________________
કષા અને વિષય
૧૭૩ વાત છેટી હોય એમ માનવાનું કાંઈ કારણ નથી, તે આપણે અમુક જાતિ માટે અભિમાન કરવું કઈ રીતે યોગ્ય કે ઉચિત ગણાય?
આપણે કયાં નથી ગયા? અને શું નથી થયા ? તે પછી આપણે આ ભવમાં જે જાતિમાં જન્મ્યા હોઈએ તેનું અભિમાન શેનું કરવું? આપણે પિતે બધે ગયા છીએ અને બધી જાતિમાં ફર્યા છીએ. આ વખતે અમુક જાતિ મળી તેનું અભિમાન કરવું તે ઉચિત નથી. અભિમાન તે કદાચ તે જાતિમાં ન ગયેલાને ઘટે, જો કે તેણે તેમ કરવું યેગ્ય નથી. - હીન ઉત્તમ મધ્યત્વ—આપણે તે જાતિની અંદર પણ હીનપણું (અધમપણું), મધ્યમપણું અને ઉચ્ચપણું અનંતવાર પામ્યા છીએ તેથી આ વખત કદાચ કોઈ જાતિમાં ઉત્તમપણું પામીએ તે તે વાતનું અભિમાન કરવું, તે વાતની બડાઈ કરવી યોગ્ય નથી. - બુધ-ડાહ્યો માણસ. આ સ્થિતિ હોવાથી કે ડાહ્યો માણસ-સમજુ માણસ જાતિનું અભિમાન કરે? આવું અભિમાન કરનાર સમજુ માણસ ન હોય. એમાં અભિમાન કરવા જેવું કાંઈ નથી.
- પિતે જેને અધમ જાતિ કહેતે હોય તેવી વાળંદ, કાછીઆ, મોચીની જાતિમાં પણ આ જીવ અનેકવાર જઈ આવ્યો છે ત્યારે એણે જાતિમદ કરે કેમ ઘટે? અને તે કરનાર સમજુ માણસમાં કેમ ગણાય? પિતે બધી ચારે ગતિમાં સર્વ ઉચ્ચ, મધ્યમ અને નીચ જાતિ પામ્યો છે તેની એને ખબર નથી. અત્યારે સારી જાતિમાં હોય તે પણ પિતાની અગાઉની સર્વ પ્રકારની જાતિ યાદ કરે તે એને સમજ પડે કે એ બાબતનું ગૌરવ લાજિમ નથી. તેથી ડાહ્યા માણસ તરીકે ગણના થયેલી હોય તે તેણે જાતિમદ કર ઉચિત નથી. (૮૧) કેઈની જાતિ એકસરખી રહેતી નથી–
नैकान् जातिविशेषानिन्द्रियनिर्वृत्तिपूर्वकान् सत्त्वाः ।। * વર્મવશાત્ છાત્ર વેશ્ય એ શાશ્વતી જ્ઞાતિઃ ? ૮રા.
અર્થ—અનેક જાતિવિશેષમાં જે કરતી વખતે ઇદ્રિને બનાવવામાં અને ઘડવામાં પૂર્વકાળે આવે છે તેવી જાતિઓમાં, પ્રાણુઓ કર્મવશપણને લઈને જાય છે, તેમાં કયા માણસની અથવા કેની જાતિ એકસરખી શાશ્વત-સ્થિર રહે છે? (૮૨)
વિવેચન : નેકાન—આ માણસ અનેક જાતિ પામે છે. ઉપરની વ્યાખ્યાએ આ પ્રાણી બધી જાતિમાં જઈ આવ્યું છે, તેની કોઈ એક જાત નથી, અનેક લાખો કરે. બધી જાતિઓ છે. નૈકાન એટલે એકથી વધારે. આ પ્રાણી તે બધી જાતિમાં જઈ આવ્યું છે, એટલે એની એક જાતિ નથી તે આપણે આગળ જોઈશું.
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org