________________
પ્રશમરતિ વિવેચન સહિત સરાગી અને વીતરાગીની મુખની ગણના– ___यत् सर्वविषयकांक्षोद्भवं सुखं प्राप्यते सरागेण ।
तदनन्तकोटिगुणितं मुधैव लभते विगतरागः ॥१२४॥ અર્થરાગ સહિત-સરાગી માણસે સર્વ વિષમાંથી ઉદ્ભવેલું સુખ મેળવે છે, તેનાથી અનંતક્રોડગણું સુખ વગર કિંમત આપે વિતરાગ (રાગ વગરના પ્રાણીઓ) પ્રાપ્ત કરે છે. (૧૨)
વિવરણ –ઉપર જણાવેલા કારણે ભેગસુખ અને તેની તૃપ્તિના સુખને તજવા યોગ્ય છે, છતાં એ માની લીધેલા સુખને સરવાળે અને વીતરાગતાનું સુખ એ બન્નેને સામસામે મૂકીને તુલના બતાવે છે. એટલે, એ બને સુખમાં કયું ચડિયાતું તેની બરાબર સરખામણી કરે છે.
વિષયકક્ષદભવ સુખં–વિષયાભિલાષની ઇચ્છાથી જે સુખ થાય તેની અને વીતરાગના સુખની અત્ર સામસામે એક જ તાજ સરખામણી કરવામાં આવે છે. પાંચે ઇદ્રિયના વિષયથી જે સુખ થાય, એટલે સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ કે શ્રોત્રથી જે સુખ તમે માનતા હે તે, લાગે તે સુખ પણ વીતરાગના અથવા રાગ વગરના પ્રાણીને સુખ પાસે સરખામણીમાં કાંઈ નથી, રાણદાસી જેટલું તફાવત છે. તમે પાંચ ઇન્દ્રિયના વિષયેમાંથી જે સુખ થાય તેને એકમનું રૂપ આપે તે હવે પછી વીતરાગપણમાં–રાગરહિતપણામાં જે સુખ છે તે કરોડગણું સરખામણીમાં થાય એમ બતાવવાનું છે. એટલે વિષયસુખ એક હોય તે કરોડગણું વીતરાગતામાં રહેલું સુખ છે. આ એક અને કરેડગણું સુખને તમે ગણુતા હો તે હવે બે વચ્ચે પસંદગી કરે. વિષયસુખને એક એકમ મળે અને વીતરાગભાવને કરોડ એકમ મળે તે અનુભવીનું વચન છે. આમાં કયું સુખ પસંદ કરવું તે તમે વિચારે. પ્રથમ તે વિષયસુખમાં સુખ જ નથી, પણ તમે માનતા હો કે તેમાં સુખ છે તે તેની સરખામણ આ રીતે શક્ય છે. તમે સમજુ છે, કુશળ છે, વ્યવહારદક્ષ છે. હવે તમને ગમે તે સુખ માટે પ્રયત્ન કરો.
અનંતકેટિગુણિત-વિષયસુખને આપણે ગણતરીને માટે એક એકમનું રૂપ આપ્યું તે અનંતકેટિગણું તેનાથી વધે તેવું રાગરહિતપણાનું સુખ છે. આ અનંતકેટિ એટલે સંખ્યારહિતગણ સુખને તમે અનુભવી તે જુઓ. જેમણે એ સુખ અનુભવ્યું છે તેમનું આ વચન છે. એકની સંખ્યાનું મૂલ્ય ધરાવતા સુખને માટે કરેડની સંખ્યાનું મૂલ્ય ધરાવતા સુખને ભેગ આપે, તેને જવા દે કે જતું કરે એ સમજુ ગણાય? - મુધા--આ કરોડગણા સુખની કિંમત જરા પણ બેસતી નથી, વગર મહેનત અને વગર પૈસે એ સુખ મળે છે. વિષયસુખ માટે તે પૈસા પણ બેસે, પણ આ વિતરાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org