________________
ભાવના
૪૩પ બેધિને પ્રાપ્ત કરવું વધારે મુશ્કેલ છે. આ દુર્લભતાની સમાનતા હોઈ કોઈ વાર એ બને ભાવનામાં સામ્ય લાગશે, પણ તે જુદી જ વસ્તુ છે અને જુદી તરીકે ભાવવાની છે.
આ સંસારમાં ફરતાં રખડતાં આવી ભાવનાઓ ભાવવાથી વિચારમાર્ગ સુધરે. કાર્યક્રમમાં પ્રથમ વિચારણું જ થાય છે અને વિચારણા પરથી નિશ્ચય થાય છે, એટલે કાર્યના પુરગામી તરીકે ભાવના બહુ અગત્યની વસ્તુ છે અને જે પિતાને ઉત્કર્ષ ઇચ્છતા હોય તેમણે જરૂર વિચાર કરીને વિચારપથમાં લેવાયેગ્ય છે. આ માનવદેહ મળ મુશ્કેલ છે, તેમાં પણ કર્મભૂમિ જ્યાં અસિ મસિ અને કૃષિને વ્યાપાર ચાલે છે તેની પ્રાપ્તિ મુશ્કેલ છે. તેમાં આર્યદેશ-ભારતભૂમિ મળવી મુશ્કેલ છે. તેમાં ઉત્તમ જૈન કુળ મળવું વધારે મુશ્કેલ છે, તે કદાચ મળી જાય પણું શરીર રોગરહિત રહેવું મુશ્કેલ છે. શરીરે. સુખાકારી રહે તે ધર્મના શ્રવણની અને તેને સંભળાવનારની જોગવાઈ થવી મુશ્કેલ છે. અને પછી પિતાની વૃત્તિ ધર્મ સન્મુખ થવી અને તેના ઉપર પ્રીતિ થવી એ વધારે મુશ્કેલ છે. આ સર્વ વસ્તુ તને મળી છે તે તેનો લાભ લે અને તારું સુધાર. તું પુત્ર સ્ત્રી આદિ ખાતર મરી પડે છે, પણ તેમાં કાંઈ નથી અને તને આવી પડતા વ્યાધિ તે લઈ લેનાર નથી, તેમજ તેઓ એક દિવસ પણ આયુષ્ય વધારી શકે કે તારી સાથે કઈ નાળિયેર કે બીજી વસ્તુ મોકલી આપી શકે તેમ નથી. તારાં કર્મ તારે ભેગવવા પડશે. માટે તારું પિતાનું સાધી લે અને બીજા–ભાઈ પુત્ર કે સ્ત્રી ખાતર નકામે ખેંચાઈ ન જા. તું સમજજે કે તું ન હોઈશ તે દિવસ પણ દુનિયા ચાલવાની જ છે, તે નકામે મરી પડે છે અને તું ધારી લે છે કે તારા વગર કેમ ચાલશે, પણ તારા વગર ચાલે તેવું છે, ઘણીવાર વધારે સારી રીતે ચાલે છે. એટલે તારી સર્વ દુન્યવી ધારણું બેટી છે. તું તારું પિતાનું હિત સાધ અને તે જ તારી સાથે આવવાનું છે એટલું સમજી રાખ. આ સમજણ તને હમણું નહિ આવે અને પછી ઘણું મેડી મેડી આવશે ત્યારે તું પરાધીન થઈ જઈશ અને મનમાં નકામે પસ્તાઈશ. ગરથ ગયા પછી અક્કલ આવે તે કાંઈ કામનું નથી. કોઈ આડે હાથ દઈ શકતું નથી, માટે તારું પિતાનું વાસ્તવિક હિત થાય તે રીતે તારું પિતાનું સંભાળ અને આ સર્વે મુશ્કેલીઓ વિચારી તારું હિત સાધન કરી આ ભવને સફળ કર. (૧૬૨). વિરતિપ્રાપ્તિ અતિ દુર્લભ છે–
તો સુઈમાં અવસર્જરવાડ તિહુર્રમા પુનર્વિતિઃ |
मोहाद्रागात् कापथविलोकनाद् गौरववशाच्च ॥१६३॥ અથ–આવી મુશ્કેલીમાં મળતી બેધિને સેંકડે ભવે મેળવી. ને વળી વિરતિ (ત્યાગભાવ) પ્રાપ્ત થે મુકેલ છે. માણસ મેહમાં પડી જવાને લીધે, રાગને વશ પડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org