________________
પ્રશમરતિ વિવેચન સહિત | (૬૪) ગુરુદેવના દષ્ટિબિંદુએ જોવાનું, ગુરુદેવે બતાવેલી નિરાસક્તિએ પ્રગતિ કરવાનું, આદેશનું બહુમાન કરવાનું, તેમના પર શ્રદ્ધા રાખવાનું અને આ રીતે ગુરુકુળવાસ કરવાનું જેમણે જીવન ધ્યેય બનાવ્યું છે તે અવશ્ય વિજય મેળવીને આત્મદર્શન પામશે.
(૬૫) લેકને સાર ધર્મ છે, ધર્મનો સાર જ્ઞાન છે, જ્ઞાનને સાર સંયમ છે, સંયમને સાર નિર્વાણ છે અને નિર્વાણને સાર આનંદ છે.
(૬૬) જીવાત્મા જે આરામ શોધે છે તે સંયમમાં છે એટલું સમજીને પ્રત્યેક સાધક જિતેન્દ્રિય બની પ્રગતિ સાધે.
(૨૭) શાસ્ત્રોને જાણકાર સાધક સંસારમાં રહેલી ઘુમરીને જોઈને દૂરથી જ વિરમે.
(૬૮) નિરાસક્ત સાધક દ્રષ્ટારૂપ બની રહે છે. તે બધું જાણે છે, જુએ છે પણ વાંછ નથી. નિરાસક્ત સાધકનું કઈ પણ કર્મ વાંચ્છાપૂર્વક હોતું નથી. આ પાંચમા અધ્યયનના છ ઉદ્દેશક છે.
છઠું અધ્યયન ધૂત”. નિપુણ વૈયાવૃત્યોદ્યોગ ભેજન લાવી આપવું વગેરે ગુરુને વિનય કરો. - આચારાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનનું નામ ધૂત છે. ધૂત એટલે જોઈ નાંખવું એ પણ અર્થ કેટલાક કરે છે. વસ્ત્ર પર ચઢાવેલે રંગ બીજે રંગ લગાડતાં પહેલાં કાઢી નાંખવે. તે દૂર થયા પછી જ નવીન રંગની ચમક ઊઠે છે, તેમ ચિત્ત પર લાગેલા સંસ્કારે દૂર થાય તે જ નવીન સંસ્કારે સુરેખ બને છે. ધૂત એ દૂ ધાતુનું ભૂતકૃદંત છે. હવે આપણે છઠ્ઠા ધૂતાધ્યયનની મુશમ બાબતે સમજી લઈએ. આ ઘણું ઉપયોગી અધ્યયન છે. - ૧) પૂર્વગ્રહોમાં પૂર્વના અધ્યાસે, જટિલ કદાગ્રહ અને જડ માન્યતાઓને સમાવેશ છે. એ ભુતાવળ જેવી જીવન પર અસર કરે છે. - (૨) જ્ઞાની પુરુષે નવતત્વને યથાર્થ જાણે છે અને વદે છે.
(3) જ્ઞાની પુરુષે ત્યાગમાર્ગ તરફ વળેલા, હિંસક ક્રિયાથી નિવતેલા, બુદ્ધિમાન અને સમાધિને ઈચ્છનારા સુપાત્ર સાધકને મુક્તિનો માર્ગ બતાવે છે, તે માર્ગ તે પૈકીના જેઓ મહાવીર હોય છે તેઓ જ પચાવી શકે છે અને પચાવીને પરાક્રમવંત બની શકે છે. ઘણુ એ સંયમની દીક્ષા પામેલ સાધકે, વિભાવને વશ થઈ, અવળે માર્ગે લથડિયાં ખાતાં દેખાય છે.
(૪) આસક્ત જીવને પિતાના સુસંસ્કારની સ્મૃતિ નષ્ટ થાય છે. શેવાળમાં પડેલા વિવરમાંથી કાચ ડેક બહાર કાઢી નીલગગનનું દશ્ય જોઈ આનંદ પામી પિતાના પરિવારને તે આનંદપ્રદ દશ્ય દેખાડવા પાણીમાં ગયે પછી ફરી તે કદી તે વિવરને પામ્ય જ નહિ. તે કાચબાની પેઠે તે જીવ કદી ઊંચે આવતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org