________________
ર
પ્રશમરતિ વિવેચન સહિત
અનંત શક્તિને ધણી છે અને પ્રત્યેક પળે સાવચેતી લેવાના માર્ગે વહેવારુ માણુસના બતાવેલા છે અને જ્ઞાનીએ તે અનુભવેલા છે અને તેમનું વ્યવહારુપણું સ્વીકારેલ છે. (૧૧૯) બે આખ્યાના–
पैशाचिकमाख्यानं श्रुत्वा गोपायनं च कुलवध्वाः । संयमयोगमा निरन्तरं व्यापृतः હાય:॥૨૦॥
અથ—પિશાચનું આખ્યાન સાંભળીને અને સારા ઘરની સ્ત્રીનાં સંરક્ષણ સંબંધી આખ્યાન સાંભળીને સંયમયાગામાં આત્માને હમેશા રોકાયલા રાખવા. (૧૨૦)
વિવરણ—પિશાચનું આખ્યાન : આ ઉમાસ્વાતિ મહારાજના બનાવેલા પ્રશમરતિ ગ્રંથ પર શ્રી હરિભદ્રસૂરિ નામના બૃહદ્ગચ્છીય સાધુએ વિક્રમ સંવત ૧૧૯૫માં ટીકા ખનાવી છે, તૈયાર કરી છે. તે શેઠ દેવચ'દ લાલભાઈ પુસ્તકોદ્ધાર ટ્રસ્ટ ફંડમાં નં. ૮૮ તરીકે મુદ્રિત પણ થઈ ગઈ છે. તે અનુસાર આ પિશાચનું આખ્યાન અત્ર લખવામાં આવે છે. કોઈ એક વાણિયાએ મત્રના યાગથી એક પિશાચને પેાતાને વશ કર્યાં. પિશાચ એ એક જાતના વ્યંતર દેવા છે, જે મિથ્યાત્વી પણ હાવાના સંભવ છે. પિશાચે વાણિયાને કહ્યું, મને કોઈ પણ કામ તારે હુંમેશ બતાવવું. જો હું નવરો પડીશ તે તને ખાઈ જઈશ અને તારા નાશ કરીશ. મને જરા પણ કામધ'ધાના હુકમ વગર ન રાખવા.’ વાણિયાએ પિશાચનું આ કહેવું કબૂલ કર્યુ. અને તેણે પહેલાં પોતાનું ઘર તૈયાર કરાવ્યું, પછી એ પિશાચને આજ્ઞા કરી કે ઘરમાં ધન તથા ધાન્ય ભરી આપે. પછી ઘરમાં સેાનું લાવવાના હુકમ કર્યાં. અને એ કામ પૂરું થતાં પિશાચે તે ફરી હુકમ માગ્યા. વાણિયા ભાર પહેાંચેલા હતા, તેણે કહ્યું, એક મોટા વાંસ લાવ, એને ઘરના આંગણામાં રપ. એ વાંસ ઉપર તું ચઢઊતર કર્યા કર. જ્યાં સુધી હું તને બીન્ને હુકમ ન ફરમાવું ત્યાં સુધી તારે આ કામ કરવું,' પિશાચે ઘર ભરવાનું વગેરે કામ કર્યા પછી વાણિયાને હેરાન કરવા માટે આ પ્રપચ રમ્યા હતા, પણ એ પ્રપ`ચ કરવા જતાં પાતે જ ફસાઈ ગયેા. વાણિયાની બુદ્ધિ પાસે એ હારી ગયા અને પછી ખેલ્યા. ‘ખરેખર, તે મને ફસાવ્યા, ખરો ફસાવ્યા અને બનાવ્યા. મારે તને ફસાવવા હતા પણ તું તે ફસાયે નહિ. હવે તું મને છૂટો કર. પણ જ્યારે મારું કામ પડે ત્યારે મારું સ્મરણ કરજે, હું હાજર થઈ જઈશ.' આટલું કહીને વાણિયાની રજા લઈ પિશાચ પેાતાના સ્થાન પર ગયા. સાધુએએ રાત્રિ અને દિવસ આ રીતે વગર છિદ્રે આંતર અને બાહ્ય ક્રિયામાં ઉત્સુક રહેવું, એવી રીતે સયમયેાગમાં પ્રવૃત્તિ કરતાં અને વિષયની ઇચ્છા કરવાના પણ સમય મળશે નહિ. માણસ નવરો પડે તે નખ્ખાદ વાળે. નવરાશ કે ફુરસદ બૂરી વસ્તુ છે. ફુરસદ મળે તે જ વકથા વગેરેમાં પ્રવૃત્તિ થઈ જાય, પણ નવરાશ જ ન મળે અને આત્મા રાતદિવસ ઉદ્યમી રહે તે પછી અને વિકથાર્દિક કરવાનું સૂઝે જ નહિ. આ પિશાચનું આખ્યાન થયું, અને તેના હેતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org