________________
૩૩૦
પ્રશમરતિ વિવેચન સહિત અર્થ–મનુષ્યના રાજા ચક્રવર્તીને તથા દેના રાજા શક્રઈન્દ્રને તે સુખ નથી જ જે સુખ લેકવ્યાપારથી રહિત થયેલા સાધુને આ જીવનમાં–આ દુનિયામાં–અહીં જ છે. (૧૨૮)
વિવેચન–રાજાના રાજા–ચક્રવતી. આ દુનિયામાં સર્વથી વધારે સુખ માટે ચકવતી રાજાને હોય છે. હજાર ગાયનું દૂધ પીનાર અને મહાશક્તિશાળી સ્ત્રીરત્નને ભેગવનાર ચક્રવર્તીના સુખની વાત તે શી કરવી? આ જીવનમાં કલ્પી શકાય તે સર્વ સગવડે તેને હાથમાં હોય છે અને બધી સુખની સગવડે તેના હુકમમાં હોય છે. આ જીવનમાં માણી શકાતાં ઈદ્રિયસુખનાં સર્વ સુખે ચક્રવર્તીને પ્રાપ્ય છે અને તેને મળે છે. એ સર્વ સુખના કરતાં લેકવ્યાપારથી દૂર થયેલા અને ઇન્દ્રિયસુખને તેમ જ વિષયકષાયોને કબજામાં રાખનાર સાધુ પુરુષના સુખ પાસે ચક્રવર્તીનું સુખ કાંઈ જ નથી, સરખામણીમાં નહિવત્ છે. અહીં મનુષ્યનાં માની લીધેલાં ઉત્તમ સુખની સાથે સરખામણી કરવામાં આવી છે.
દેવરાજ–ઈ, બધા દેવને ઉપરી અથવા જેના હાથમાં આ ભરતક્ષેત્ર સંપાયું છે તે શકેંદ્ર. તેને તે આખે વખત અપ્સરાઓ ગાન કરે અને લાખે દેવતા તેને આધીન રહે તેને અનેક સ્ત્રી હોય અને તે મુખ્ય સ્ત્રી ઇંદ્રાણીને પતિ હોય. એને સર્વ સુ, પાંચે ઈન્દ્રિયના વિષયે હાથમાં. તેનાં સર્વ સુખની સરખામણી જે લેકવ્યાપારથી રહિત થયેલા સાધુના સુખની સાથે કરવામાં આવે તે મોટા શદ્રના સુખ કરતાં તેનું (સાધુનું) સુખ કડેવાર–અનંતવાર ચઢે છે. એના (સાધુના) મનમાં જે સુખને માનસિક અનુભવ થાય છે તે માટે ઇન્દ્ર પણ અનુભવી શક્તા નથી. કેઈ “દેવરાજશબ્દનો અર્થ અનુત્તરવિમાનના દેવ એમ કરે છે. પણ તે કરતાં ઇંદ્ર અર્થે યોગ્ય છે અને હરિભદ્રસૂરિ ટીકાકાને તે માન્ય છે. કદાચ ચક્રવર્તી કે ઈન્દ્રનાં સુખ પ્રમાણમાં મોટા લાગે, પણ એ મર્યાદિત છે, અંતે એ સુખ જાય છે. અને જે સુખ નિત્ય નથી તેને સુખ કહેવું એ સમજનું કામ નથી. ઈન્દ્ર કે ચક્રવર્તીના સુખની પાછળ ઘોર અંધારું છે, જ્યારે સાધુને તે અત્યારે પણ સુખ છે અને ભવિષ્યમાં પણ હંમેશ માટે સુખ છે અને તે સુખ ભગવતી વખતે તેના મનમાં સંતોષ છે, તેનું માનસિક સુખ ઇન્દ્રના સુખથી પણ વધારે મોટું છે.
લોકવ્યાપાર–મારાં તારાં કરવાં, વેધ જાળવવા, મોટાં માણસની પળશી કરવી અને સાચાં ખેટાં બેલી વ્યવહારગાડું ગબડાવવું. એવા પ્રકારના લેકેના વ્યાપારથી જે નિરાળા પડી ગયા છે, અને જેને તે વેપાર કરે અંતરથી તુચ્છ લાગે છે તેવા સાધુઓ આવા સાધુનાં માનસિક સુખ પાસે દેવ કે ચકવર્તીનું સુખ પણ કાંઈ ગણતરીમાં નથી. તે કાંઈ જ નથી એમ કહીએ તે ચાલે. આ સાધુનું સુખ કેવા પ્રકારનું છે અને કેવી સુંદર કક્ષામાં આવે છે તે વિષયને સ્પષ્ટ કરવા કહે છે. (૧૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org