________________
પ્રશમરતિવિવેચન સહિત
૪
આ માંસ, રુધિર, મેદ, રસ, હાડકાં અને મજજા તથા વીર્યાદ્ઘ વડે ભરેલું છે; તે તેને જોઇને અથવા તેવા અપવિત્ર પદાર્થોથી ભરેલા તારા પોતાના શરીરને જોઈને તેના ઉપરના રૂપથી શું રીઝે છે? કેમ આનંદ પામે છે? કેમ કે આ શરીરરૂપી કોથળી કરમિયા અને વાળા વગેરે અનેક ત્રસજતુએથી પણ ભરેલી છે; માહુરાજાની તે તે દાસી છે અને ઘણા રાગથી ભરેલી છતાં ઉપર ચામડાથી મઢી દીધેલી છે.” ૩૪૫.
“અરે સુજ્ઞ જીવ! જરા યાદ કર કે તું નવ મહિના પર્યંત ગર્ભવાસમાં મળમૂત્રની વચમાં, કૃમિની જેમ ઊંધે માથે વસ્યા હતો, રહ્યો હતો અને વળી તેમાં રસિક થયે હતો. આ હકીકતને પુષ્ટ કરવા માટે કર્તા દૃષ્ટાંત આપે છે કે, મલિ કુંવરીએ બનાવેલી સેનાની પૂતળી કે જેમાં દરરોજ એકેક કોળિયેા અનાજના નાખવામાં આવતો હતો તેમાં ઉત્પન્ન થયેલ દુર્ગંધ જોઇને આ શરીર કે જેમાં દરરોજ મંત્રીશ કાળિયા અનાજ નાખવામાં આવે છે તેની અંદર કેવી દુગંધ હાવી ોઈએ, તે ખતાવી તેની પેાતાની ઉપર મહીને આવેલા છ રાજાએ કે જે પૂર્વભવે તેના મિત્રો હતા તેમને પ્રતિબંધ પમાડયા. તેઓ પ્રતિખાધ પામ્યા એટલે તેમણે ચારિત્ર ગ્રહણ કર્યું અને પછી પેાતાનાં કર્મોની સંગાથે મહાન યુદ્ધ કરી તેમને પરાસ્ત કર્યાં, પરિણામે કમ વિમુક્ત થઈ પરમાત્મપદને પામ્યા.”૧૭. આ પ્રમાણે આ શરીર અશુચિ ભરેલું છે એમ દાખલાદલીલ સાથે સમજી તેના ઉપર મેઢુ ન કરવા, પણ તેનાથી બને તેટલું કામ કાઢી લેવું. બાકી શરીરમાં તે અશુચિ જ ભરેલી છે, એના પ્રત્યેક સ્થાનમાં અપવિત્રતા છે અને એ ચામડીથી મઢેલી કોથળીથી છવાયેલ ન હેાય તો તેની સામે જોવું પણ ગમે તેવું નથી, સૂગ આવે તેવા પદાર્થોથી શરીર ભરેલું છે. નવતત્ત્વ ગ્રંથના ટંબાકાર આ અશુચિભાવનાનું સ્વરૂપ જણાવતાં લખે છે કે, “રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, વીય, પરુ તથા આંતરડા ઇત્યાદિ અપવિત્ર (અમેધ્ય) વસ્તુઆથી શરીર ભરેલું છે, અને જેના નવ દ્વારા સદા ઘરની ખાળની પેઠે વહેતા રહે છે, એ શરીર કોઇ કાળે પણ પવિત્ર હાતું નથી, એવી જે ભાવના કરવી તે છઠ્ઠી (ઉમાસ્વાતિ મતે પાંચમી) અશુચિભાવના.” આ પ્રમાણે અશુચિભાવના શાસ્ત્રકારે વણવી છે. શાંતસુધારસ ગ્રંથમાં આ અશુચિભાવનાને વિનયવિજય મહારાજે છઠ્ઠી ભાવના ગી છે. આ લેખકે તેના પર પૃષ્ટ ૩૧૬ થી ૩૫૭ પર વિવેચન વિસ્તારથી કરેલ છે. તે જણાવે છે કે શરીરમાં આ પ્રાણી ગ્રંથાઈ ગયા છે, પણ શરીરમાં શું ભરેલું છે કોથળી (શરીર) ધાડી મૂકે કેવી લાગે? એ તો દારૂ ભરેલ માટીના ઘડો છે, એ ઘડા સાફ થાય ખરી ? એવા શરીરની જતના કેટલી? અને તેને સ્નાન અને વિલેપન હાય? એને કાચમાં જોઈ માણસ ચેડાં કાઢે છે પણ ઉકરડા કી સાફ થયા સાંભળ્યા છે ? લસણને સુગધીમાં રાખવામાં ભાવે કે નાદાન પર ઉપઢાર કરવામાં આવે પણ એ પાતાને સ્વભાવ છેડતું નથી. એનું ઉત્પત્તિસ્થાન જ અપવિત્ર છે. એની પવિત્રતાના દાવામાં માહુ છે. શૌચવાદ અયથાર્થ છે. આત્મશૌચ આત્મકતવ્ય. શરીરને મલિન ગણવાનાં કારણેા છે. શરીરને પ્રેરનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org