________________
સુખ
૩૬૫ સુખ થઈ શકતું નથી. વળી જે સુખની પાછળ દુઃખ આવે તેને ખરી રીતે સુખ કહેવાય જ નહિ. આવા ઇંદ્રિયના વિષયે છે. તેમને બરાબર સમજવા, તેમને બરાબર ઓળખવા.
પરિસંખ્યાન-પચ્ચખાણ. એ વિષય મળી જાય તે પણ ભેગવવા નથી એવા પચ્ચખાણ કરવા. જે વૈરાગ્યમાર્ગમાં અંતરાય કરે છે, હોય ત્યારે પણ ક્ષણિક છે, તે વિષાથી દૂર રહેવું, તેમની સંખ્યા ગણું રાખવી અને પ્રથમથી જ તેમના સંબંધમાં પચ્ચખ્ખાણ–ત્યાગ કરી નાખે. ઇંદ્રિયના વિષયે મળી જાય તે વખતે મર્યાદાથી વધુના ત્યાગનું ધ્યાન રહે તે માટે તેમની સંખ્યાની પ્રથમથી વિચારણા કરવી અને તેમને ઉપયોગ ન કરવા નિયમન કરવું એ અંતિમ સાચા સુખની પ્રાપ્તિને ઉપાય છે અને ખૂબ વિચાર કરીને આ પ્રકરણમાં દાખલ કરવામાં આવ્યું છે. - પરમ–મોક્ષપ્રાણિરૂપ ઉત્કૃષ્ટ સાધ્યના જે ઈચ્છુક હોય, જે તે માટે પ્રામાણિક પ્રયત્ન કરતા હોય એ સર્વ સાધક જીને આ નિયમ-નિગ્રહ લાગુ પડે છે. અમુક વખતે જીવ નિર્ણયં કરે છે, તે વખતે ભવિષ્યકાળ માટે પણ નિયમ કરે છે. એ રીતિમાં જ પચ્ચખાણની જરૂરિયાત–ઉપયુકતતા નિર્માણ થઈ ચૂકેલી છે. સર્વ કાળે મન સરખું રહેતું નથી, તેથી સારે વખતે આગામી કાળમાં અમુક લેવાનો વિચાર કરો કે ન લેવાનો નિર્ણય કરે એ જ પચ્ચખાણની ઉપયુક્તતા છે. સુખના ખરા ખ્યાલને અને પરિસંખ્યાનને આ રીતે અતલગને સંબંધ છે. - નિયતમ--શાશ્વત, સ્થાયી, હમેશનું. પર એટલે મોટામાં મોટું અને નિયત એટલે શાશ્વત સુખ એટલે મોક્ષ. જે પ્રાણી પિતાને મેક્ષ માગતા હોય, તે સિદ્ધ કરવા ઉઘુક્ત થયે હોય તેણે પાંચે ઇંદ્રિમાંની કોઈપણ ઇંદ્રિયના વિષયના પચ્ચખાણ કરવા અને તે આવી પહોંચે ત્યારે તેને ન ભેગવવાને, ન મહાલવાનો નિર્ણય પ્રથમથી જ-અગાઉથી જ કરી રાખો. (૧૪૮)
આ રીતે એકસે એકવીશમા શ્લેકથી શરૂ થયેલ “સુખનું પ્રકરણ અત્ર પૂરું થયું. તેમાં કેવી વસ્તુ સાધકે વાપરવી અને ઇંદ્રિયના અર્થો તરફ કઈ નજરે જેવું અને તેમાં જરા પણ ન રાચતાં તેને કેવી રીતે સર્વથા ત્યાગ કરે તે ખાસ જણાવ્યું. પૌદ્દગલિક સુખમાં, ઇદ્રિયના વિષમાં પ્રેમ ન રાખવો, પણ ખરેખરું સુખ કોને અને ક્યારે મળે તેમ છે તે સમજવાને અંગે પ્રશમસુખને ખરેખર અભ્યાસ કરે. દુનિયાદારીમાં મોટા ચક્રવતી કે ઈંદ્રને સુખ ઘણું લાગે, પણ તે સર્વ ભ્રમ છે, ખરા સુખને અનુભવ પ્રશમસુખવાળે આદમી-પ્રાણી કરે છે. ઇદ્રને કે ચક્રવતીને જે સુખ મનાય છે તેના સુખ કરતાં પ્રશમસુખ હજાર કરોડે ગણું વધારે છે. ઇંદ્રિયને વિષનું સુખ કેવું છે તે આપણે જોઈ વિચારી ગયા છીએ. પ્રકરણ ત્રીજું એ સુખને બરાબર વર્ણવે છે અને જે સુખને અંતે કે સુખની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org