________________
અને કેટલેક સ્થાને તત્વાર્થસૂત્રમાં જે લખ્યું છે તેમાં સુધારે કરી પ્રશમરતિમાં તેને દાખલ કર્યું છે. આ દર્શાવે છે કે ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિની રચના નિશંકપણે તત્વાર્થસૂત્ર પછી કરી લાગે છે.
પ્રશમરતિના કર્તા ઉમાસ્વાતિને પરિચય
ઉમાસ્વાતિ જૈન ધર્મની બધી શાખાઓને પહેલેથી આજ સુધી એકસરખા માન્ય છે. શ્વેતાંબરે તેમને પિતાની શાખામાં થયેલા માને છે અને દિગંબરે તેમને પિતાની શાખામાં થયેલા માને છે. દિગંબર પરંપરા તેમને ઉમાસ્વામી નામે પણ ઓળખે છે.
- ઉમાસ્વાતિએ રચેલા તત્ત્વાર્થભાષ્યને અંતે પ્રશસ્તિ છે. આ પ્રશસ્તિ ઉમાસ્વાતિએ પિતે જ રચેલી છે. તેમાં નીચેની હકીકત છે. (૧) તેમના ગુરુના ગુરુ વાચકમુખ્ય શિવશ્રી હતા. (૨) તેમના દીક્ષાગુરુ અગિયાર અંગના જાણકાર શેષનન્દી ક્ષમણ હતા. (૩) તેમના વિદ્યાગુરુ મૂલ નામના વાચકાચાર્ય હતા. (૪) તેમના વિદ્યાગુરુના ગુરુ મહાવાચક મુંડયાદ ક્ષમણ હતા. (૫) તેમનું ગોત્ર કૌભીષણ હતું. (૬) તેમના પિતાનું નામ સ્વાતિ હતું. (૭) તેમની માતાનું નામ વાત્સી હતું. (૮) તેમને જન્મ ન્યાયિકામાં થયે હતે. (૯) તેઓ ઉચ્ચનાગર શાખાના હતા. (૧૦) તેમણે તત્વાર્થીધિગમસૂત્રની રચના કુસુમપુર (પાટલિપુત્ર, હાલનું બિહારમાં આવેલું પટણ)માં કરી હતી. પ્રામાણિક સંદેહ વિનાની આટલી જ ઐતિહાસિક વિગતે આપણને પ્રાપ્ત થાય છે. " તેમણે તત્વાર્થાધિગમની રચના પાટલિપુત્રમાં કરી હતી એ હકીકત એવી સંભાવના સૂચવે છે કે તેમનું જન્મસ્થાન ન્યાયિકા પાટલિપુત્રની નજીક હશે.
તેઓ ક્યારે થયા એ બાબતે વિદ્વાનોમાં મતભેદ છે, પરંતુ એટલું તે ચોક્કસ છે કે ઈ. સ.ની પ્રથમથી ત્રીજી શતાબ્દીના ગાળામાં તે થયા હોવા જોઈએ. તેમના તત્વાર્થ. સૂત્ર ઉપરની સૌથી પ્રાચીન ઉપલબ્ધ ટીકા પૂજ્યપાદની સર્વાર્થસિદ્ધિ છે. પૂજ્યપાદને સમય ઈ.સ.ની પાંચમી શતાબ્દી છે. એટલે તે ઈ.સ.ના પાંચમા સૈકા પહેલાં કયારેક થયા છે. આનાથી કંઈક વધુ નિશ્ચિતતા તરફ જવું હોય તે તેમના તત્વાર્થભાષ્ય અને દર્શનાતરના ગ્રંથની શાબ્દિક અને આર્થિક સરખામણું કરવી જોઈએ. તત્વાર્થભાષ્ય અને પેગસૂત્ર પરના વ્યાસભાગ્યમાં સેપક્રમ – નિરુપક્રમ આયુષ્યવિષયક જે ચર્ચા છે તેમાં શાબ્દિક અને આર્થિક સામ્ય ઘણું છે. તત્વાર્થભાષ્યમાં જે ઉદાહરણે આપવામાં આવ્યાં છે તે અંગગ્રંથમાં ઉપલબ્ધ નથી પરંતુ વ્યાસભાષ્યમાં છે. સંભવિત છે કે તત્વાર્થભાષ્ય ઉપર વ્યાસભાષ્યની અસર હોય. જે એમ હોય તે તત્ત્વાર્થભાષ્ય ઈ.સ.ના બીજા સૈકાથી પ્રાચીન ન હોઈ શકે, કારણ કે વ્યાસભાષ્ય ઈ.સ.ના બીજા સૈકાથી પ્રાચીન હોય એમ માનવાને કઈ કારણ નથી.
..Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org