________________
સુખ
કરે નહિ અને આ બે રાક સ્વાદિષ્ટ છે, માટે તેને આહાર કરી લે એવું છે નહિ. એનું જમતી વખતે ધ્યાન ખેરાક સ્વાદિષ્ટ છે કે અસ્વાદિષ્ટ છે તે પર હોતું નથી, પણ સંયમઆરાધના માટે દેહને ભાડું આપવું જરૂરી છે તે પર જ હોય છે. સ્વાદિષ્ટ ભજન ઉપર તેને મૂછ હોતી નથી, તે પર રાગ હોતું નથી અને તે ખાવા ખાતર ખાતે નથી, પણ સંયમનિમિત્તે તેને વગર મૂર્છાએ આરેગે છે.
અમૂછિત–મનનું એ વિશેષણ છે. ખાવાના વહોરેલા ખોરાક પર એને પ્રેમ થત નથી. ખરાબ કે સારે પણ પિતાને ખપે તે ખેરાક કેઈ પણ જાતની આસક્તિ વગર સાધક લે છે અને લેતી વખતે પણ આ ખોરાક કે છે અને સાથે તૈયાર થયું છે કે કેવી કુવડ સ્ત્રીએ તેયર કર્યો છે તેને વિચાર પણ કરતું નથી. સાધક ચિંતવે છે કે સંયમયાત્રા પૂરી કરવા દેહ જરૂરી છે અને તેને ભાડું આપવું પણ તેટલું જ જરૂરી છે, તે સંયમને નજરમાં રાખી ખોરાક ઉપર રાગદ્વેષ ન રાખતાં વગર મૂર્છાએ તે પિતાને ખપે તે ખેરાક હોય તે તેને જરૂરી નિર્વાહ પૂરતે ખાઈ લે છે. તે વખતે પણ તેની નજર સંયમ તરફ જ હોય છે. અને તેના નિર્વાહને પિષે તેટલું જ જરૂરી ખોરાક સાધુઓ અને સાધકે લે છે.
વિપરીત–તેનાથી ઊલટો એટલે અગુણવત્ ખોરાક. લાભ ન કરનાર, સ્વાદિષ્ટ ન હેય તે ગંધાતે કે બદબો મારતે ખેરાક મળે તે તેને પણ કોઈ જાતની ઘણા વગર, વગર મૂછએ કે વગર તિરસકાર, રાગદ્વેષથી મુક્ત રહીને ખાઈ લે છે. એને આપનાર કે તૈયાર કરનાર તરફ પ્રેમ કે તિરસ્કાર થતા નથી અને સંયમપાલન તરફ લક્ષ રાખી, સારા કે ખરાબ ખેરાક મળ્યું હોય તે કઈ પણ પ્રકારની મૂછ રાખ્યા વગર કે વૃણા વગર, તે ખપે તેવો હોય તે, ખાઈ લઈ શરીરને સંયમનિર્વાહ માટે ભાડું ચૂકવી આપે છે.
અમદષ્ટ–સાધુ, રાગદ્વેષરહિત. સાધુપુરૂષ હોય તેને મન સારું કે ખરાબ ભજન મળે તે સર્વ એકસરખું છે. એને કર્મબંધનનાં કારણે રાગદ્વેષ નથી, અને રાગદ્વેષ વગર સારાનરસાની વૃત્તિ હોય જ નહિ. સાધુને મન તે સારું કે ખરાબ એવી વાત ન હોય, કારણ કે એની ભાવના ખાવામાં રહેતી જ નથી, એ તે સંયમનિર્વાહ પૂરતું શરીરને ભાડું આપે છે. અને ખાતી વખતે પણ અમુક ચીજ સારી છે અને અમુક ચીજ ખરાબ છે એવું દ્વેષરહિતપણાને લઈને વૃત્તિમાં પણ થતું નથી, આવતું નથી, રહેતું નથી. અને વસ્તુતઃ ખાધા પછી તે ચીજ સર્વ પેટમાં જ જાય છે, પણ તેમાં સારાનરસાની ભાવના તે રાગદ્વેષ કરાવે છે અને આપણે આગલા પ્રકરણમાં જોઈ ગયા કે સાધકે રાગદ્વેષ રાખ નહિ, કરવો નહિ. તેથી સાધુની વ્યાખ્યા પ્રમાણે તે રાગદ્વેષરહિત હોય, એટલે સાધુપુરુષને અમુક ચીજ સારી કે ભાવે તેવી અથવા ખરાબ કે ન ભાવે તેવી ન હોય. તેનું તે આખું ધ્યાન સંયમનિર્વાહ પૂરતું જ અને તે પર જ હોય છે. એને મન શરીર પોષણવૃત્તિ
Jain Education International
.
.For Private & Personal Use Only
www.jainelibrary.org