________________
યતિધર્મ
૪૫૯ ધર્મને શું લાગે વળગે ? માયાવી, દંભી, દેખાવ કરનારને ધર્મ હો તે અસંભવિત વાત છે. કાંઈપણ છુપાવવું નહિ, ઢાંકપિછોડે કરે નહિ, ગોટા વાળવા નહિ એ સરળતા છે. માયાવી પ્રાણીમાં એમનું કાંઈ હોતું નથી. જે માણસ સીધે સરળ હોય છે તે આવા ગોટા વાળ નથી. - અશુદ્ધાત્મા–આવા પાપથી ભરાયેલે સંક્લિષ્ટ આત્મા ધર્મનું આરાધન કરતે નથી. એ સંકિલષ્ટ આત્મા ગોટા વાળી, છેતરપિંડી કરી ધમી હોવાનો દેખાવ કરે છે, પણ એ ખરે સંક્લિષ્ટ છે, દુનિયાદારીને માણસ છે, પદ્દગળમાં રસ ધરાવતે આત્મા છે. એવો પ્રાણી સંસારમાં રખડનાર છે. એ કદી ધર્મનું આરાધન કરી શકતું નથી. એ ધર્મ કરવા જાય પણ એની માયાવી નીતિ અને ધર્મારાધનથી દૂર રાખે છે. - ન મેક્ષ-ધર્મ વગર મોક્ષ થતું નથી. અને જ્યાં પ્રાણુ ધર્મ આરાધન કરી શકતે નથી એવા પ્રાણીની મુક્તિ કેમ થાય ?
ન અન્ય—મક્ષ સિવાય બીજુ કઈ ઊંચામાં ઊંચા પ્રકારનું સુખ નથી. જે તમારે હંમેશને માટે છૂટકારો મેળવવો હોય અને તમે તે બાબતમાં ગંભીર હો તે મેક્ષ-મુક્તિ સિવાય બીજું કઈ ઉત્કૃષ્ટ સુખ નથી. જે સુખની પાછળ દુઃખ આવીને ઊભું હેય, જે સુખ સ્થાયી ન હોય તેને ખરેખરું સુખ જ ન કહી શકાય. મોક્ષ તે એકવાર મળે ત્યાર પછી જન્મ-જરા મરણની સર્વ ઉપાધિઓ મટી જાય છે. તેથી મોક્ષ સિવાય અન્યત્ર અન્ય કોઈપણ સ્થાને સુખ સાચા અર્થમાં છે જ નહિ.
આ ગાથામાં ત્રીજા યતિગુણની આપણે વાત જાણી. સરળતા રાખવી, માયાને, દેખાવને, છેતરપિંડીને, દંભને ગોટાળે છેડી દેવો અને પરમસુખ જે મોક્ષ છે તે માટે પ્રયાસ કરવાનું પરંપરાથી કારણ માથાના દેખાવને ત્યાગ છે. માયાના ત્યાગથી પરમસુખ જે મિક્ષ છે તે સરવાળે પ્રાપ્ત થાય છે. આ માયાને પ્રભાવ છે અને પ્રાણી જે ન હોય તે દેખાવા શા માટે અને કેટલા વર્ષ માટે પ્રયાસ કરતે હશે? અંતે તે એ પકડાઈ જાય છે, ઉઘાડે પડી જાય છે અને જાહેર થઈ વધારે બેઆબરૂ બને છે. આવા દેખાવ કે ગોટાળે કરવાના દંભને ત્યાગ કરી સરળતા રાખવી. એ ત્રીજે આજ ગુણ છે અને સર્વ યતિમાં તે હે જ જોઈએ, અને શ્રાવકમાં તે હોય તે બહુ શોભે અને મોક્ષના પરમસુખને એ નજીક આણે.
જેવા હોઈએ તેવા દેખાવું તેમાં આકરી શી વાત છે? દેખાવ કરવા માટે તે અનેક વાર ઘાટ ઘડવા પડે છે, જૂઠાં સાચાં બોલવાં પડે છે અને ધાંધલ કરેલ હોય તેને યાદ રાખી નાચ નાચવા પડે છે, જ્યારે સરળતા તે હોય તેવા દેખાવામાં છે, તે સીધે રસ્તે છે અને પ્રયત્ન વગર લભ્ય છે અને સાહજિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org