________________
પ્રશમરતિ વિવેચન સહિત પરિણામે સારું થાય અને લાભ કરાવી આપે તેવું જ વચન બેલે. તેઓ પ્રાણુઓને તાત્કાલિક લાભ જતા નથી, પણ પરિણામે મીઠું નીકળે તેવું જ વચન બેલે છે. તેઓના વચનને એ પ્રભાવ સ્વભાવસિદ્ધ હોય છે. તેઓ પ્રાણીને સારુ લગાડવા કાંઈ બોલતા નથી. પણ તેમના વચન પ્રમાણે વર્તન થાય તે પરિણામે અંતે લાભ જ થાય છે. આવું “નિશ્ચય મધુર” વચન કાઢવું તે સજ્જન અને બુદ્ધિમાન માણસોથી જ બની શકે છે. ગમે તેવા લેભાગુ તે પ્રાણીને રાજી કરવા વચન બેલે છે, પણ ખરા સજજન તે પ્રાણીનું અંતિમ પરિણામિક સ્થાયી હિત ક્યાં થાય અને કેવી રીતે થાય તે દર્શાવતું જ વચન બોલે છે. પરિણામે સુંદર હોય તેવું વચન સારું ગણાય છે, પરિણામે એટલે છેવટે, અંતે જતાં. એકલું સામાને સારું લાગે તેવું બેલનારા તે ઘણું હોય છે, પણ જે વચન અંતે જતાં પરિણામે સારું કરે તેવું ન હોય, માત્ર વહાલું લાગે તેવું હોય, તે વચન નિશ્ચય મધુર કહેવાતું નથી. એટલા માટે વચન બોલતી વખતે સામાને-સાંભળનારને વહાલું લાગે તેવું કે ખુશી કરે તેવું વચન હોવા ઉપરાંત તે તેને–સરવાળે–અંતે આખરે જતાં લાભકારી હોવું જોઈએ. તેટલા માટે કહ્યું છે કે વચનનું સત્ય, પ્રિય, હિત, મિત અને તથ્ય હોવું જરૂરી છે. એમાં જે હિત નામને ત્રીજો વિભાગ કહ્યો તે મુજબ વચન પરિણામે હિત કરનાર, તે સાંભળનારનું ભલું કરનાર દેવું જોઈએ. આ સાદી સરળ વાત કરી. વચન કેવું વાપરવું જોઈએ, કેવું બોલવું જોઈએ તે પણ આડકતરી રીતે જણાવી દીધું. મધુસાકર પણ પિત્ત દેષથી કડવાં લાગે તે દષ્ટાંત અત્ર બતાવાય છે.'
અનુકંપા-કૃપા. મહેરબાની કરી સંત પુરુષો-સજજને બેલે તેવી વાત. આ કૃપા એ ઘણી અગત્યની વસ્તુ છે. સારા માણસે બોલે છે તે બીજા ઉપર કૃપા કરવા માટે જ બેલે છે, બેલવા ખાતર કે પિતાના સંતેષ ખાતર કદી બેલતા નથી.
સભિ-સારા માણસ, સજ્જન પુરુ, સંત પુરુષો. સારા માણસો વિના લાભ કદી બોલતા નથી. મુભમત્તિ શુત્તિ વત્તવ્યમ્ “મુખ છે માટે કાંઈ તે બોલવું જોઈએ” એ ધોરણે કદી બોલતા નથી. સજજન પુરુષે તે સામાને પરિણામે હિતકારક, અતિશયોક્તિ વગરનું અને તેને ગમે તેવું અને સંપૂર્ણ સત્ય વચન બોલે છે. - રાગદ્વેષદાવૃત્તા–રાગદ્વેષથી લેવાઈ ગયેલા. રાગદ્વેષથી તણાઈ જઈ સામાન્ય માણસ ગમે તે બેલી નાખે છે અને સાંભળનારને સ્વાર્થ ધ્યાનમાં લેતા નથી. પિતાના રાગદ્વેષથી તેઓ તણાઈ જઈ સ્વચ્છેદાચારી બની જાય છે. તેઓ પોતાના વિચાર રાગદેષને આધીન રહી કરે છે. અથવા સામા સાંભળનાર તરફના રાગદ્વેષથી ખેંચાઈ જાય છે. અને તે બન્ને પ્રકારના અને વિકારને આધીન રહી વચન કાઢે છે. જેમ કેહથી હત થયેલ પ્રાણ અજ્ઞાન કે પિતાના બાંધેલા વિચાર અનુસારે વચન કાઢે છે તેમ આવા રાગદ્વેષથી રંગાયેલા સ્વચ્છંદાચારી માણસે ભડભડીયા તરીકે મનમાં આવે તેવું બેલી દે છે અને
- Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org