________________
ભાવના
૩૯૭ પદાર્થો, ફરનીચર, સગાંસંબંધી, મિત્રો બધાં અસ્થિર છે, સર્વ અનિત્ય છે તે વિચારી સ્થળ સુખ ત્યાગી સર્વકાળને માટે સુખ મળે તે માટે મનુષ્યજન્મને સફળ કર અને આ જીવનપ્રાપ્તિને કે મનુષ્યભવપ્રાપ્તિને લાભ લે. (૧૫૧) , બીજી અશરણભાવનાનું વિસ્તારથી સ્વરૂપ–
जन्मजरामरणभौरभिद्रुते व्याधिवेदनाग्रस्ते ।
जिनवरवचनादन्यत्र नास्ति शरणं क्वचिल्लोके ॥१५२॥ અર્થ–જન્મ, ઘડપણ અને મરણના ભયથી ભરેલા અને રોગ અને પીડાથી ભરેલા આ લેકમાં શ્રી જિનેશ્વર મહારાજના વચન સિવાય બીજી કોઈ પણ જગાએ શરણ નથી. (૧૫૨).
વિવેચન–હવે બીજી અશરણભાવના વિચારે છે. આ ચારે તરફની ઉપાધિમાં પ્રભુના વચન સિવાય અન્ય કોઈ પણ સ્થાને શરણ નથી. આવી વિચારણા કરવી તે બીજી અશરણભાવના છે. એનું રહસ્ય પ્રથમ આપણે ગ્રંથકર્તા સાથે વિચારીએ, પછી પ્રસ્તુત હકીક્ત બહારથી તપાસીશું.
લોક–આ લેક, જે નીચે વર્ણવવામાં આવશે, તેમાં જિનેશ્વર મહારાજના વચન સિવાય બીજો કોઈ પણ સ્થાને શરણું નથી. પ્રથમ તે આ લેકે કે છે તે વિચારીએ.
એવા આધિ વ્યાધિ અને ઉપાધિથી ભરેલા લેકમાં જિનેશ્વર મહારાજના વચન સિવાય - અન્ય કોઈ પણ જગ્યાનું શરણું નથી. આપણે લેકને આધારે રહી શકીએ તેવું નથી. તો લેક કે છે તે પ્રથમ જોઈ જઈએ.
જન્મ આજે જન્મ થાય છે, મંગળિક સંભળાય છે, વધામણી વહેંચાય છે. પછી મા જાણે દીકરે માટે થયે પણ આયખામાંથી તે દરેક દિવસે ઓછા થતા જાય છે. જન્મ એની સાથે જવાની વાત સમજી લેવાની છે અને દીકરા-ધીકરીના જન્મથી આનંદ પામવાને નથી. એવા તો અનેક જન્મ લીધા, અને મરણ પાછા આવ્યા ચાલ્યા ગયા. આ લેક જન્મથી ભરેલું છે અને નામ તેને કાશ તે જરૂર થવાને છે, એક ખાડામાંથી બીજામાં પડવાનું છે. એવા જન્મથી રાચવાનું નથી, એમાં વધામણી ખાવા જેવું નથી. જન્મની સાથે જ નાશ નિર્માણ થઈ ગયું છે. તેવી ભવિતવ્યતાએ આપેલ તે ગુટિક છે. આવા જન્મથી લેક ભરેલું છે અને તેની પીડાથી તે ઘેરાયેલું છે. આ દષ્ટિએ જોતાં સ્મણી હર્ષ બેટ છે, નકામે છે, અ ન છે.
જરા–અને જન્મેલ પ્રાણ ક્યારે યુવાન મટી જાય છે ત્યારે આયુષ્ય હોય તે ઘર થઈ જાય છે અને ઘડપણમાં તે કોને પૂરું સંભળાય નહિ, આ દેખાય મંહિ, દાંત પડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org