________________
યતિધર્મ
૪૯ આ પ્રકરણમાં સ્પષ્ટ કરેલ યતિધર્માદિ સમાચાર અને તેમ કરીને તારું હિત સાધ. નહિ તે, કાળને સપાટે ચઢી જઈશ, તારી સર્વ ઈચ્છાઓ મનની મનમાં રહી જશે અને તું નકામો ફેરે ખાઈ લાભને બદલે હાનિ વહોરી લઈશ, તે વખતે આ સર્વ તારું રળેલું ખાવાપીવાવાળા કોઈ આડો હાથ નહિ ધરે. અને પછી તું વિમાસણ કરીશ તે પણ કામ નહિ લાગે. - તેટલા માટે ભાવનાના વિચારે પછી આ યતિધર્મોની વાત કરી છે. હવે તે વિચાર તે ઘણા કર્યા, પણ વિચારમાં ને વિચારમાં પડી ન રહેતાં કાંઈ કર, કાંઈ વહેવારુ કામ કર અને તેમ કરીને તે કરેલા વિચારને અનુરૂપ સફળતા પ્રાપ્ત કર અને તને હંમેશને માટે આત્મહિત થાય તેવા યતિધર્મોને તું આદર. તારી અશક્તિને સ્વીકારવાની અને અમલમાં મૂકવાની તારી મરજી ન હોય તે તને બીજા પણ રસ્તાઓ બતાવવામાં આવશે. - દરેક યતિધર્મ વિગતવાર આપે છે, તેની વિગત તે તેને લગતી ગાથામાં વિચારાશે, તારે તે એ જોવાનું છે કે એ યતિધર્મો તું કરી શકે તેવા છે કે નહિ. આ યતિધર્મો વહેવારુ છે, આ કાળમાં અનેકથી થઈ શકે તેવા અને વહેવારુ છે અને દરેક પંક્તિને માણસ તેને અમલ કરી શકે તેવા છે અને કે તેને અમલ કર્યો છે, તેથી તે થઈ શકે તેવા છે તેમાં શક નથી. તું યતિધર્મ સ્વીકારવાને વિચાર કરીશ ત્યારે તને તારાં સગાં યાદ આવશે. આ મારા દીકરાદીકરીનું કે બૈરી કે માતાપિતાનું શું થશે ? આ સર્વ ચિંતા બેટી છે, નકામી છે, તને સંસારમાં રખડાવનારી છે અને તને ખાડામાં ધકેલનારી છે. તું મજબૂત મનવાળે થા અને બળવાળો થા, તે તેની પાસે કઈ વિચારધારા ટકી શકે તેમ નથી. માટે યતિધર્મ વગેરે જે આ પ્રકરણમાં કહેવામાં આવે તે સર્વ સાધને વિચાર તું કરી જો અને તારા પિતાના હિતને માટે તેને અમલ કર. આ વાત તારી વિચારણા ઉપર મૂકવામાં આવે છે અને તું બરાબર વિચારણા કરીશ તે વાતની મનમાં ખાતરી છે.
આ દૃષ્ટિથી અને તું અમલ કરી શકે તે આકારમાં આ પ્રકરણમાં યતિધર્માદિનું વર્ણન આવશે. તે તારા હિતને માટે જ છે, કારણ કે તારાં કરેલાં તારે જ ભેગવવાનાં છે. એ ભગવતી વખતે કઈ સગાં કે નેહી આડો હાથ દઈ શકે તેમ નથી. તે કર્મો ઉદયમાં આવશે તે વખતે તું કયાં હઈશ અને તેઓ કયાં હશે તેની કેઈને ખબર નથી અને પિતાનાં કર્મ તે પિતાને જ ભેગવવાં પડે. જેમ તારી આંગળીએ ચપ્પ લાગી જાય અથવા તારા શરીરે વ્યાધિ થાય, તેની પીડા તારે જ ખમવી પડે છે, તે વખતે તે આડા ઘા લીધા હોય તે પણ તારે જ સહન કરવાનું છે, તેમ કરેલ કાર્યોનાં માઠાં કે મીઠાં ફળે તારે જ ભેગવવાનાં છે અને તે વખતે કઈ હિસ્સો પડાવવા આવનાર નથી. ત્યારે અત્યારની બધી પંચાત કેને માટે ? સમજ, વિચાર કર અને અમલ કર. તું વિચારીશ તે તને જણાશે કે એ યતિધર્મો કરવા સહેલા છે, એમાં તું સલામત બાજુએ ભૂલ કરીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org