________________
પ્રશમરતિ વિવેચન સહિત અને ૬. વિદ્યા–એમ છ સદસ્થાને આગળ જઈ ગયા અને તે કરવા ગ્ય નથી એમ ગ્રંથકર્તાએ વિસ્તારથી બતાવ્યું. તેવી જ રીતે આ સાતમું મદસ્થાન “વલ્લભતા'નું છે. વલ્લભતા એટલે આપણે જ્યાં જઈએ ત્યાં ભળી જઈએ છીએ અને આપણે પોતે અતડા પડતા નથી અને આપણા સંબંધમાં આવે તે સર્વને પ્રેમ મેળવી શકીએ છીએ. આનું નામ વાલભ્ય અથવા સાતમું મદસ્થાન વલ્લભતા છે. કેઈ કોઈ ગ્રંથકાર અને સ્થાને ઉતપને મદ કહે છે. કોઈ પણ પ્રકારને મદદ કરે અનુચિત છે, એટલે તપ હશે કે વાલ્લભ્ય હશે તેની ચર્ચા કામની નથી. તપને મદ વધારે પ્રમાણમાં આપણું ધ્યાન ખેંચનારે જણાવે છે. જ્ઞાનીએ તેનાં કરતાં વલ્લભતામદને વધારે પ્રાધાન્ય આપ્યું છે, તેનાં કારણે પણ જણાવ્યાં છે, પણ તપમદ અને વલભતામદ બેમાં વલ્લભતા મદને શા માટે વધારે અગત્યને ગણવામાં આવ્યું તેનું કારણ જણાવ્યું નથી. એટલે એ તવ કેવલીગમ્ય રાખી આપણે કોઈ પ્રકારને મદ ન કર ઘટે. - દ્રમક ભિખારી. એને વધારે ઓળખવા માટે ઉપમિતિભવપ્રપંચા કથાને પહેલે પ્રસ્તાવ જે. ભિખારી હંમેશા પિતાને લાભ જ જુએ છે. એ અનેક લડાપટુડાવડા કરશે, એ મીઠું બોલશે, આપનારને રીઝવવા માટે અનેક પ્રકારના ચેનચાળા કરશે, અથવા ભૂતકાળમાં પિતા પર ઉપકાર થયેલ હોય તેની નજરે અથવા ભવિષ્યની આશાએ તે મીઠાં પડાં વચન બેલશે. પછી એ આપનાર કે ઉપકાર કરનારના બદલાની ખાતર તેની અનેક પ્રકારની બિરદાવલી બેલશે. એવા ભિખારીની ખુશામતથી કે મીઠો લાગે તેવાં વચનોથી લેવાઈ કે છેતરાઈ ન જવું. આવી દેખીતી વલ્લભતા કાંઈ ઉપગની નથી. તે આપણું ગેરહાજરીમાં શું બોલે છે તે મુદ્દાની વાત છે, બાકી ભિખારીના લટુડાં વચનથી કોઈ લેવાઈ જાય અને તેના પર પ્રીતિ કરે એ તે અસંભવિત વાત છે.
ઉપકારનિમિત્ત-એક અમુક માણસે પિતા ઉપર ઉપકાર કર્યો હોય અથવા કરવાની આશા હોય તેથી મીઠું મધુરું સારું લાગે તેવું તે બોલે તે તેવા પ્રકારની વલ્લભતાને અહંકાર કે મદ કરે કેમ ઘટે? એ ભિખારી તે પિતાના લાભ નિમિત્તે ગમે તેવું સારું બોલે, પણ એથી થતી વલભતા-પ્રેમીપણામાં આપણી જાતને શા માટે વખાણવી કે તે વાતને મદ કરે? નિમિત્ત એટલે હેતુ. આપણે તેના પર ઉપકાર કરીએ તે હેતુ તેના મનમાં હોય છે. આપણે તેને વલ્લભ કયારે લાગીએ કે જ્યારે એ જાણે કે આપણે ભવિષ્ય કે તે જ વખતે તેના ઉપર ઉપકાર કરવાના છીએ. ઉપકાર નિમિત્ત છે. એને આપણા આભાર તળે લેવાના છીએ એ આશામાં તે આપણને વલ્લભતા દેખાડે. જો કે આ વલ્લભતા સ્વાથી છે, પણ દુનિયા સ્વાર્થ ઉપર જ મંડાયેલી છે, એટલે એમાં કોઈ નવાઈ નથી. “આશા ઔરનકી ક્યા કીજે, ભટક્ત દ્વાર દ્વારા લેકન કે કુકર આશાધારી” એ આનંદઘનજીના પદમાં આશાધારી કૂતરે કેવા કેવા ચાળા કરે છે તે બતાવ્યું છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org