________________
કષા અને વિષય
૧૫૭ અથ–સંવરનું ફળ તપબળ છે, અને તપનું ફળ નિજ રા છે એમ અનુભવ્યું છે તેનાથી (નિર્જરાથી) ક્યિાથી નિવૃત્તિ થાય છે, અને ક્રિયાનિવૃત્તિપણાથી અગીપણું થાય છે. (૭૩) * વિવેચન–સર્વમાન્ય સત્યની જે વાત ચાલે છે તે કેટલીક આગળ કહે છે, એટલે આ શ્લેકમાં પણ સર્વમાન્ય સત્યે આવશે. આ સર્વ પ્રયાસ વિષ્ણુનું પ્રાધાન્ય, ઉપયોગીપણું બતાવવા માટે છે એ વાત ધ્યાનમાં રહે.
સંવર–સંવરતવના સત્તાવન પ્રકાર છે. સંવ એટલે કર્મો લાવનારું જે ગરનાળું છે તેની આડા મારણું બંધ કરવા અને આશ્રવ થતું અટકાવે. આવી રીતે. આવતાં કર્મોને રિકવા તે પાંચમું સંવરતત્વ છે. ભાવના ભાવવાથી અને યતિધર્મોમાં પ્રવૃત્ત રહેવાથી અને અષ્ટ પ્રવચનમાતા (ઈસમિતિ, ભાષાસમિતિ, એષણસમિતિ, આદાનનિક્ષેપણસમિતિ, પરિષ્ઠાપનિકાસમિતિ, મને ગુપ્તિ, વચનગુણિ, કાયમુસિ)નું પરિપાલન કરવાથી આવતાં કર્મો અટકે છે. સંવરનું ફળ તપ છે. એક પ્રાણીમાં સંવર કયારે જામ્ય કહેવાય કે એ તપ કરતે હોય ત્યારે. એટલે સંવરનું ફળ તબિળ છે એમ આ સર્વમાન્ય પ્રથમ સત્ય કહ્યું. બુદ્ધ ભગવાને તપને શરીરમલેશકારી ગણ્યું, પણ મહાવીર ભગવાને તે તેને નિજેરાનું કારણ માન્યું અને સંવરનાં ફળ તરીકે એને સ્વીકાર્યું અને પિતાના જીવનથી તપને મહિમા બતાવી આપે. તપ એ સંવરનું ફળ છે. તપસ્યાથી શરીરે જેર પડતું નથી, પણ તાકાતમાં વધારે થાય છે એ વર્તમાન દાકતરી વિજ્ઞાને પણ બતાવી આપ્યું છે. એટલે દેહદમન તરફ બેદરકાર ન રહી આ શરીરને બને તેટલે લાભ લેવા અને તેમાં કોઈ જાતની શંકા ન રાખવી. મેક્ષ જવા માટે અને કરેલાં કર્મોને ક્ષય કરવા માટે તપશક્તિ ઘણું જરૂરી છે. આગલી ગાથામાં આશ્રયનિધિ કહેવામાં આવ્યો તે જ આ સંવર છે અને સંવરથી તપની શક્તિ મળી રહે છે. અને તેવી શક્તિ આવવી એ સંવરનું ફળ છે. સંવર પિતે પાંચમું તત્વ છે. - નિરા–કર્મોને વિપાકેદયથી કે પ્રદેશોદયથી નાશ થવે તે. છ બાહા તપથી અને છ પ્રકારના આત્યંતર તપથી કર્મની નિજા થાય છે. નિજ રા એ જૈન મતે છ તત્વ છે અને ઉપગી તત્વમાંનું એક આદરણીય તત્વ છે. બાહ્યતપ છ પ્રકારનું છેઃ (૧) “અનશન” એટલે ન ખાવું. (૨) “ઊદરી’ એટલે ભૂખથી પાંચસાત કેળિયા ઓછા ખાવા. અત્યારે ડોકટરે પણું ઓછું ખાવાને ઉપદેશ આપે છે. (૩) “વૃત્તિસંક્ષેપ” એટલે પિતાને કાંઈપણ ઈચ્છા થઈ હોય તેને ઓછી કરવી તે. વૃત્તિને બહાર જતી અટકાવવી અને તેના ઉપર અંકુશ રાખ. (૪) “રસત્યાગ એટલે દૂધ, દહીં, છાશ વગેરે અને હલવાઈએ તૈયાર કરેલી મિઠાઈને ત્યાગ કરે. (૫) કાયલેશ” એટલે ચાદિક કષ્ટ સહન કરવા અને (૬) “સંલીનતા” એટલે શરીરના અંગે પાંગ સંકેચીને રાખવાં. એ છ બાહ્ય તપ કહ્યાં. ઉપરાંત, છ આત્યંતર તપ છેઃ (૧) “પ્રાયશ્ચિત્ત—–જાણતાં અજાણતાં થયેલી ભૂલ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org