________________
૩ર૮
પ્રશમરતિ વિવેચન સહિત ભયકુત્સાનિરભિભવસ્ય—એની સાથે સાતે પ્રકારના ભય જેના શમી કે ઉપશમી ગયા છે અને જેને કોઈ પ્રકારની જુગુપ્સા રહી નથી. આ બને પણ નકષાયે છે, કષાયના પ્રેરક અને સૌહાર્દવાળા છે. એટલે હાસ્યાદિ ઉપરના ચાર અને ભય તથા જુગુપ્સા
એ બને પણ જેના શમી ગયા છે અથવા દબાઈ ગયા છે તે. નિરભિભાવસ્ય એટલે અના ભિભૂતસ્ય. જેઓ ભય અને જુગુપ્સાથી લેવાઈ જતા નથી. આવા કષાય–કાયથી રહિત પ્રાણીને જે સુખ થાય તેને અનુભવ બીજા પ્રાણને ક્યાંથી થઈ શકે? કેમ હોઈ શકે? એ તે જેમનાં કષાયે, નેકષા અને વેદ નાશ પામી ગયા છે કે દબાઈ ગયા છે તેમણે જણાવ્યું છે કે એમનું માનસિક સુખ અપૂર્વ છે, પૂર્વે અનનુભૂત છે અને અનુભવવા યોગ્ય છે. આ મીઠી મીઠી વાત કરીને તમને ફસાવવાના નથી. પણ જાત-અનુભવ છે, તે તમને કહી બતાવે છે. તમને યંગ્ય લાગે તે આ સુખને અનુભવ કરી લે, કરવા જેવો છે એવી લેખક ઉમાસ્વાતિ મહારાજની ભલામણ છે.
આ વેદ, કષાય અને નેકષાયને પ્રશમ કરવાથી એટલે એ પર વિજય મેળવવાથી અથવા એમને દાબી દેવાથી જે સુખ થાય તેને ખ્યાલ આપવા માટે આ શ્લેક છે. એ સુખને ખરે આસ્વાદ તે એ સુખ અનુભવવાથી જ થાય. જેમણે અનુભવ્યું છે તેમનું આ વચન છે. દુન્યવી સુખ બહુ થોડા વખતનું અને પૌગલિક છે. એ ટકે, હેાય ત્યારે પણ સુખના નામને યોગ્ય નથી, પણ તેને કરતાં આ સુખ તે અનંતગણું સાચું અને
સ્થાયી છે. માટે પસંદગી કરે તે વિચારીને સરખાવીને કરજે. આ વાત પર હજુ ઘણું વિચારણા છે તેથી તે પર વધારે વિવેચન અત્રે નથી કરતે, ગ્ય સ્થળે હવે પછી થશે. (૧૨૬) જ્ઞાની કરતાં પ્રશમસુખ માણનાર ચઢે–
सम्यग्दृष्टिानी ध्यानतपोबलयुतोऽप्यनुपशान्तः ।
तं न लभते गुणं यं प्रशमगुणमुपाश्रितो लभते ॥१२७॥ અથ–સમ્યક્ત્વવાળે જીવ હોય, જ્ઞાની હોય અને ધ્યાન-તપબળથી યુક્ત હોય પણ જે તે ઉપશાંત થયેલ ન હોય તે પ્રશમગુણથી યુક્ત પ્રાણીને જે સુખલાભ થાય તે સુખલાભ તે શાંતિ વગરને પ્રાપ્ત કરતો નથી. (૧૨૭).
વિવેચન–આ ગાથામાં પ્રશમગુણવાળા અને શાંતિ વગરના પ્રાણીના સુખની વાત કરે છે, ગુણ ગણાવે છે.
સમ્યદષ્ટિ—જેને શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ છે તે સમ્યગદષ્ટિવાળે જીવ કહેવાય. એ જાણે છે, દેખે છે અને સહજસાજ બનતું આચરણ કરે છે. એની શ્રદ્ધા નિર્મળ છે અને એ પાકે જૈન છે. એ જૈન ધર્મને ઓળખે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org