________________
આચાર
૩૦૫"
આસેવન કરી તેમને પવિત્ર જળથી નવરાવ્યા ઠંડા સુખડથી તેમના શરીરે વિલેપન કર્યું; તેમને બહુ સરસ કપડાં પહેરાવ્યાં, અને મૂલ્યવાન આભૂષણે ધરાવ્યાં.
(૨૮) ઈંદ્ર ત્યારપછી બીજી ચંદ્રપ્રભા પાલખી બનાવી. આ પાલખીને ઉપાડવા માટે એક હજાર માણસ જોઈએ. આ પાલખીને પણ ખૂબ શણગારવામાં આવી હતી.
(૨૯) દેવતાઓએ અને ઈંદ્ર પિતાના માથા પર મુગુટ ધારણ કર્યા.
(૩૦) પાલખીમાં શ્રી મહાવીર બિરાજમાન થયા. તેમની ડાબી બાજુએ ઈશાનેદ્ર અને જમણી બાજુએ ઇંદ્ર બેઠા.
(૩૧) આગળ પાછળ બંને બાજુએ વાજિંત્રે વાગતાં હતાં. (૩૨) મહાવીરે ત્રણ દિવસને ઉપવાસ (અઠ્ઠમ) કર્યો હતે.
(૩૩) પૂર્વાભિમુખ તે વરઘોડામાંથી પ્રભુ ઊતર્યા અને ખાસ તૈયાર કરેલ સિંહાસન પર બેઠા. ત્યાં મહાવીરે લગ્ન કર્યો. તેમના વાળ ઇંદ્ર એક સરસ રત્નના ડાબડામાં લઈ લીધા.
(૩૪) તે વખતે ઇંદ્રના હુકમથી સર્વ વાજિંત્રો બંધ થયાં. એ વખતે મહાવીરે દીક્ષા લીધી.
(૩૫) તે વખતે મહાવીરને મન:પર્યવજ્ઞાન નામનું એથું જ્ઞાન થયું. મન:પર્યવજ્ઞાન થવાથી અઢી દ્વીપના વ્યક્ત મનવાળા જીના શા વિચારે છે તે મહાવીર જાણતા હતા. તેમણે પિતાના મનમાં તે વખતે નિર્ણય કર્યો કે માણસ અથવા પશુઓ જે પીડા આપશે તેને પિતે સમતાથી સહન કરી લેશે.
(૩૬) મહાવીર ત્યાંથી કુમારેગામે ગયા. એક મૂહુત દિવસ રહ્યો ત્યારે ત્યાં પહોંચ્યા.
(૩૭) તેમના નિષ્પાપ ભ્રમણમાં મહાવીરે આત્મધ્યાન કર્યું અને રાગાદિની અસર તેમને ન થાય તેવું કર્યું, બ્રહ્મચર્ય ધારણ કર્યું અને નિર્વાણને માર્ગે પ્રયાણ કર્યું. દેવતાના કે મનુષ્યના કે જનાવરના કરેલા સર્વ ઉપસર્ગો તેમણે સહન કર્યા. તેમણે મન, વચન, કાયાની ક્રિયાઓને સંયમમાં રાખી.
(૩૮) મહાવીરે આ રીતે બાર વર્ષ પસાર કર્યા. તેરમાં વરસના વૈશાખ માસની સુદ દશમને રેજ (સુવ્રત એ દિવસનું નામ), ઉત્તરા ફાગુની નક્ષત્રના મેગે, વિજય મૂહુર્ત જ ભિકગ્રામની નજીકમાં, જુવાલુકા નામની નદીને તીરે, સામાગ નામના માલિકના ખેતરમાં, છણ મંદિરની ઈશાન દિશાએ, શાલવૃક્ષની નજીકમાં, તેઓ ઊભડક દેહાસનમાં બે હાથ જોડીને બેઠા હતા ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. . (૩૯) કેવળજ્ઞાન થવાથી તેઓ સર્વ વસ્તુઓના સર્વ ભાવે જાણતા થયા અને લોકેના તથા મનુષ્યના ભૂત, ભાવિ અને વર્તમાન સર્વ ભાવે તે જાણતા થયા, તેઓ ક્યાંથી આવ્યા છે અને કયાં જવાના છે તે પણ તેઓ જાણતા થયા. પ્ર. ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org