________________
:
કવાયો અને વિષયો ઉપાડીને બીજા ખાડામાં નાખનારા અને દુઃખનું ફળ આપનારા છે. વિપાક એટલે ફળ. અનંતા કાળથી આપણે છેડે આવતું નથી, અને આપણે મેળ વગરના રખડીએ છીએ, તે સર્વનું કારણ આગલા ભવમાં આપણે સેવન કરેલા વિષયે અને તે સમયે તેમાં લીધેલ રસ અને રાગદ્વેષ છે. ભવસંતતિનું આ કારણ સમજી વિચારી લેવા યોગ્ય છે. આ સંસારનું અને એક ભવથી બીજા ભવમાં ભટકવાનું આ કારણે જ્યાં સુધી છૂટી જશે નહિ ત્યાં સુધી આ જીવ એક ખાડામાંથી બીજા ખાડામાં પડશે. વિષયસેવનનું આ પરિણામ થાય છે, તે વિચારવા ગ્ય છે. - ભવશત–સેંકડે, હજારે, લાખે, અસંખ્યાત, અનંત ભો. અહીં શતને અર્થ સે નથી, અનેક સે એટલે લાખે, કરડે અને અનંતને એમાં સમાવેશ થાય છે, કારણ કે એમાં “પરંપરા” શબ્દ સાથે છે. “ભવશતપરંપરા” એ શબ્દને આ જ અર્થ સંબંધને અનુરૂપ છે. વિષયે શરૂઆતમાં સારા લાગે છે તે બહુ ભેળી નજર છે, લાંબી નજરે જોતાં એ અનેક ભવમાં મહાદુઃખ આપનાર થાય છે. એ આ ગાથાને ભાવ છે. વિષ કરતાં પણ તેના પ્રત્યેને રાગ વધારે ખરાબ છે, એટલે રાગદ્વેષને અને વિષયને સંબંધ જરૂર તેડી નાંખ જોઈએ. (૧૦૯) મરણને અંગે વિષ પરની રતિનો ત્યાગ–
अपि पश्यतां समक्ष नियतमनियत पदे पदे मरणम् ।
येषां विषयेषु रतिर्भवति न तान् मानुषान् गणयेत् ॥११०॥ અર્થ અરે! ડગલે ને પગલે મરણ ચક્કસ કે અક્કસ છે એમ નજરે જોયા પછી પણ જેઓને પાંચ ઇન્દ્રિયના વિષ પર પ્રેમ હોય તેમને માણસ ન ગણવા જોઈએ. (૧૧૦)
વિવરણ—હવે એ પાંચે ઇન્દ્રિયના વિષયોને તજી દેવાનું છેલ્લું પણ અતિ મહત્વનું કારણ આપે છે, તે વિચારશું.
પશ્યતાં–આપણે નજરે જોઈએ છીએ. ઉઘાડી આંખે જોઈએ તે આપણે હાલતાં અને ચાલતાં, ડગલે ને પગલે મરણને જોઈએ છીએ. જેની સાથે કાલે રમ્યા હતા, તે રાત્રે મરી જાય છે એમ આપણે જોયું. જે પૃથ્વી ઉપર ડગલું ન પાડતા હતા તેવાને પણ નાશ થઈ ગયે. જેઓ વાતચીત કરવામાં કુશળ હતા, તે પણ ગયા. અને જે અનેક પ્રકારના ધમધમાટ કરતા હતા, જે પિતાની મૂછ ઉપર લીંબુ રાખતા હતા તેમને પણ મરી જતા જોયા. અનેકને જમીનમાં દાટી આવ્યા અને એક છત્ર રાજ્ય કરનાર રાજાઓ અને આખા રાજ્યને પિતાની આંગળી ઉપર રમાડનારા મંત્રીઓ અને સરકારના મોટા કામદારોને પણ અંતે મરતા જોયા. આ અર્થમાં પશ્યતાં શબ્દ સમજવાનો છે.
નિયત-દેવતા અને નારકનું આયુષ્ય નક્કી હોય છે અને તે અકસ્માત વગેરેથી પાતું કે ઘટતું નથી, કારણ કે મારા જેવાં તેમનાં વૈક્રિય શરીર પાકા આયુષ્યને બાંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org