________________
૧૦.
પ્રશમરતિ વિવેચન સહિત વાત, ધર્મના વિષયમાં વિર્યની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે, તે પણ મળી ગયું. છઠ્ઠી વાત, શાસ્ત્ર-અધ્યયન, તે પણ મળી ગયું. સાતમી વાત, સારું કુળ. સારા કુળમાં જન્મ થવો તે મુશ્કેલ છે. તે પણ મળ્યું. આઠમી વાત, રૂપ મળવાની મુશ્કેલી છે. એ પણ મળ્યું. નવમી વાત આપણું વચન બીજાને ગમે તેવું થયું તે પણ મુશ્કેલ છે. તેવું વચન પણ મળ્યું. નાનપણમાં ધર્મ રુચે નહિ અને શરીર ઘડપણમાં જવાબ આપે નહિ તેટલા માટે દસમી દુર્લભ બાબત યુવાની છે, તે પણ મળી ગઈ. અગિયારમી વાત મિત્રની છે. મિત્રો અધર્મમાં પ્રેરે અથવા તેમની કુબતથી પ્રાણી આડે રસ્તે ઊતરી જાય એવા મળે છે, સારા મળવા મુશ્કેલ છે. મિત્રો સારા અનુકુળ મળ્યા છે. બારમી વાત, ધન–પૈસાની છે, તે પણ મળ્યા. તેરમી વાત શેઠાઈ–ઐશ્વર્યાની છે, તે પણ મળી ગઈ. આવી સર્વ અનુકૂળતા મળી, તેરે ય વાતે પિતે ભાગ્યવાન નીવડયો એને આધાર વિનય પર, પ્રાણીની ગુરુ તરફની ભક્તિ પર છે. માટે જે વચન ગુરુ કહે તેને ઘીની નાળ સમાન ગણીને, તેવાં વચન સાંભળવાને પિતે ભાગ્યવાન થયે એમ માની, ગુરુમહારાજ પર વિનય રાખો અને તેઓ જે કહે છે તેને સંસ્પર્શ ચંદન જે શીતળ છે એમ ધારી, તેમના અનુભવને માન આપી, તેઓ ઉપર સઘળે આધાર રાખવે અને તેમને અધીન રહી તેમનું વચન બર લાવવું. એ વાતમાં શંકા અથવા ચર્ચાને સ્થાન નથી એમ ગણું, ભાગ્યને ગુરુનું વચન સાંભળવા કે તેને સ્પર્શ કરવા પિતાના કાન ભાગ્યશાળી થયા છે તેમ ધારી ગુરુ મહારાને વિનય જરા પણ ચૂકે નહિ. આ તેરેય બાબતેને વિનયગુણ આણે છે, અને જાતને ભાગ્યશાળી બનાવે છે એમ સમજી ગુરૂને વિનય બરાબર જાળવે અને તેમાં પોતાની જાતને પતંત્ર ન માનવી, પણ દુનિયાના અનુભવી વૃદ્ધ ગુરુ જે કાંઈ કહે છે તે પિતાને હિત આપનાર છે અને અને મોક્ષ આપનાર છે એમ સમજી ગુરુને વિનય કરો અને તે જ પરિસ્થિતિ જાળવી રાખવી. આ દુનિયામાં જે અનુભવ ગુરુને હોય છે અને જે દીર્ધદષ્ટિથી તેઓ શિષ્યનું સ્થાયી હિત ઈચ્છે છે તેવી નજર અન્યની હોઈ શકતી નથી, માટે બુરુને વિનય સમજુ અને પિતાનું હિત સ્થાયીપણે થાય તેમ ઈચ્છનાર શિષ્ય ચૂકે નહિ.
કલ્યાણુ–સારું થયું છે. મેક્ષ જેવી ચીજ, ઉપર જણાવ્યા પ્રમાણે, જે અપાવી શકે છે, તેવું કલ્યાણ જે કરી શકે છે તે ગુરુ મહારાજને વિનય શિષ્ય જરૂર કરે જોઈએ. આ દુનિયામાં વૃદ્ધ માતાપિતાને વિનય કરે જરૂરી છે, કારણ કે તેમને ઉપકાર લઘુવયમાં ઘણે જબરે છે. શેઠ કે માલિકને ઉપકાર પણ આ ભાવની અપેક્ષાએ ઘણે ગણાય. પણ ગુરુના ઉપકારને બદલે તે આ ભવે કે પરભવે વાળી શકાય તેમ નથી, કારણ કે તેમણે નિઃસ્વાર્થભાવે ધર્મ બતાવી મોક્ષમાર્ગ પ્રગટાવ્યું છે, અને સાચે ઉપકાર કદી ભૂલી શકાય નહિ, ભૂલે તે માણસ નહિ. માટે સર્વ કલ્યાણનું વાસણ, જેમાં બીજી વસ્તુ ઝીલી શકાય તે, વિનય ગુણ છે. તેની મહત્તા અત્ર બતાવી છે. વિનયી શિષ્ય ગુરુને
Jain Education International
For Private & Personal use only..
www.jainelibrary.org