________________
૧૨૦
પ્રશમરતિ વિવેચન સહિત ઉદ્વેષ્ટયિનું–તેને દૂર કરવા માટે. અને હું એ અર્થ આ શબ્દને હરિભદ્રટીકામાં છે, તેને અર્થ પણ એ જ થાય છે. કેઈ પ્રતમાં ઉદ્દેશયિતું એ પાઠાંતર છે. ચતુને અથ તેને ખસેડવાને, દૂર કરવાને, એમ થાય છે.
નિરવશેષમ–આખી. આવી આકરી વાત હોય તેને સર્વથા દૂર કરવા પ્રાણીઓ સમર્થ થઈ શકે છે. તે કેવા પ્રકારના હોય છે તેનું સ્વરૂપ અત્ર બતાવ્યું છે. નિરવશેષમને અર્થ આખીને આખી એમ થાય છે. એ જાળસમસ્તને આખીને આખી પ્રાણી કાપી શકે છે અને તેના પર સમ્રાજ્ય મેળવી શકે છે. માણસ નપુંસક કે હીનસત્ત્વ અથવા પુરુષાર્થ વગરને નથી: બાંધેલા કર્મોને ખસેડવાને અને નવાં આવતાં કર્મોને રોકવાને તેનામાં પુરુષાર્થ છે. એટલે ગમે તેવાં આકરાં કર્મોને ઉપાય કરવાથી ખસેડી દૂર કરી શકાય છે અને નવાં કર્મોને આવતાં બંધાતાં રોકી શકાય છે અને છેવટે કેવળીસમુદ્દઘાતમાં બાકીનાં કર્મોને સરખાં કરી શકાય છે. તેથી આ કર્મોથી ડરવા માટે આ વાત નથી કરી, પણ તેમનાથી ચેતતા રહેવા માટે આ વાત કરી છે. જે નવાં કર્મો વધારે બંધાય તે બધી વાતે પ્રાણી ભારે થઈ જાય છે અને ભારેકમ જીવને આ રીતે પુરુષાર્થ કરી કર્મો દુર કરવા ઘણું મુશ્કેલ પડે છે, તેના તરફ ધ્યાન ખેંચવા આટલી વાત કરી છે. કર્મોને બાંધવામાં રાગદ્વેષ કેવું કામ કરે છે, તેમને કારણે શા માટે ગણવામાં આવે છે અને ઇંદ્રિયના વિષયે ક્ષણિક છે અને ચાલે ત્યારે બહુ થોડે વખત સુખ આપતાં લાગે છે, પણ તે જાય ત્યારે એ કચવાટ મૂકતા જાય છે કે માત્ર ખિન્નતા જ રહે છે–એ સર્વ વાતની ખરી હકીક્ત સમાવવા આ વાત કરી છે. પ્રાણીને ગભરાવવા એક પણ વાત કરી નથી, પણ વસ્તુસ્થિતિ સમજાવવા સર્વ વાત કરી છે. પ્રાણ ધારે ત્યારે સર્વથા બધાં કર્મો પર સામ્રાજ્ય મેળવી શકે છે. પણ તેણે તે ધારવું જોઈએ અને તે માટે કર્મોને ઓળખવાં જોઈએ, વિષયની વિરૂપતા જાણવી જોઈએ અને તેમને ઉઘાડા આકારમાં સમજવા જોઈએ. એ હકીકત સમજાવવાનો સર્વ પ્રયાસ છે. આમાંની કેટલીક વાત તે ગ્રંથકાર પિતે જ કહેશે, તે. બરાબર લક્ષમાં રાખવી. (૫૮) : કર્મમળ દૂર કરવાના ઉપાય
अस्य तु मूलनिबन्ध ज्ञात्वा तच्छेदनाद्यमपरस्य ।
दर्शनचारित्रतपःस्वाध्यायध्यानयुक्तस्य ॥५९॥ અર્થ–આનું મૂળ કારણે જાણીને તેને છેદવાનો પ્રયાસ કરવા તત્પર થનાર તથા દર્શન, ચારિત્ર, તપ, સ્વાધ્યાય અને ધ્યાનથી યુક્ત માણસને (આ શુભ વિચારણા હેય છે)
(૫૯),
વિવેચન–કર્મો ઘણાં છે, તેના પ્રકાર ઘણું છે અને તે પ્રત્યેક સમયે લાગે છે. તેથી તેમને દૂર કરવાની મુશ્કેલીથી ડરી જવા જેવું નથી. કેવા પ્રકારના માણસે કર્મને દૂર
Jain Education International
For Private & Personal Use Only
- www.jainelibrary.org