SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ દર્શનની વ્યાખ્યા કરી છે, જીવ વગેરે સાત ત ગણાવ્યાં છે અને તે તને જાણવાનાં ઉપાયભૂત જ્ઞાનોનું નિરૂપણ કર્યું છે. આ અધ્યાયમાં મતિ, કૃત, અવધિ, મન:પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાનનું વ્યવસ્થિત નિરૂપણ કરવામાં આવ્યું છે. વળી, આ જ અધ્યાયમાં નામ આદિ ચાર નિક્ષેપ, નિદેશ આદિ ચૌદ અનુગદ્વારે અને નિગમ આદિ પાંચ નોને જણાવવામાં આવ્યાં છે. બીજા અધ્યાયમાં જીવતત્ત્વનું સ્વરૂપ, સંસારી જીવન પ્રકારે, ઈદ્રિનાં ભેદ-પ્રભેદ, ઇન્દ્રિયના વિષ, જીવાવર્ગોમાં ઈન્દ્રિયની વહેંચણી, અંતરાલગતિ, જન્મના પ્રકારે, યુનિઓ, ઔદારિક આદિ પાંચ શરીરે, ચાર ગતિઓમાં લિંગની વહેંચણી અને અનપવતી આયુષ્યને ભેગવનારાઓને નિર્દેશ આવે છે. ત્રીજા અધ્યાયમાં નારકેનું અને મધ્યલેકનું વર્ણન છે. ચોથા અધ્યાયમાં દેવ અને દેવકનું વર્ણન છે. પાંચમા અધ્યાયમાં દ્રવ્યના પ્રકારે, તેમનાં સાધમ્ય–વૈધર્મે, તેમનું સ્થિતિ ક્ષેત્ર, તેમનાં કાર્યો, પુદ્ગલનું સ્વરૂપ, તેના પ્રકાર અને તેનાં ઉત્પાદક કારણે, પૌગલિક બંધ, દ્રવ્યસામાન્યનું લક્ષણ, કાળનું સ્વરૂપ, ગુણ અને પરિણામનાં લક્ષણે નિરૂપવામાં આવ્યાં છે. છઠ્ઠા અધ્યાયમાં આસવનું સ્વરૂપ, આસનના પ્રકાર અને કયા પ્રકારના ભાવથી કયાં કર્મો બંધાય છે તેનું વર્ણન છે. સાતમા અધ્યાયમાં વ્રતનું સ્વરૂપ, અણુવ્રત અને મહાવ્રત, વ્રતની સ્થિરતાના ઉપાયે, હિંસા આદિ દેનું સ્વરૂપ, વ્રતના અતિચારે, દાનનું સ્વરૂપ એ બધાની વિચારણા છે. આઠમા અધ્યાયમાં કર્મબંધના મૂળ હેતુઓ, કર્મબંધનું સ્વરૂપ, બંધના પ્રકૃતિ આદિ ચાર પ્રકાર, અને મૂલપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિના ભેદોનું નિરૂપણ છે. નવમા અધ્યાયમાં સંવરનું સ્વરૂપ અને તેના ઉપાય જણાવાયાં છે. ઉપાયમાં ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય, ચારિત્ર અને તપની વિચારણા છે. દસમા અધ્યાયમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિના હેતુઓ, કર્મને આત્યંતિક ક્ષયનાં કારણે, મોક્ષનું સ્વરૂપ, મુખ્યમાન છતું. ઊર્ધ્વગમન, ઊર્ધ્વગતિનાં કારણે, ક્ષેત્ર આદિ બાર બાબતે વડે સિદ્ધની વિશેષ વિચારણા આ બધું આલેખાયું છે. ટૂંકમાં, પ્રથમ અધ્યાયમાં જ્ઞાનમીમાંસા છે, બીજાથી પાંચમા અધ્યાયમાં યમીમાંસા છે અને બાકીના પાંચ અધ્યાયમાં ચારિત્રમીમાંસા છે. આ મૂળ સૂત્રો ઉપર ઉમાસ્વાતિએ પોતે જ ભાષ્ય લખ્યું છે. ત્યાર પછી દિગબર આચાર્ય પૂજ્યપાદે સૂત્ર ઉપર સર્વાર્થસિદ્ધિ નામની ટીકા રચી છે. તેના પછી દિગંબર આચાર્ય ભટ્ટ અકલંક તત્ત્વાર્થસૂત્ર ઉપર રાંજવાર્તિક નામની ટીકા રચી છે, પૂજ્યપાદનાં સર્વાર્થસિદ્ધિગત મુદ્દાવાળા વાક્યોને તારવી, બેઠવી અકલ કે તેમના ઉપર સકુટ વિવરણ લખ્યું છે. આ દષ્ટિએ તેને સર્વાર્થસિદ્ધિનું વિવરણ કહેવાય. પરંતુ રાજવાર્તિકમાં દાર્શનિક ચર્ચાઓ અનેકાંતને આશ્રીને તેમ જ વિસ્તારથી કરવામાં આવી હોઈ તે વસ્તુતઃ સ્વતંત્ર - ગ્રંથ જ બની રહે છે. ત્યાર બાદ વિદ્યાનન્દ સૂત્ર ઉપર તત્ત્વાર્થ સેવાતિક નામની ટીકા રચી છે. પંડિતશ્રી સુખલાલજી રાજવાતિક અને કાર્તિક વિશે લખે છે કે “તત્વાર્થ ઉપરના ઉપલબ્ધ તાંબરીય સાહિત્યમાંથી એકે ગ્રંથ “રાજવાર્તિક કે લેકવાતિકની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy