________________
३२
પ્રશમરતિ વિવેચન સહિત - નિર્વેર–નીરોગી રહે છે. અહીં “નિજ ર” એ પાઠાંતર કવચિત્ છે એમ હરિભદ્રસૂરિ પિતાની ટીકામાં કહે છે. એને અર્થ જરા એટલે હાનિ જેમને કાંઈ હાનિનુકસાન થતું નથી તે નિજ૨ કહેવાય છે. અને નિજર એટલે રંગરહિત, નીરોગી. નિર્જર એટલે ઘડપણ રહિત. આ બધા અર્થ બંધબેસતા છે. અને પાઠાંતર પણ સારો અર્થ આપે છે. આપણે જે પાઠ સ્વીકાર્યો છે તે જ પાઠ તેમણે સ્વીકાર્યો છે, પણ પાઠાંતરને તેમણે પણ ઉપર પ્રમાણે અર્થ કર્યો છે. ગમે તે શબ્દ લેવામાં આવે, તે અર્થ બરાબર આપે છે.
આખા લેકમાં સુખ કોને કયારે હોય તે બતાવ્યું છે. સાધુને ભિક્ષા લેવા જવું પડે છે, એટલે તે લેકવાર્તા કેમ છોડી શકે? તેમને નિર્વાહ જ લેક પર છે તે તેની વાત સાધુ કેમ છોડી શકે? એવો સવાલ થાય તેને ઉત્તર આગળના ૧૩૦મા લેકમાં આપે છે. તે અને અત્રેની સર્વ વાર્તા ખૂબ વિચારણીય છે. (૧૨૯). કઈ લોકવાર્તા અને શરીરવાર્તા ઈષ્ટ–
या चेह लोकवार्ता शरीरवार्ता तपस्विनां या च ।
सद्धर्मचरणवार्तानिमित्तकं तद् द्वयमपीष्टम् ॥१३०॥ અર્થજે લેકવાત છે અને જે વાત શરીરસંબંધી છે તે જે સાધુપુરુષે(તપસ્વી) ના વિશુદ્ધ ધર્માચરણનું કારણ બની શકતી હોય તે તે બન્ને પ્રકારની વાત કરવા ગ્ય છે. (૧૩૦).
વિવેચન-લોકવાર્તા–આગલી ગાથામાં લેકચિંતા ન કરવા કહ્યું, પણ અહીં કહે છે કે વિશુદ્ધ ધર્મનું કારણ બને તેવી લોકવાર્તા સાધુને ઈષ્ટ છે. જે વાત સદ્ધર્મનું નિમિત્ત કારણ બનતી હોય તે વાર્તા લેકવાર્તા હોય તે પણ તે અભિમત છે, કરવા ગ્ય છે, જરૂરી છે. સાધુના શરીરને નિર્વાહ અન્ય લોકો પર છે. તેથી વિશુદ્ધ ધર્મમાં મદદ કરે તેવી લેકવાર્તા પણ કરવી જોઈએ. તેમને આહાર નિર્દોષ હોઈ તે પણ વિશુદ્ધ ધર્મ માટે હોય, તે તેની વાત સંમત છે. તેમણે તેવી વાર્તા કરવી તે ઈષ્ટ છે. શરીરને આધાર બીજા લેક પર છે તેથી તેમના સંબંધીની વાત પણ કરવાની મના નથી, પણ તે વાર્તા ધર્મનિમિત્તની અને ધર્મને પિષણ કરનારી હોવી જોઈએ. ખાલી અમેરિકામાં શું થયું અને તુર્કસ્તાનમાં શું ચાલે છે તેવી તેવી વાતે અર્થ વગરની છે, પણ સદ્ધર્મને પિષનાર કે તે નિમિત્તની લેકવાર્તા હોય તે તે સંમત છે, ઈષ્ટ છે, કર્તવ્ય છે. આ વાતે ધમને પિષણ આપનારી હોવાથી તે તપસ્વી સાધુ કરી શકે છે, તેની મનાઈ નથી. એટલે ખેતીવાડીની, ઉત્પાદન વધારવાની વાર્તા જે મનને સંયમમાં લાવનારી હોય કે વિશુદ્ધ ધમને પિષક હોય તે તેવી લેકવાર્તા સાધુ પણ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org