________________
આચાર -
વ
:
"
ચૌદમું અધ્યયન “વષણ અંબરઃ આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધનું પાંચમું વઐષણ (પ્રાકૃતમાં વત્થસણ) નામનું અધ્યયન છે. તેને ભાવ નીચે પ્રમાણે છે :
(૧) સાધક ઊનનું બનાવેલ, રેશમનું બનાવેલ, શણનું બનાવેલ, તાડના પાંદડાંનું બનાવેલ, સૂતરનું બનાવેલ કે આકડાનું બનાવેલ કાપડ ગ્રહણ કરે.
(૨) સાધુ યુવાન મજબૂત બાંધાવાળે હેય તે તેણે એક કપડું જ પહેરવું; સાધ્વી હોય તે તેણે ચાર કપડાં પહેરવાં અને તેવાં કપડાં ન મળે તે બીજા કપડાંમાંથી લઈને સીવી લેવાં.
(૩) સાધુએ અથવા સાધ્વીએ કપડાં લેવા માટે અડધા જનથી વધારે ન જવું..
(૪) પ્રથમ મડાગ્રુતસ્કંધના બીજા અધ્યયનમાં તે સંબંધી વિધિ કહ્યો છે તેનું અહીં પુનરાવર્તન કરવું.
(૫) સાધુને માટે ગૃહસ્થ ખરીદેલું કપડું તેણે લેવું ન ઘટે તેમ જ તેને માટે રંગેલ, હૈયેલ કે સાફ કરેલ, દાબેલ કે સુગંધી કરેલું કપડું ન લેવું, પણ તેની માલિકી આપનારની હોય અને આપનારના પિતાના માટે તે કપડું હોય તે તે લેવું.
(૬) સાધકે બહુ મૂલ્યવાન કપડું ન લેવું જેમ કે સૂક્ષમ મુલાયમ જરી ભરતવાળું કપડું. બહુ ઉત્તમ જાતવાળું, બહુ ઉત્તમ સૌંદર્યવાળું અથવા ઘેટા બકરાના વાળનું બનાવેલ અથવા સેનેરી જરીવાળું હોય એવું કપડું ન લેવું.
(૭) કપડાં લેવાની બાબતમાં કેટલાક નિયમે છે તે ધ્યાનમાં રાખવા.
(૮) કપડાંની જાત કહીને તે માગવું. તે ઊનનું છે કે રૂનું છે કે રેશમી છે કે શણનું છે એમ કહી તેની માગણી કરવી અને ઘરધણી તે આપતા હોય તે તે લેવું. તે પવિત્ર છે અને સ્વીકાર્ય છે.
(૯) જે કપડું પિતે સારી રીતે જોયેલ, તપાસેલ હોય તેને માગતાં ઘરધણી કે તેની સ્ત્રી તે આપ તે લેવું.
(૧) વસ્ત્ર સંબંધમાં જાણી લે કે તે અંદર પહેરવા યોગ્ય છે કે ઉપર પહેરવા યેગ્ય છે.
(૧૧) બીજા સાધકે સ્વીકારેલ ન હોય અને વધેલ હોય તે કપડું સાધક માગે. આ પવિત્ર અને સ્વીકાર્ય છે.
(૧૨) આ ચારે નિયમ પ્રમાણે કપડાં લીધેલ હોય તે તે યોગ્ય છે. પણ તે નિયમ પ્રમાણે લેવાયેલ છે એમ બેલ બેલ ન કરવું.
(૧૩) શ્રાવક પંદર દિવસ કે મહિના પછી આવવાનું કહે અથવા બીજે દિવસે આવવાનું કહે છે તે સાંભળીને સાધક કહે કે તુરત આપવું હોય તે આપ. પણ તે પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org