SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમણત વિવેચન સહિત તે કાયમ રહેવાની નથી એમ વિમારી, અત્યારે આજે તેને હિતકારી કામ કરવા માટે હા લે. “આજને વહાવે લીએ ૨ કાલ કેણે કઠી છે.” (૫) " વિનયની મહત્તા शाखागमाइते न हितमस्ति न चपासमस्ति बिनयमृते । तस्माच्छाखाममलिप्सुना बिनीतेन भवितव्यम् ॥६६॥ ... અથ–શાસ્ત્ર અને આગમ વગર, હિત થતું નથી અને વિનય વગર શાસ્ત્ર શાસ્ત્ર તરીકે થઈ શકતું નથી. એટલા માટે જેણે શાસ્ત્ર અને આગમને અભ્યાસ કરવો હોય તેણે વિનયવાન નમ્ર શિષ્ય બનવું જોઈએ. (૬૬) - વિવેચન—આપણું હિત કયાં અને શું છે તેનું જ્ઞાન શાસના અને આરામના રાવ વગર થતું નથી. જ્યાં ત્યાં ગટે ન ચઢી જવાય તે માટે શાસ્ત્રને બરાબર અભ્યાસ તેને માટે બતાવેલ વિધિ પ્રમાણે કરો. પિતાનું સ્થાયી હિત શોધી કાઢવા માટે શાસ્ત્ર અને આગમનું જ્ઞાન અનિવાર્ય છે, કારણ કે દુનિયાદારીના અભ્યાસે તે કદાચ આ ભવમાં ફતેહ અપાવે, પણ એ ફતેહ તે ઝાંઝવાના જળ જેવી છે અને સ્થાયી ન ઈ અંતે નકામી નીવડે છે. શાસ્ત્ર આપણુ માટે પૂર્વાચાર્યો રચી ગયાં છે, તેમને કઈ સ્વાર્થ ન હતા. તેઓએ આપણું હિત શેમાં થાય તે શાસ્ત્ર અને આગમમાં બતાવ્યું છે. તેથી આપણા સ્થાથી હિતની જે ચિતવના કરીએ છીએ તે માટે શાસ્ત્રનું અધ્યયન જરૂરી છે. ભવિષ્યની પ્રજનું એકાંત હિત થાય તે માટે રચાયેલાં આગ અતિ મહત્વનાં છે. તેમના પ્રણેતાએએ શાસ્ત્ર આપણું હિતબુદ્ધિથી કહેલાં છે અને પછવાડેની પ્રજાએ શાસ્ત્ર અને આગમનું જ્ઞાન આપણા લાભ માટે જાળવી રાખ્યું છે. એટલે એ શાસ્ત્રો અને આગમોને વિધિસર અભ્યાસ કરે. એ માગે આપણી જાતને આપણે બરાબર ઓળખશું અને આપણું સ્થાન આ યુગમાં શું છે તે સમજશું, કારણ કે સર્વજ્ઞશાસન ત્રિકાલાબાધિત છે. અને ત્રણે કાળમાં ચાલે તેવું, મહાન સત્યથી ભરેલું અને એકાંત હિતબુદ્ધિએ કહેલું છે. એટલે પિતાના સ્થાયી આત્મહિત માટે શાસ્ત્રાભ્યાસ કરે એમ ફલિત થાય છે. . હિત–જે સ્થાયી ટકે તે લાભ હેય તે હિત કહેવાય છે. તે શાભ્યાસ વગર થઈ શક્તા નથી. જે પરગતિમાં દુઃખથી અટકાવે તે શાસ્ત્ર કહેવાય. શાસ્ત્ર વગર તે કાંઈ હિતકારી-સ્થાયી હિત કરનાર નીવડતું નથી. વ્યાવહારિક વિજ્ઞાન વગેરે બીજા ગમે તેવાં શાઓ લય, પણ જેનાથી સ્થાયી હિત થાય તે શાસ્ત્ર તે ધાર્મિક આગમનિગમનું કહેવાય છે. તીર્થકર મહારાજે જે વાણી કહી બતાવી, તેને ગણધરોએ (ભગવાનના મુખ્ય શિષ્યોએ) ગૂંથી, અને તે ચાલી આવે છે, તે આગમને ઇતિહાસ જાણનાર સારી રીતે જાણે છે. એટલે જે પિતાનું સ્થાયી હિત કરવું હોય તે શાસ્ત્ર અને આગમના જ્ઞાનની જરૂર છે. Jain Education International, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy