________________
નમસ્કાર
અથ—આદીશ્વર વગેરે અને સિદ્ધાર્થરાજાના રાજપુત્ર – મહાવીરસ્વામી અને છેલ્લા શરીરવાળા, પાંચ વધતા નવ અને દેશ એટલે ચેાવીશે જિના દશ પ્રકારની ધર્માંવિધિને જાણુનારા જયવતા થતે છે. (૧)
વિવેચન—આ પ્રથમ ગાથામાં મૉંગલિક સૂચવે છે.
પ
નાભૈય—નાભિ રાજાના પુત્ર તે આદીશ્વર ભગવાન અથવા ઋષભદેવ. મહાવીરસ્વામી જે છેલ્લા શરીરધારી તીર્થંકર થઈ મેાક્ષ ગયા હતા, અને જેએ શલાકાપુરુષની ગણતરીમાં આવી ગયા છે, તેમને અને સાથે પાંચ, નવ અને દશ એટલે ચાવીશે તીર્થ કરીને નમસ્કાર કરીને, તેઓના વિજય ઇચ્છીને આ ગ્રંથની શુભ શરૂઆત કરવામાં આવે છે. આવી રીતે સ્તુતિ કરી તે વિજયવંત વતે છે એમ ગ્રંથકર્તાએ તેઓને યાદ કર્યો અને વિનય બતાવ્યું તે યાગ્ય છે. આશીર્વાદ, નમસ્કાર અથવા વસ્તુનિદે શથી ગ્રંથની શરૂઆત કરવી, એ સનાતન નિયમ છે.
આ ગ્ર^થના કર્તા ઉમાસ્વાતિવાચકનું ચરિત્ર શરૂઆતમાં આપ્યું છે, એ ઉપરથી જણાશે કે તેઓ મહાપ્રતાપી પુરુષ હતા અને તેમણે ચાગ અથવા ચારે અનુયાંગને નવીન ઝોક આપ્યા છે.
દશ યતિધમ—સાધુ મહારાજ, જે યતિધર્મોને પાળે, તે યતિધ, આ જ ગ્રંથનું પ્રકરણ સાતમુ શ્ર્લોક ૧૬૭–૧૮૧માં એના વિસ્તાર કર્યા છે. આ યતિધને જાણનાર અને પાળનાર તીર્થંકરા હતા અને તેમણે ઉપકારબુદ્ધિએ તે આપણને જણાવ્યા છે. ગ્રંથકર્તાએ એની મહત્તા ગ્રંથ શરૂ કરતાં જ પ્રથમ ગાથામાં મતાવી છે, તે ઘણી મહત્ત્વની વાત છે અને આપણું ધ્યાન તેની તરફ ખેંચે છે. આને માટે તદ્વિષયક પ્રકરણ જોવું.
સિદ્ધાર્થ રાજસ નુ—મહાવીરસ્વામી, ચાવીશમા તીર્થંકર. તે આપણા આસન્ન ઉપકારી હાવાથી તેમને ખાસ યાદ કર્યા છે. અત્યારે મહાવીરસ્વામીનું શાસન વતે છે. તેઓ છેલ્લા તીર્થકર હાવાથી તેઓને અત્ર ખાસ સંભાર્યા છે.
ચરમદેહા——તીથ “કરાને તે ભવમાં આ છેલ્લુ શરીર હાય છે, ત્યાર પછી તેઓ માક્ષમાં ગયેલ હાવાથી, તેમને શરીર ધારણ કરવાનું હાતુ જ નથી. તે ચાક્કસ મેાક્ષ જનાર્ હાવાથી તેઓ શલાકાપુરુષ પણ કહેવાય છે. દરેક આરામાં એવા ત્રેસઠ પુરુષો થાય છે : ચાવીશ તીર્થંકર, બાર ચક્રવતી, નય વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ અને નવ બળદેવ મળીને ત્રેસઠ શલાકાપુરુષો થાય છે. ચરમ દેતુવાળા તે માત્ર તીર્થંકર હોય છે; સ ચક્રવર્તી, વાસુદેવ કે પ્રતિવાસુદેવ ચરમદેહવાળા હાતા નથી.
પંચ, નવ, દશ—એ ચોવીશની સંખ્યા સૂચવનાર શબ્દ છે. પાંચમાં નવ ભળે અને તેમાં દશ ભળે ત્યારે ચોવીશ થાય. એવી રીતે અષ્ટાપદની રચનામાં ચત્તારી--અટ્ઠ-દસદેોય એટલે ચાર, આઠ, દેશ અને બે મળીને ચાર બાજુએ ચોવીશ તીથંકર હાય છે, અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org