________________
૩૫૪
પ્રશમરતિ વિવેચન સહિત
પ્રકાર, પ્રત્યેક અવયવ સ્વવસ્થાને મૂકાય અને ટૂંકામાં ચિત્રામણ થાય અને પ્રાણી સંસારમાં નામ કાઢે તેના કારણભૂત નામક (૭) ત્યાં ઊંચાનીચા ગેત્રમાં ઉત્પન્ન થાય તેમાં નિમિત્તભૂત ગેાત્રક (૮) અને છતે પૈસે આપી ન શકે, છતી વસ્તુએ ઉપલેગ ન કરી શકે અને શક્તિ વાપરી ન શકે તેના કારણભૂત અંતરાયકમ. એનું વિસ્તારથી સ્વરૂપવર્ણન મારા કર્માંના નિબધમાં કર્યું છે અને સહજ ઉપર પણુ આવ્યું છે, તે ક્રમના આત્મા સાથે ઉદયમાં આવતાં સુધી સબધ થવા તે કમની ગાંઠ – આઠ પ્રકારની – ઉપર પ્રમાણે પડે છે. તે ગાંઠ ન ખાંધે અથવા આંધેલી ગાંઠને છેડી મૂકે તે નિગ્રંથ. એ સાધુ માટે રૂઢ થયેલા શબ્દ છે; ઘરના ત્યાગ કરી જેમણે સાધુપણું સ્વીકાયુ છે તે નિગ્રંથ. નિગ્રંથ એટલે સાધુ. કર્મોની ગાંઠ છે।ડનાર અને કર્મની ગાંઠ ન ખધાવા દેનાર જે હોય તે સાધકને આ પ્રમાણે નિગ્રંથ કહેવામાં આવે છે.
કે
મિથ્યાત્વાવિરતિયાગ—આ ક`બંધનનાં કારણેા છે. અગાઉ તે પર વિવેચન થઈ ગયું છે. જૈન ધર્માંથી વિપરીત વતન તે મિથ્યાત્વ. તેના પાંચ પ્રકાર પર પ્રકરણ ૧ લામાં વિસ્તારથી વિવેચન થઈ ગયું. શુદ્ધ દેવ, ગુરુ અને ધમ ઉપર વિશુદ્ધ શ્રદ્ધાના અભાવ તે મિથ્યાત્વ. એનાથી કમ ની ગાંઠ બંધાય છે. એ ગાંઠ બંધાવાનું અગત્યનું કારણ તે હાવાથી તેને કર્માંગાંઠનાં બંધનનું કારણ ગણવામાં આવે છે. તે જેને ન હોય અથવા કાઢી નાંખવાના પ્રામાણિક પ્રયત્ન કરે તે ‘નિગ્રંથ.’ અને વિરતિભાવના ત્યાગ તે અવિરતિ. બાર અણુવ્રત પાંચ મહાવ્રત ન લેવા તે અવિરતિ. તે પર પણ અગાઉ વિવેચન પ્રથમ પ્રકરણમાં થઈ ગયું છે. અને દુષ્ટ યોગ તે મન, વચન, કાયાના યાગેા. એને વિસ્તાર પણ અગાઉ થઈ ગયા છે. એના પ ́દર પ્રકાર છે. એ ક`બધન થવાના ગરનાળા છે. એ રીતે મિથ્યાત્વ, અવિરતિ અને ચાગના પ્રામાણિકપણે નિધ કરી આત્મા સાથે ગાંઠ ન વળવા દેવા અને પડી ગયેલી ગાંઠને દૂર કરવા, કાપી નાખવા માટે જે પ્રામાણિક પ્રયત્ન કરે તે નિથ. આમાં કષાય જે ક`ખ ધનનું કારણ છે તે મૂકી દીધું છે; તે શબ્દો વધી જાય અને માત્રા વધી જાય તે કારણે છે. આપણે તે સમજી લેવું.
અશઃ —માયારહિતપણે, પ્રામાણિકપણે. ખાટા દેખાવ કરવા નહિ પણ સંસારમાં ખરા પરિભ્રમણુ કરાવનાર આ કર્મો છે તેથી તે બાંધેલા હાય તેમને છોડી નાખવાના અને નવા ન ખાંધવાના જે પ્રમાણિક પ્રયત્ન કરે તે નિથ. નિથ એ સાધુને પર્યાય છે. જેને કમની ગાંઠ નથી, હાય તે કર્મની ગાંઠ જેને છેડી દેવી છે અથવા જે ગાંઠ પડવાનું કારણ હોય તેને પ્રમાણિકપણે દૂર કરવાના જે પ્રયત્ન કરે છે તે નિગ્રંથના નામને ચેાગ્ય છે. અને તેથી નિગ્રંથના અર્થ સાધુપુરુષ રાખવામાં આવ્યા છે. સુખના આ પ્રકરણમાં આ ગાંઠને અતલગના સંબંધ છે. (૧૪૨),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org