું તે, ઉપવાસ. તે છમાસ સુધીના, વચ્ચે બેત્રણ આદિ ઉપવાસને સમાવેશ થાય છે. આમાં આહારત્યાગ એ મુખ્ય બાબત છે. પાંચપચીશ ઉપવાસ કરવાથી કર્મો જે પૂર્વે બંધાઈ ગયેલાં હોય છે તે ખરી જાય છે. આ કાળમાં વધારેમાં વધારે છે માસના ઉપવાસની પરવાનગી છે. સમજીને બની શકે તેટલે આહારને ત્યાગ કરવો. આ રેશનના જમાનામાં તે ઉપવાસ કરવાથી વધારે લાભ થાય છે. આ સંબંધમાં અન્ય ગ્રંથકારે શું કહે છે તે આપણે હવે પછી જોઈશું.
ઊનદરતા–પિતે સામાન્ય રીતે ખાતે હોય તે કરતાં બે પાંચ કેળિયા ઓછું ખાવું, પિટ ઠાંસી ઠાંસીને ન ભરતાં જરા અધુરા રહી જવું. સામાન્ય રીતે આહાર બત્રીશ કેળયાને ગણાય છે, તેને બદલે બેપાંચ કેળિયા આહાર એ છે કે અને ઊભું રહેવું તે પણ એક જાતને બાહ્ય તપ છે. તેનું નામ ઊણોદરી તપ કહેવાય છે. - વૃત્તિસંક્ષેપ-આપણી જે વિવિધ વસ્તુઓ લેવાની વૃત્તિ (લાલચ) હોય તે ટૂંકાવવી. હમેશ લેતા હોઈએ તેમાં પણ ગણતરી કરી અમુક વસ્તુઓ જ લેવી, અમુક પ્રમાણુ હોય કે પ્રસંગ હોય તે જ આહાર લે. એવી રીતે માંગીને ભીખીને લેવાનું હોય તેમાં પણ અમુક નિયમે જ ભિક્ષા લેવી, અમુક સંગમાં જ ભિક્ષા લેવી, અમુક સંખ્યામાં દ્રવ્ય ખાવાં. આવી રીતે વૃત્તિને સંક્ષેપ કરો તે પણ ત્રીજે બાહ્ય તપ છે. દરરોજ આપણે ૩૦ દ્રવ્ય ખાતા હોઈએ તે તેનાથી થોડા ઓછા દ્રવ્ય ખાવાં તે વૃત્તિક્ષેપ તપમાં આવે છે. એ ત્રીજે બાહ્ય તપ થયો. અહીં સંક્ષેપને અર્થ ટૂંકાણ થાય છે. દરરોજ ખાવાનાં અમુક દ્રવ્ય રાખ્યાં હોય તેમાં પણ ઓછાં કરવાં તે, એનું નામ વૃત્તિનું પણ ઓછા
કરવાપણું છે.
રસત્યાગ-છ વિગઈ છે–ઘી, તેલ, છાશ, ગોળ, દૂધ અને માખણ. તેમાંથી એક બે કે વધારે વિગઈ આજે મારે મૂળથી ખાવી નથી એવો એ ચેથા પ્રકારને બાહ્ય તપ રસત્યાગ’ નામને છે.
કાયલેશ–શરીરે તડકામાં ઉઘાડા બેસવું કે લેચાદિક કષ્ટ સહન કરવાં તે કાયકલેશ નામને પાંચમે બાહ્ય તપ કહેવાય છે. કાઉસગ્ન કરવાને પણ આ કાયક્લેશ નામના પાંચમા બાહ્ય તપમાં સમાવેશ થાય છે.
સલીનતા–ઇદ્રિય અને ઇન્દ્રિયને ગોપન કરી રાખવી તે છો અને છેલ્લે બાહી તપ ગણાય છે. શરીરનાં અંગોપાંગને સંકેચી રાખવા તે પણ આ પ્રકારને બાહ્ય તપ ગણાય છે.
ભૂખ્યા રહેવું કે પિતાની જરૂરિયાત ઓછી કરવી, તેમાં પણ ટુંકાણ કરવું, ધારેલ વસ્તને પણ સંક્ષેપ કરે અથવા અંગે પગને સંકેચી રાખવા, એક પગ પર ઊભા રહેવું,
પ્ર. ૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org